બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Bharat Boghra big statement on contesting elections from Rajkot

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસની લડત ડિપોઝિટ બચાવવાની છે, નહીં કે જીતવાની', રાજકોટથી ચૂંટણી લડવા મુદ્દે ભરત બોઘરાનું મોટું નિવેદન

Dinesh Chaudhary

Last Updated: 05:14 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lok sabha elections 2024: ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું કે, પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ. કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે

રાજકોટ લોકસભાની બેઠક પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની ચૂંટણી લડવાને લઇ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ. કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે. રાજકોટ કોંગ્રેસનો ઉમેદાવાર કોઇ બીજો હોત તો ડિપોઝિટ પણ જાત.હાલમાં કોંગ્રેસની મથામણ ડિપોઝિટ બચાવવાની છે જીતવાની નહી.

ભરત બોઘરાએ શું કહ્યું ?

ભરત બોઘરાએ કહ્યું કે, આ લોકશાહીનો આ પર્વ છે. આ ચૂંટણી લડવા માટે અમે આવકારીએ છે. રાહુલ ગાંધી આવે કે, સોનિયા ગાંધી કે પછી પરેશ ધાનાણી આવે તે અમારા માટે સન્માનીય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈ પેજ કમિટીથી લઈ પ્રદેશ કક્ષાએ સંગઠનની ટીમ કામ કરી રહી છે. રાજકોટ બેઠકની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલાનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે. લોકોને જે રીતનો પ્રેમ છે તે રીતે આ સિટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાના છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજકોટ કોંગ્રેસમાં કોઈ ચૂંટણી લડવા માટે પણ તૈયાર ન હતો ત્યારે કોંગ્રેસ અત્યારે જીતવવા માટે નહી ડિપોઝિચ બચાવવા મથામણ કરી રહ્યું છે. 

વાંચવા જેવું: કાજલ હિંદુસ્થાની મુદ્દે DySPનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું 'મોરબીની કોઈ પણ કોલેજમાં...'

પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા તૈયારી દર્શાવી

અત્રે જણાવીએ કે,  રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર માહોલ ગરમાયો છે. ચૂંટણી લડવાની ના પાડતા પરેશ ધાનાણીને કોંગ્રેસના આગેવાનો મનાવવા ગયા હતા. જેમાં કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Lok Sabha seat Rajkot News lok sabha elections 2024 કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Elections 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ