બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / વિશ્વ / જાણો કેમ બ્રિટન ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલી રહ્યું છે? માદરે વતન કેમ નહીં!

વિશ્વ / જાણો કેમ બ્રિટન ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલી રહ્યું છે? માદરે વતન કેમ નહીં!

Last Updated: 08:46 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુકેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સમસ્યા ઘણી જૂની છે, જો આપણે છેલ્લા ચાર વર્ષ પર નજર કરીએ તો 2020 થી અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ 20 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ યુકેમાં પ્રવેશ્યા છે. આ ઇમિગ્રન્ટ્સનો બોજ ઘટાડવા માટે સુનાક સરકાર એક નવું બિલ લાવી છે.

યુકે સરકારે રવાન્ડા બિલ પાસ કરી દીધું છે, થોડા દિવસોમાં જ તે કાયદો બની જશે. આ સેફ્ટી ઑફ રવાન્ડા બિલ કાયદો બન્યા પછી, યુનાઇટેડ કિંગડમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર દરેક ઇમિગ્રન્ટને રવાન્ડા મોકલી આપવામાં આવશે. આ માટે યુકે સરકાર અને આફ્રિકન દેશ રવાન્ડા વચ્ચે એક કરાર થઈ ચુક્યો છે.

રવાન્ડા બિલના વિરોધ બાદ યુકેના વડાપ્રધાન ઋષિ સુનાકની સરકારે સેફ્ટી ઓફ રવાન્ડા બિલ તૈયાર કર્યું હતું. આ પહેલા પૂર્વ પીએમ બોરિસ જોનસને સૌથી પહેલા રવાન્ડા બિલ સંસદમાં રજૂ કર્યું હતું, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને યુકેની સુપ્રીમ કોર્ટે પણ તેને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. એવું માનવામાં આવ્યું હતું કે આ યોજના યુરોપિયન કન્વેન્શન ECHR વિરુદ્ધ હતી. હવે સેફ્ટી ઓફ રવાન્ડા બિલ પાસ થયા બાદ એ નક્કી થઈ જશે કે જે પણ યુકેમાં ખોટી રીતે પ્રવેશ કરશે તે રહી શકશે નહીં.

રવાન્ડા બિલ શા માટે વિવાદાસ્પદ છે?

સેફ્ટી ઓફ રવાન્ડા બિલ હેઠળ, યુકે સરકાર હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રવાન્ડા શિફ્ટ કરશે. આમાં તે તમામ ઇમિગ્રન્ટ્સ પણ સામેલ હશે જેઓ ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશ્યા છે અથવા પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને પકડીને રવાન્ડા મોકલી દેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા લાખોમાં છે, પરંતુ પહેલી વારમાં અંદાજે 52 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલવામાં આવશે.

ભારતીયના ઇમિગ્રન્ટ્સને રવાન્ડા શા માટે મોકલી રહ્યા છે?

એવું માનવામાં આવે છે કે યુકે જે 52 હજાર ઇમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલશે તેમાંથી 5 હજાર ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ જેઓ ત્યાં રહે છે, તે તમામને રવાન્ડામાં શિફ્ટ કરવામાં આવશે. આમાંના મોટાભાગના ભારતીયો એવા છે કે જેઓ 2023માં પોતાનો જીવ જોખમમાં ઈંગ્લિશ ચેનલ પાર કરીને મૂકીને યુકે પહોંચ્યા હતા. એકલા તેમની સંખ્યા 1 હજારથી વધુ હોવાનું કહેવાય છે. જો કે, રવાન્ડા મોકલવામાં આવ્યા પછી, આ ઇમિગ્રન્ટ્સ યુકેમાં શરણાર્થી બનવા માટે અરજી કરી શકશે. જો તેમની અરજી સ્વીકારવામાં આવશે તો તેમને યુકે પરત બોલાવવામાં આવશે. જો આવું નહીં થાય તો ઇમિગ્રન્ટ્સને તેમના મૂળ દેશમાં પાછા જવા અથવા રવાન્ડામાં રહેવાની તક આપવામાં આવશે.

આ બિલનો હેતુ શું છે

યુકેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સમસ્યા ઘણી જૂની છે, જો આપણે છેલ્લા ચાર વર્ષ પર નજર કરીએ તો 2020 થી અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ 20 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ યુકેમાં પ્રવેશી ચુક્યા છે. સુનાક સરકાર માને છે કે રવાન્ડા બિલ યુકેમાં ઇમિગ્રન્ટ્સનું ભારણ ઘટાડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કરાર માટે યુકે રવાન્ડાને અંદાજે 290 મિલિયન પાઉન્ડની સહાય આપશે. જોકે, માનવાધિકાર અને શરણાર્થી સંગઠનો તેને અમાનવીય અને ખર્ચાળ પ્રક્રિયા માને છે. આ સિવાય બ્રિટન તેની આશ્રય પ્રણાલીમાં પણ સુધારો કરવા માંગે છે, જેથી ઇમિગ્રન્ટ્સ પોતાને દાણચોરોની જાળમાં ફસાતા બચાવી શકે.

વધુ વાંચો: OMG! લોટરી નહીં કુબેરનો ખજાનો મળ્યો, 30 વર્ષ સુધી શખ્સને દર મહિને મળશે 1 કરોડ રૂપિયા

યુકેમાં ક્યાંથી આવે છે આટલા શરણાર્થીઓ?

સમગ્ર વિશ્વમાંથી ઇમિગ્રન્ટ્સ યુકે પહોંચે છે, મોટાભાગે ટ્રક અથવા બોટમાં છુપી મુસાફરી કરીને પહોંચે છે. 2021ની વાત કરીએ તો 28 હજારથી વધુ લોકો બોટ દ્વારા યુકે પહોંચ્યા હતા. ત્યારથી આ સંખ્યા સતત વધી રહી છે. આમાંના મોટાભાગના ઇમિગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ મારફતે મુસાફરી કરે છે. ગત વર્ષે બ્રિટન જઈ રહેલી એક બોટ પણ પલટી ગઈ હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ