બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Skymet predicts an average of 34 inches of rain in September

વાતાવરણ / સામાન્ય કે પછી...! આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? જાણો શું કહે છે સ્કાયમેટની આગાહી

Dinesh Chaudhary

Last Updated: 07:00 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે મુજબ જૂનથી લઇને સપ્ટેમ્બરમાં સરેરાશ 34 ઇંચ વરસાદ વરસે તેવી શકયતા છે

આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 868.6 મીમી વરસાદ થવાની સંભાવના છે. અનુમાન મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની ટકાવારી 96-104 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. નોંધનીય છે કે આ પહેલા 12 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી આગાહીમાં એજન્સીએ ચોમાસું સામાન્ય રહેવાની વાત પણ કરી હતી. 

'વરસાદની શકયતા 90-104 ટકા રહેવાનો અંદાજ'
ચોમાસાને લઇને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યો છે. દેશમાં આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે મુજબ જૂનથી લઇને સપ્ટેમ્બરમાં સરેરાશ 34 ઇંચ વરસાદ વરસે તેવી શકયતા છે. ચમાસા દરમિયાન વરસાદની શકયતા 90-104 ટકા રહેવાનો અંદાજ છે. વરસાદની શરૂઆત થોડી મોડી થવાની સંભાવના પણ આગાહી કરાઈ છે.

'ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ છે'
સ્કાયમેટે જણાવ્યું કે, અલનીનો હવે લા નીનોમાં પરિવર્તિત થઇ રહ્યો છે. જેથી ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ છે.  મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રમાં વરસાદ ખુબ સારો રહેવાના અણસાર વ્યક્ત કર્યા છે. જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન બિહાર,ઝારખંડ ઓડિશામાં વરસાદ ઓછો રહેશે. ચોમાસાની સાથે લૂ પણ વર્તાવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે

વાંચવા જેવું: 'કોંગ્રેસની લડત ડિપોઝિટ બચાવવાની છે, નહીં કે જીતવાની', રાજકોટથી ચૂંટણી લડવા મુદ્દે ભરત બોઘરાનું મોટું નિવેદન

હીટ વેવ રહેવાની શક્યતાઓ
ચોમાસાની સાથે હીટ વેવ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે, ઓગસ્ટથી જૂન દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 10 થી 20 દિવસ સુધી ગરમી રહી શકે છે. સામાન્ય રીતે આ સમયગાળો 4 થી 8 દિવસ સુધી ચાલે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Skymet Weather Skymet Weather Forecast gujarat wethar update monsoon forecast ચોમાસાની આગાહી Skymet Weather Forecast
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ