બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / Politics / શું રાજસ્થાનની આ હોટ સીટ પર થશે ફરીવાર મતદાન? માત્ર આ એક ભૂલ પડી ભારે!

લોકસભા ચૂંટણી 2024 / શું રાજસ્થાનની આ હોટ સીટ પર થશે ફરીવાર મતદાન? માત્ર આ એક ભૂલ પડી ભારે!

Last Updated: 08:56 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : આ મતદાન મથક પરથી મતદાન મથક 195નું રજિસ્ટર ગુમ થઈ ગયું અને હવે યોજાશે ફરી ચૂંટણી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ રાજસ્થાનથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 2024 માટે તમામ બેઠકો પર મતદાન 26 એપ્રિલે સમાપ્ત થયું હતું. જોકે અહીં એક બેઠક એવી છે જ્યાં 2 મેના રોજ ફરીથી મતદાન થશે. આ અજમેર લોકસભા સીટ છે જ્યાં ચૂંટણી પંચે ફરી એકવાર મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક મોટી ગરબડને કારણે ચૂંટણી પંચે અહીં ફરીથી મતદાન કરાવવું પડ્યું છે.

રાજસ્થાનની અજમેર લોકસભા મતવિસ્તારના નંદાસી ગામમાં એક મતદાન મથક પરથી મતદાન મથક 195નું રજિસ્ટર ગુમ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, બીજા તબક્કાના મતદાન બાદ જ્યારે કાર્યકરો EVM એકત્રિત કરવા જઈ રહ્યા હતા ત્યારે આ બૂથ સાથે સંબંધિત કાગળો અને વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. આ જ કારણ છે કે અહીં ફરીથી ચૂંટણી યોજાશે.

આ તારીખે યોજાશે પુન: મતદાન

મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની સૂચના મુજબ અહીં ડોબરામાંથી પુનઃ મતદાનની તૈયારીઓ કરવામાં આવી છે. આ બૂથ પર કુલ મતદારોની સંખ્યા 753 છે. હવે અહીં 2 મે (ગુરુવાર)ના રોજ સવારે 7.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન મથક માત્ર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, નાંદરીના રૂમ નંબર 1 માં રહેશે.

વધુ વાંચો : શા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જાણો તેની પાછળનો ખાસ હેતુ

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા 17-A રજિસ્ટર ખોવાઈ ગયું હતું. પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે, અજમેરની રિટર્નિંગ ઓફિસે આ મામલે પોલિંગ ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નોંધનિય છે કે, રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં 12 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થયું હતું, 26 એપ્રિલના રોજ 13 બેઠકો પર મતદાન પૂર્ણ થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ