બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress candidate Heerabhai Jotwa Gir Somnath, declared from Junagadh Lok Sabha seat
Last Updated: 09:30 PM, 9 April 2024
લોકસભાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર હવે ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે ત્યારે આજે જુનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે જિલ્લાની તમામ વિધાન સભા બેઠક પર કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજી કાર્યકરોને સંબોધ્યા હતા. જ્યાં તેમણે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જાહેર મંચ પરથી દેખાયા નથી તેવા સવાલના જવાબમાં વિમલભાઈ કોંગ્રેસનું કામ કરી રહ્યા છે અને ચૂંટણી પરિણામના દિવસે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરેલું કામ મતદારો સમક્ષ સામે આવશે તેવો ભરોસો હીરાભાઈ જોટવાએ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
હીરાભાઈ જોટવાનો ગીર સોમનાથના પ્રવાસ
ADVERTISEMENT
જ્યારથી કોંગ્રેસે લોકસભા બેઠક પર હીરાભાઈ જોટવાની ઉમેદવારી જાહેર કરી છે ત્યારથી જાહેર મંચ પરથી સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દેખાયા નથી. જેથી કોંગ્રેસમાં અંદરોઅંદર કકળાટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે હીરાભાઈ જોટવાને પ્રશ્ન પૂછતાં વિમલ ચુડાસમા કોંગ્રેસના કામમાં સતત લાગી ગયા છે. તથા વિજય માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જુનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જોટવા વચ્ચે રાજકીય જંગ
ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ત્રીજી વખત પસંદગી કરી છે તો કોંગ્રેસે આહિર આગેવાન અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા હીરાભાઈ જોટવાને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો કાર્યકર્તા સંમેલન અને ગ્રુપ મીટીંગ દ્વારા ચૂંટણી પ્રચારને ધીમે ધીમે આગળ ધપાવી રહ્યા છે ત્યારે આજે કોડીનાર કાર્યકર્તા સંમેલનમાં આવેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા એ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને લઈને નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે વિમલ ચુડાસમા કોંગ્રેસના કામમાં સતત લાગી ગયા છે દરરોજ તેમની સાથે મુલાકાત થાય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.