બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

VTV / ભારત / વિશ્વ / જ્યારે લાખો કામદારો ઉતર્યા હતા હડતાળ પર, આજે ઉજવાય છે મજૂર દિવસ તરીકે, અમેરિકા સાથે છે કનેક્શન

International Labour Day / જ્યારે લાખો કામદારો ઉતર્યા હતા હડતાળ પર, આજે ઉજવાય છે મજૂર દિવસ તરીકે, અમેરિકા સાથે છે કનેક્શન

Last Updated: 08:17 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મજૂર દિવસ ઉજવવાની પરંપરા 138 વર્ષથી ચાલી આવે છે પણ શું તમે જાણો છો તેનો અર્થ શું છે? મજૂર દિવસના મૂળ 1886 માં અમેરિકામાં મજૂર આંદોલન સાથે સંબંધિત છે.

આજે 1 મે છે અને આજના દિવસે ભારત સહિત ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આજે વિશ્વના ઘણા દેશોમાં રાષ્ટ્રીય રજા છે. એવામાં ભારતમાં મજૂર દિવસને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (International Labour Day or May Day ) આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ, કામદાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

words-happy-labor-day-are-laid-out-on-paper-next-t-2023-11-27-05-17-07-utc

શું છે મજૂર દિવસનું મહત્વ

આ દિવસ વિશ્વના મજૂરો અને મજૂર વર્ગને સમર્પિત છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મજૂરોની સિદ્ધિઓનું સન્માન કરવાનો અને તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને યાદ કરવાનો છે. આ દિવસે મજૂર વર્ગની વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલની ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા દેશોમાં કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ આજે આપણે જોઈએ છીએ તે વિશ્વના નિર્માણમાં કામદારોના યોગદાન અને બલિદાનની ઉજવણી કરે છે.

મજૂર\ લેબર દિવસનો ઈતિહાસ શું છે?

મજૂર દિવસ અથવા મે દિવસ ઉજવવાની પરંપરા 138 વર્ષથી ચાલી આવે છે પણ શું તમે જાણો છો તેનો અર્થ શું છે? જણાવી દઈએ કે મજૂર દિવસના મૂળ 1886 માં અમેરિકામાં મજૂર આંદોલન સાથે સંબંધિત છે. આજે રોજિંદા કામના નિશ્ચિત 8 કલાક અને અઠવાડિયામાં એક દિવસની રજાનો અધિકાર, આ બધું આ આંદોલનને કારણે છે. વાત એમ છે કે 1880 એ યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિવિધ પશ્ચિમી દેશોમાં ઔદ્યોગિકીકરણનો સમયગાળો હતો અને આ દરમિયાન મજૂરો પાસેથી 15-15 કલાક કામ કરાવવામાં આવતું હતું અને તેઓને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

લાખો કામદારો હડતાળ પર ઉતર્યા હતા

એ સમયે યુએસ અને કેનેડામાં ટ્રેડ યુનિયનોની સંસ્થા ફેડરેશન ઓફ ઓર્ગેનાઈઝ્ડ ટ્રેડ્સ એન્ડ લેબર યુનિયન્સે નિર્ણય લીધો કે 1 મેના રોજ કામદારો1886 પછી દરરોજ 8 કલાકથી વધુ કામ નહીં કરે. એ બાદ એક એવો દિવસ આવ્યો કે અમેરિકાના વિવિધ શહેરોમાં લાખો કામદારો શોષણ વિરુદ્ધ હડતાળ પર ઉતર્યા હતા.અહીંથી જ મોટું મજૂર આંદોલન શરૂ થયું. આખા અમેરિકામાં કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કેટલાક મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા મજૂરોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Capture

દિવસમાં 8 કલાક કામ માટે નક્કી કરવામાં આવ્યા

આ પછી 1889 માં પેરિસમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદનું આયોજન થયું ત્યારે 1 મેનો દિવસ કામદારોને સમર્પિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.આ રીતે ધીમે ધીમે સમગ્ર વિશ્વએ 1 મેને મજૂર દિવસ અથવા કામદાર દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.આજે દરેક કામદાર વર્ગ માટે એક દિવસમાં 8 કલાક કામ માટે નક્કી કરવામાં આવ્યા તો તે અમેરિકાના આ આંદોલનનું પરિણામ છે.

વધુ વાંચો: BIG NEWS : લોકસભા ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી, રાયબરેલીથી ટિકિટ, અમેઠીથી રાહુલ ગાંધી મેદાનમાં

ભારતમાં મજૂર દિવસની શરૂઆત

ભારતમાં 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં મજૂર દિવસની શરૂઆત થઈ. ભારતમાં લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનને 1 મે 1923ના રોજ મદ્રાસમાં તેની શરૂઆત કરી હતી.આ તે પ્રસંગ હતો જ્યારે પ્રથમ વખત મજૂર દિવસના પ્રતીક તરીકે લાલ રંગના ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ભારતમાં મજૂર ચળવળની શરૂઆત હતી જેનું નેતૃત્વ ડાબેરી અને સમાજવાદી પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ