બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Morbi DySP on the issue of Kajal Hindustani statement
Last Updated: 04:45 PM, 9 April 2024
પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેતી કાજલ હિંદુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભારે ઓક્રોશ ફેલાયેલો છે. ત્યારે મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પનારાએ પોલીસ ફરિયાદ નોંધાવી. મનોજ પનારાએ મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્થાની સામે ઝીરો FIR દાખલ કરી હોવાનું જણાવ્યું હતું. જે સમગ્ર વિવાદને લઇ મનોજ પનારાએ કાજલ હિંદુસ્તાની સામે જાહેરમાં માફી માગવાની પણ માગ કરી હતી. ત્યારે હવે મારબીના DySP કાજલ હિંદુસ્થાની વીડિયોમાં જે દાવો કરે છે તે ખોટો હોવાનો ગણાવ્યો છે.
ADVERTISEMENT
પાટીદાર મહાસંમેલન પહેલા DySPનો ખુલાસો
મોરબીના પાટીદારની દીકરીઓના ચારિત્ર્ય વિશે કાજલ હિંદુસ્થાની બોલ્યા હતા. જે મામલે મોરબી DySPએ કહ્યું કે, મોરબીની કોઈપણ કોલેજમાં કાજલ હિંદુસ્થાનીના દાવા મુજબની ઘટના બની નથી. કાજલ હિંદુસ્થાનીએ કોલેજનું નામ આપ્યા વિના નિવેદન આપ્યું હતું. અત્રે જણાવીએ કે, કાજલ હિંદુસ્થાનીના નિવેદન પછી પાટીદારોમાં રોષ શમ્યો નથી. આજે મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે તો બીજી તરફ કાજલ હિંદુસ્થાની સામે પાટીદારોના મહાસંમેલન પહેલા મોરબી DySPનું નિવેદન ફરી ચર્ચા તેજ કરી છે.
ADVERTISEMENT
DySPનું નિવેદન
DySPએ કહ્યું કે, મોરબી પોલીસને તાજેતરમાં જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર જુદા માધ્યમથી એક એવો મેસેજ સર્કુલેટ કરવામાં આવ્યો છે કે, મોરબી જિલ્લાની એક જ કોલેજની સાત સાત દીકરીઓને વિધર્મીઓ ભગાડીને લઈ ગયેલ છે. જેવા વીડિયો પણ વાયરલ થયેલ છે. આ અંગે મોરબી પોલીસ તરફ જણાવવામાં આવે છે કે, એવો કોઈ કિસ્સો મોરબી પોલીસમાં નોંધાયેલો નથી.
કાજલ હિન્દુસ્થાનીએ શું નિવેદન આપ્યું હતું?
કાજલ હિન્દુસ્થાનીએ મોરબીની પટેલ દીકરી વિશે બોલ્યા હતા. 7 દીકરીનો નામ વિના ઉલ્લેખ કર્યો હતો. પટેલ સમાજની 7 દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિફ્ટ કરે છે. દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેવું તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
કાજલ હિન્દુસ્થાની કોણ છે?
કાજલ હિન્દુસ્થાની સામાજિક કાર્યકર છે
સોશિયલ મીડિયામાં વર્ષ 2016થી તેઓ પ્રસિદ્ધિ મળી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસની બનાવનો આઘાત લાગ્યો
JNUમાં લાગેલા નારા બાદ વિચાર આવ્યો કે વિરોધ ન કરીએ તે કેમ ચાલે?
આ ઘટના બાદ ફેસબૂક પર પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યુ
મક્કમતાની સાથે પોતાના વિચારમાં ઝનૂન દેખાતું ગયું
કાજલ હિન્દુસ્થાની PM મોદીના પ્રશંસક બન્યા,સમર્થક બન્યા
સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે
પિયર પક્ષમાં કાજલ હિન્દુસ્થાનીની અટક ત્રિવેદી હતી
કાજલબેનના લગ્ન જામનગરના બિઝનેસ મેન જ્વલંગ શિંગાળા સાથે થયા
જાહેરજીવનમાં તેમની ઓળખ કાજલ હિન્દુસ્થાની તરીકે છે
વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયમાં કાજલ હિન્દુસ્થાની લોકપ્રિય છે
કાજલ હિન્દુસ્થાનીને પોતાના નિર્ભિક વિચારોને કારણે અનેક વખત ધમકી મળી છે
પરંતું રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાને લઇને તેઓ પોતાના વિચારોને ક્યારેય અટકાવ્યા નથી
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.