બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / સ્માર્ટ મીટરમાં વીજબિલ વધુ આવતું હોવાના દાવામાં કેટલું તથ્ય? શંકાનું સમાધાન શું?

મહામંથન / સ્માર્ટ મીટરમાં વીજબિલ વધુ આવતું હોવાના દાવામાં કેટલું તથ્ય? શંકાનું સમાધાન શું?

Last Updated: 09:18 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાને લઈ વીજ કંપનીઓ તેમજ ગ્રાહકો આમને સામને છે. સરકાર દ્વારા આ પ્રશ્ન વધુ પેચીદો બને તે પહેલા મોટો નિર્ણય લીધો છે. જેમાં સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. હવે આ વિવાદનો અંત આવે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં સ્માર્ટ મીટર સામે વિરોધની સાથે-સાથે અસમંજસની સ્થિતિ યથાવત છે. હવે લોકોની શંકાનું સમાધાન કરવા વીજકંપનીઓએ જ પ્રયાસ હાથ ધર્યા છે. રાજ્યમાં વીજકંપનીઓએ લોકોની મંજૂરી લઈને સ્માર્ટ મીટરની સાથે-સાથે હાલ જે મીટર કાર્યરત છે તે મીટર પણ લગાવવાનું નક્કી કર્યું છે. 15 થી 20 ઘર વચ્ચે સ્માર્ટ મીટરની સાથે એક જૂનું મીટર લાગશે, સતત 20 દિવસ સુધી તેનું રીડિંગ કરવામાં આવશે અને લોકોને બંને વચ્ચેનો તફાવત સમજાવવામાં આવશે. હાલ આ પ્રયાસ કાગળ ઉપર તો સારો દેખાઈ રહ્યો છે પણ આ પ્રયાસ સફળતા સુધી પહોંચે તેના માટે વીજકંપનીઓની સાથે-સાથે લોકોની સમજણ પણ એટલી જ જરૂરી છે. સ્માર્ટ મીટરને લઈને અગાઉ જે વાતો ફેલાઈ રહી હતી તે વાતોમાંથી લોકો હજુ બહાર આવ્યા નથી એવી જ સ્થિતિ છે.

બંને મીટર લગાવવાથી લોકોનાં પ્રશ્નનો જવાબ મળશે?

લોકોને હજુ પણ એવુ લાગે છે કે સ્માર્ટ મીટરથી વીજળીનું બીલ વધી જશે. લોકોને હજુ પણ લાગે છે કે અચાનક જ અમારું વીજ કનેકશન કટ થઈ જશે, લોકોને હજુ પણ એવું લાગે છે કે પ્રિપેઈડ રિચાર્જનો વિકલ્પ યોગ્ય નથી. અત્યારે તો સુરત, જામનગર સહિતના શહેરોમાં લોકોની મંજૂરી સાથે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લગાવવામાં આવી રહ્યા છે. સવાલ એટલો જ છે કે બંને મીટર સાથે લગાવવાથી લોકોના મનમાં રહેલા પ્રશ્નોના જવાબ મળી જશે કે કેમ?. સ્માર્ટ મીટરના ફાયદા લોકો સુધી પૂરતા પહોંચ્યા નથી કે કેમ.? એકંદરે સ્માર્ટ મીટર ભવિષ્યના વીજવપરાશ માટે કેટલું યોગ્ય છે?

બંને મીટર લગાવવાથી તફાવતનો ખ્યાલ આવી જશે?

સ્માર્ટ મીટરને લઈ લોકોમાં ગેરસમજ યથાવત છે. ત્યારે સ્માર્ટ મીટરનો હજુ પણ વિરોધ થઈ રહ્યો છે. લોકોનાં મનમાં અનેક આશંકાઓ છે. શંકાનું સમાધાન કરવા વીજકંપનીઓ તરફથી પ્રયાસ થઈ રહ્યા છે. પરંતું વીજકંપનીઓ સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર પણ લગાવી રહી છે. અંદેજે 20 સ્માર્ટ મીટરની વચ્ચે એક જૂનું મીટર લગાવાઈ રહ્યું છે. સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર લગાવવાથી સમસ્યાનું સમાધાન થશે? સ્માર્ટ મીટર ઉપવ લોકો ભરોસો કરતા થશે? નવાની સાથે જૂનું મીટર લાગશે એટલે બંનેનો તફાવત ખ્યાલ આવી જશે?

 • સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ગેરસમજ યથાવત
 • શંકાનું સમાધાન કરવા વીજકંપનીઓ તરફથી પ્રયાસ
 • અંદાજે 20 સ્માર્ટ મીટરની વચ્ચે એક જૂનું મીટર લગાવાઈ રહ્યું છે
 • નવાની સાથે જૂનું મીટર લાગશે એટલે બંનેનો તફાવત ખ્યાલ આવી જશે?

વીજકંપની તરફથી પ્રયાસ શું?

સુરતમાં DGVCL દ્વારા 20 સ્માર્ટ મીટર વચ્ચે એક જૂનું મીટર લગાવાયું છે. લોકોની મંજૂરી લઈને મીટર લગાવવામાં આવી રહ્યા છે. 15 થી 20 દિવસ સુધી બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે. ગ્રાહકોને બંનેનો તફાવત બતાવવામાં આવશે. જૂના મીટર અને નવા મીટર વચ્ચેની ગેરસમજ દૂર કરાશે. જામનગરમાં પણ PGVCL તરફથી નવો પ્રયાસ થયો. જામનગરમાં એક દુકાનમાં બે મીટર લગાવવામાં આવ્યા. દુકાન માલિકે જ પત્ર લખીને રજૂઆત કરી હતી.

 • સુરતમાં DGVCL દ્વારા 20 સ્માર્ટ મીટર વચ્ચે એક જૂનું મીટર લગાવાયું
 • 15 થી 20 દિવસ સુધી બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે
 • જૂના મીટર અને નવા મીટર વચ્ચેની ગેરસમજ દૂર કરાશે
 • દુકાનમાલિકે જ પત્ર લખીને રજૂઆત કરી હતી

સ્માર્ટ મીટરથી વીજચોરી અટકશે?

ભારતમાં 100 યુનિટ વીજઉત્પાદન થાય તો ગ્રાહક સુધી 90 યુનિટ પહોંચે છે. ઘટતા 10 યુનિટનો બોજ ગ્રાહકના માથે પડે છે. સ્માર્ટ મીટરથી વીજચોરી ઘટી જવાની શક્યતા છે. વીજ કંપનીઓ પાસે મીટરના વપરાશ મુજબની માહિતી હશે. મીટરના વપરાશ મુજબ માહિતી હશે તો લીકેજ શોધવું સરળ થઈ શકે. વીજવિતરણ કંપનીઓને વીજપુરવઠામાં 22% નુકસાન થાય છે. સ્માર્ટ મીટરથી આ નુકસાની ઘટી શકે છે.

 • ભારતમાં 100 યુનિટ વીજઉત્પાદન થાય તો ગ્રાહક સુધી 90 યુનિટ પહોંચે
 • સ્માર્ટ મીટરથી વીજચોરી ઘટી જવાની શક્યતા છે
 • વીજવિતરણ કંપનીઓને વીજપુરવઠામાં 22% નુકસાન થાય છે

વધુ વાંચોઃ ખેડૂતના બે છેડા કેવી રીતે ભેગા થશે! દેવાના આંકડાની સ્થિતિ ચિંતાજનક, ઉપાય ક્યારે?

 • વીજળીના ક્ષેત્રે ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે
 • ખોટી માહિતી ફેલાવીને, ખોટા વીડિયો વાયરલ કરવામાં આવ્યા
 • સરકારી કચેરીમાં પણ સ્માર્ટ અને જૂના મીટર સાથે લાગશે
 • સ્માર્ટ મીટરમાં સુધારા-વધારા કરવાના હશે તો ચોક્કસ કરીશું

GUVNLનો જવાબ શું?

લોકોના મનમાં શંકા ન ઉદભવે માટે સ્માર્ટની સાથે જૂના મીટર લગાવીએ છીએ. સ્માર્ટ મીટર સંપૂર્ણ ચકાસણી થયા પછી જ લગાવવામાં આવે છે. સ્માર્ટ મીટર વધુ સારુ અને એડવાન્સ છે. સ્માર્ટ મીટરની ચોકસાઈ વધુ છે. વીજળીના ક્ષેત્રે ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. સ્માર્ટ મીટરનો ખર્ચ ગ્રાહકના માથે નહીં આવે. રાજ્યમાં 50 હજાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા જ હતા. ખોટી માહિતી ફેલાવીને, ખોટા વીડિયો વાયરલ કરવામાં આવ્યા. 12 દિવસમાં 2000 રૂપિયા કપાયા એવો મેસેજ વાયરલ થયો. અમે તપાસ કરાવી તો માહિતી ખોટી નિકળી. લોકો પોતાના ઘરમાં તપાસ કરાવવા માગતા હોય તો ટીમ આવશે. સરકારી કચેરીમાં પણ સ્માર્ટ અને જૂના મીટર સાથે લાગશે. વીજવિતરણ કંપનીઓ GERCના નિયમ મુજબ જ ભાવ વસૂલે છે. સ્માર્ટ મીટર લોકોની સગવડતા વધારશે. અન્ય રાજ્યમાં પણ સ્માર્ટ મીટર લાગ્યા છે. અમે લોકોને સાથે રાખીને જ આગળ વધીશું. સ્માર્ટ મીટરમાં સુધારા-વધારા કરવાના હશે તો ચોક્કસ કરીશું.

સ્માર્ટ મીટરના ફાયદા શું થઈ શકે?

રોજિંદો વીજવપરાશ મેનેજ થઈ શકશે. એપ અપડેટ થશે તો ઉપકરણ દીઠ વીજવપરાશ ચેક કરી શકાશે. વીજચોરી મહદઅંશે ઘટશે. વીજળીની બચત સરવાળે ભાવ ઘટાડવામાં મદદરૂપ થશે. ખોટા રીડિંગ અને ખોટા બીલ બનવાની સંભાવના નહીંવત. વીજળી જશે તો ફરિયાદ નહીં કરવી પડે. વીજકનેકશન કટ થયા બાદ પુન:જોડવાનો ચાર્જ થશે નહી. વીજકંપનીઓ પાસે એડવાન્સ રૂપિયા જમા થશે જેથી સુવિધા વધી શકે. બીલ ભરવાની લાઈનમાંથી છૂટકારો મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan Smart Meter Allegation Electricity Companies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ