ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Bhaniya who was blinded by love in Surat fatally attacked his maternal uncle and killed him

ક્રાઈમ / ભાઈ-બહેનનાં સબંધને શર્મસાર કરતી ઘટનામાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમ સબંધમાં અંધ બની ભાણાએ કરી મામાની હત્યા

Published By: Vishal Khamar

Last Updated: 03:45 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં દિન પ્રતિદિન હત્યાઓનાં બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં ભાઈ-બહેનનાં સબંધને લાંછન લગાડતી ઘટનાં પ્રકાશમાં આવી છે. જેમાં સગા મામાની દીકરીને ભાણીયો ભગાડી લઈ જતા મામલો બિચક્યો હતો. જે બાદ પ્રેમમાં અંધ બનેલ ભાણીયા દ્વારા મામા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમગ્ર બાબતે પુણા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

ભાવગનરનાં નસીતપુરા ગામે રહેતા  મનસુખભાઈ વાઘેલા (ઉ.વર્ષ.50) ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમજ તેમના નાના ભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વર્ષ.45) જેઓની દીકરીને સુરત ખાતે રહેતા તેમની જ બહેનનો દીકરો  વિશાલ 20 દિવસ પહેલા ભગાડીને લઈ ગયો હતો. જે બાદ યુવતીને તેનાં પરિવારજનો સમજાવી પરત ઘરે લઈ આવ્યા હતા. અને આઠ દિવસમાં યુવતીનાં અન્ય જગ્યાએ લગ્ન પણ કરાવી દીધા હતા. યુવતીનાં લગ્નને હજુ સાત માસનો જ સમય થયો હતો ત્યાં જ યુવક ફરી યુવતીને ભગાડી સુરત લઈ ગયો હતો. જે બાબતની જાણ મનસુખભાઈ અને બાબુભાઈને થતા તેઓ તેમનાં દીકરા વિક્રમ સાથે ભાવનગરથી સુરત આવ્યા હતા. જે બાદ તેઓએ વિશાલ અને તેમની દીકરીની તપાસ હાથ ધરતા તેઓ પુણા ગામ વિસ્તારમાાં નીલગીરીમાં હોવાની માહિતી મળતા મનસુખભાઈ અને બાબુભાઈ ત્યાં પહોંચ્યા હતા. 

આ સમગ્ર ઘટનાની જાણ પુણા પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી
જે બાદ મનસુખભાઈ અને બાબુભાઈ બંનેએ નીલગીરી ઝૂંપડપટ્ટી પાસે પહોંચ્યા હતા અને ત્યાં વિશાલ તેમજ તેમની દીકરી અંગે પૂછપરછ હાથ ધરી હતી. તે દરમ્યાન અચાનક જ વિશાલ સહિત સાત જેટલા લોકો દ્વારા મનસુખભાઈ, બાબુભાઈ તેમજ તેમનાં દીકરા વિક્રમ પર હુમલો કર્યો હતો. જેથી બાબુભાઈને ઈજાઓ પહોંચી હતી. તેમજ મનસુખભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.  આ સમગ્ર ઘટનાની જાણ પુણા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો. જે બાદ બાબુભાઈને પણ 108 મારફતે તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  બાબુભાઈ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે હાલ પુણા પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ વાંચોઃ ધોળકાના ભોળાદ સુરાપુરા ધામમાં 23 એપ્રિલે યોજાશે પાટોત્સવ, હજારો સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ શરૂ

પોલીસે ચાર આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરીઃ પી.કે.પટેલ (એસીપી, સુરત પોલીસ)
આ સમગ્ર બાબતે એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે,  આ કામનાં આરોપીઓ તેમજ ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને પક્ષનાં ફરિયાદી તેમજ આરોપી એક જ જ્ઞાતિનાં હોઈ બોલાચાલી થતા ઉશ્કેરાટમાં આવી જઈ આ કામનાં આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી, પાઈપ તેમજ છુટા પથ્થર મારી અને આ કામનાં ફરિયાદીનાં મોટા બાપાને માથાનાં ભાગે ગંભીર ઈજા કરેલી અને તેઓ મરણ ગયેલા તેમજ ફરિયાદીનાં પિતાને પણ આ મારા મારી દરમ્યાન માથાનાં ભાગે ઈજા થયેલી અને ફરિયાદીને હાથનાં ભાગે લાકડું વાગવાથી ઈજા પહોંચી હતી.   અને આ કામે તાત્કાલીક પુણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.  તેમજ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Surat News bhavnagar news love affair murder surat જીવલેણ હુમલો પ્રેમ સબંધ ભાવનગર સમાચાર સુરત સુરત સમાચાર surat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ