બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આતંકી ઘરપકડ કેસ: આત્મઘાતી હુમલો કરવાના શપથ લીધા હતા, ટ્રેનિંગ અંગે ATSનો મોટો ખુલાસો

અમદાવાદ / આતંકી ઘરપકડ કેસ: આત્મઘાતી હુમલો કરવાના શપથ લીધા હતા, ટ્રેનિંગ અંગે ATSનો મોટો ખુલાસો

Last Updated: 10:03 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરપોર્ટ પરથી પકડાયેલ IS આતંકી તપાસમાં થયો ઘટસ્ફોટ..અમદાવાદમાં IS ના સ્લીપર સેલ સક્રિય થયા હોવાનો ખુલાસો. પકડાયેલ આતંકી ઓની મદદ IS સ્લીપર સેલ કરી રહ્યા હતા. સેન્ટ્રલ એજન્સી ,તમિલનાડુ ATS અને સુરક્ષા એજન્સી ઓ આતંકી કરી પૂછપરછ..સ્લીપર સેલ દ્વારા હથિયારો નાના ચિલોડા કેવી રીતે પહોચ્યા તેને લઈ ગુજરાત ATS તપાસ શરૂ કરી..

IS ચાર આતંકીઓના 14 દિવસના રિમાન્ડ ને લઈ ગુજરાત ATS એ પૂછપરછ શરૂ કરી..આ પૂછપરછ દરમિયાન ચારેય આતંકી મદદ કરવા માટે IS ના સ્લીપર સેલ સક્રિય હોવાનું તપાસમાં ખુલાસા થયા..જે અમદાવાદ ના નાના ચિલોડા નર્મદા કેનાલ નજીક હથિયારો છુપાવવા જવાબદારી સ્લીપર સેલ લીધી હોવાની આશંકા છે..પાકિસ્તાન મેડ હથિયાર સ્લીપર સેલ દ્વારા પહોચાડવામાં આવ્યા અને સ્લીપર સેલએ રેકી કર્યા બાદ આ લોકેશન પર હથિયાર મૂક્યા..જે પ્રકારે હાઇવે નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને જોતા સ્લીપર સેલ ગુજરાત ના અથવા અન્ય રાજ્યોના હોવાની શક્યતા ગુજરાત ATS વ્યક્ત કરી છે..ત્યારે અમદાવાદ જ નહીં પણ શ્રીલંકામાં પણ IS સ્લીપર સેલ સક્રિય છે..જે ચારેય આતંકી ઓને શ્રીલંકામાં લોકલ મદદ મળી હોવાનું તપાસમાં સામે આવ્યું છે કારણકે ચાર આતંકીઓ એક બીજા ના ઓળખતા ન હતા..એટલું જ નહિ આતંકી ઓનાં નવા મોબાઈલ અને શ્રીલંકા અને ભારતીય ચલણી નોટની વ્યવસ્થા સ્લીપર સેલ દ્વારા કરવામાં આવી હોવાની તપાસમાં સામે આવ્યું છે..જેથી ગુજરાત ATS એ શ્રીલંકા એમ્બેસી દ્વારા આતંકીઓની તમામ માહિતી શ્રીલંકા સરકાર ને પહોચાડતા ત્યાંની સુરક્ષા એજન્સી IS ના નેટવર્ક ને લઈ ને તપાસમાં જોડાઈ છે.

vlcsnap-2024-05-21-21h57m52s041

સ્લીપર સેલ લીધી હોવાની આશંકા

ગુજરાત ATS ની તપાસ ચાર આતંકી પૈકી બે આતંકી મોહમ્મદ નુસરથ અને મોહમ્મદ ફારીસ એકબીજા પરિચિત હતા અને આઠ થી વધુ વખત ભારત માં આવી ચૂક્યા છે..જ્યારે મોહમ્મદ નફરાન અને મોહમ્મદ રશદીન જે પાકિસ્તાની હેન્ડલર અબુ ના સંપર્ક મા હતા..અને અબુ પાકિસ્તાની દ્વારા ચારેય આતંકીઓ ને એક બીજા ના પરિચિત માં લાવ્યા બાદ શ્રીલંકા થી અમદાવાદ મિશન માટે મોકલ્યા હતા..ઉલ્લેખનીય છે કે IS ની આતંકી તાલીમ માટે ફેબ્રુઆરી થી ટ્રેનીંગ ચાલુ થઈ હતી..જે ચાર મહિનાની ટ્રેનીંગ બાદ ચારેય આતંકીઓ સુસાઈટ બોમ્બર બની આત્મઘાતી હુમલો કરવાના શપથ લીધા હતા..જે IS ના ફ્લેગ સાથેનો એક વિડ્યો બનાવી ને પાકિસ્તાન હેન્ડલ અબુ ને મોકલ્યો હતો જે બાદ આતંકી પ્રવુતિ માટે ચારેય આંતકવાદ ફેલાવા નીકળ્યા હોવાની તપાસમાં ખૂલ્યું છે..જ્યારે આતંકીઓ પાસે મળેલા બે મોબાઈલ ફોનને FSLમાં મોકલવામાં આવ્યા છે ત્યારે આતંકી મોહમ્મદ નુસરથ દ્વારા ચેન્નઇ એરપોર્ટ પર વાઇફાઇ નો ઉપયોગ કરી ને પાકિસ્તાન હેન્ડલ અબુ સાથે વાતચીત કરી હતી જેમાં સિગ્નલ એપ મારફતે વિડ્યો કૉલ માં વાતચીત કરતા તેમજ આત્મઘાતી હુમલા માટે નાં ફોટો અને ડોક્યુમેન્ટ પ્રોટેન ઈમેલ દ્વારા મોકલવામાં આવતા હતા..આતંકી ઓનું ગુનાહિત ઇતિહાસ ની તપાસ કરતા સામે આવ્યું કે મોહમ્મદ ફારીસ શ્રીલંકા કોલંબોમા ડ્રગ્સ ની હેરાફેરી કરે છે,મોહમ્મદ નુસરથ ગોલ્ડ સ્મલિંગ કરે છે જે ભારતમાં અનેક વખત આવી ચૂક્યો છે.ત્યારે મોહમ્મદ રશદીન વિરુદ્ધ શ્રીલંકામાં પાંચ જેટલા ગુના નોંધાયા છે.

vlcsnap-2024-05-21-21h55m48s241

વધુ વાંચોઃ સાબરમતી નદી પર એરફિલ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે, ટ્રાફિક-પાણી બે કામ કરશે, ખાસિયતો આધુનિક

આત્મધાતી હુમલા કરવાનું ટાર્ગેટ બનાવ્યું

નોંધનીય છે કે આતંકી પ્રવૃતિ ને લઈ ને પૂછપરછ કરતા સામે આવ્યું કે હમાસ અને ફિલીસ્પાઈન ની ધટના બાદ વધુ સક્રિય થયા..જેમાં ભારત અને US એ ઇઝરાયલ ને મદદ કરે છે..જેથી ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું..ભારતની BJP સરકાર અને RSS નું વર્ચસ્વ હોવાના કારણે આત્મધાતી હુમલા કરવાનું ટાર્ગેટ બનાવ્યું હતું..હાલ ગુજરાત ATS ચારેય આતંકી ઓની અલગ અલગ પૂછપરછ કરી રહી છે..ગુજરાત ATS સાથે તમિલનાડુ ATS,NIA, સેન્ટ્લ IB અને જુદા જુદા રાજ્યની ATS પણ તપાસ કરવા પહોંચી છે..મહત્વનું છે કે ચારેય આતંકી ઓની તપાસમાં ગુજરાત અને દેશમાં સક્રિય IS ના સ્લીપર સેલ નો પર્દાફાશ થાય જેને લઇ ને ગુજરાત ATS ની ટીમ ચેન્નઇ તપાસ કરવામાં જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police terrorist arrested, sleeper cell active Gujarat ATS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ