બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Health / આરોગ્ય / કોરોનાનો ફરી પગ પેસારો! દેશમાં નવા વેરિયન્ટ KPએ મારી એન્ટ્રી, આ શહેરોમાં ફેલાવો

Corona News / કોરોનાનો ફરી પગ પેસારો! દેશમાં નવા વેરિયન્ટ KPએ મારી એન્ટ્રી, આ શહેરોમાં ફેલાવો

Last Updated: 08:33 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KP.1 ના દેશમાં 34 કેસ મળી આવ્યા જેમાંથી 23 કેસ પશ્ચિમ બંગાળમાં અને ગુજરાતમાં 2 કેસ મળ્યા

ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર ભારતમાં KP.2 ના 290 અને KP.1 ના 34 કેસ નોંધાયા છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે તે તમામ જેએન1ના પેટા પ્રકાર છે. અહેવાલમાં જણાવાયું છે કે કોવિડના નવા પ્રકારને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી.

corona-virus-habits (2).jpg

સિંગાપોરમાં તબાહી મચાવનાર કોવિડ KP.2 અને KP.1 ના નવા પ્રકારો હવે ભારતમાં પણ ફેલાઇ રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર ભારતમાં KP.2 ના 290 અને KP.1 ના 34 કેસ નોંધાયા છે. જો કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે તે તમામ જેએન1ના પેટા પ્રકાર છે.

સૂત્રએ જણાવ્યું હતું કે, "કોવિડ KP.2 અને KP.1ના નવા સ્વરૂપોના કેસોના સામે આવવાથી ગભરાવાની જરૂર નથી. કેસોમાં વધારા અંગે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પરિવર્તનો ઝડપી ગતિએ થતા રહેશે. અને આ SARS-CoV-2 આ વાયરસનું કુદરતી વર્તન છે." સ્ત્રોતે વધુમાં જણાવ્યું હતું કે INSACOG સર્વેલન્સ સંવેદનશીલ અને કોઈપણ નવા પ્રકારોના ઉદભવને પકડવા માટે સક્ષમ છે અને વાયરસને કારણે રોગની ગંભીરતામાં કોઈપણ ફેરફાર શોધવા માટે સંરચિત રીતે હોસ્પિટલોમાંથી નમૂનાઓ પણ લેવામાં આવે છે.

ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ દ્વારા સંકલિત કરાયેલ ડેટા દર્શાવે છે કે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1 ના 34 કેસ મળી આવ્યા છે, જેમાંથી 23 કેસ પશ્ચિમ બંગાળમાંથી નોંધાયા છે. જ્યારે અન્ય રાજ્યોમાં ગોવા- 1 , ગુજરાત- 2, હરિયાણા- 1, મહારાષ્ટ્ર-4, રાજસ્થાન -2 અને ઉત્તરાખંડ- 1 કેસ નોંધાયા છે.

માહિતી અનુસાર, KP.2 ના 290 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 148 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી1, ગોવા 12, ગુજરાત 23, હરિયાણા3, કર્ણાટક4, મધ્યપ્રદેશ1, ઓડિશા 17, રાજસ્થાન 21, ઉત્તર પ્રદેશ 8, ઉત્તરાખંડ 16 અને પશ્ચિમ બંગાળ 36 કેસ નોધાયા છે.

આ પણ વાંચોઃ દેશમાં ગરમી વચ્ચે કેરળમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, અનેક જિલ્લામાં ચેતવણી જાહેર

સિંગાપોરમાં 1 નવા કોવિડ 19ની લહેર જોવા મળી રહી છે. ત્યા 5 થી 11 મે દરમિયાન 25,900 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં KP.1 અને KP.2 સિંગાપોરના બે તૃતીયાંશ કરતાં વધુ કેસ છે. વૈશ્વિક સ્તરે પ્રમુખ COVID-19 પ્રકારો હજુ પણ JN.1 અને તેના પેટા પ્રકારો છે, જેમાં KP.1 અને KP.2નો સમાવેશ થાય છે. KP.1 અને KP.2 કોવિડ-19 વેરિઅન્ટ્સના જૂથ સાથે સંબંધિત છે. વૈજ્ઞાનિકોએ તેમના મ્યુટેશનના ટેક્નિકલ નામોના આધારે તેમને 'FLiRT' હુલામણું નામ આપ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

corona news in gujarat કોરોના આફત કોરોના ઈન ગુજરાત કોરોના અપડેટ Corona News કોરોના ઈન ઈન્ડીયા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ