બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Patotsav will be held on April 23 at Bholad Surapura Dham in Dholka

અમદાવાદ / ધોળકાના ભોળાદ સુરાપુરા ધામમાં 23 એપ્રિલે યોજાશે પાટોત્સવ, હજારો સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ શરૂ

Vishal Khamar

Last Updated: 02:26 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ ભોળાદ ગામે સુરાપુરા ધામનો વાર્ષિક પાટોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. અત્યારે રાત-દિવસ સ્વયંસેવકો 23 એપ્રિલનાં રોજ પાટોત્સવની તૈયારીઓ કરી રહ્યા છે.

અમદાવાદના ધોળકા નજીક આવેલું સુપ્રસિદ્ધ સુરાપુરાધામ ભોળાદ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સુરાપુરાધામમાં શ્રદ્ધા રાખનારા લાખો ભક્તો ભોળાદ દર્શને આવે છે. તેમાં પણ ખાસ કરીને સોમવારે અને મંગળવારે તો ભક્તોની મેદની ઉમટી પડે છે. અહીં આવતા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના માટે હજારો સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના ખડે પગે સેવા કરે છે. દાદા તરીકે ખ્યાતિ પામેલા દાનભા પોતે પણ સ્વયંસેવકો સાથે લોકોની સેવામાં જોડાઈ જાય છે. હાલ ભોળાદમાં વાર્ષિક પાટોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવને ભવ્ય બનાવવા સ્વયંસેવકો જોતરાઈ ગયા છે. આગામી પાટોત્સવમાં 5 લાખથી વધુ લોકો આવવાનો ટારગેટ છે. જેને લઈને તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે. 23 એપ્રિલે થનારા પાટોત્સવને લઈને મંડપ અને પ્રસાદીઘરમાં ધમધમાટ શરૂ થયો છે.

પાટોત્સવ દરમ્યાન 24 કલાક રસોડું ચાલુ રહેશેઃ સ્વયંસેવક
આ બાબતે સ્વયંસેવક ધ્રુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણે આ ત્રણ દિવસ તો રસોડું ચાલુ જ રહેતું હોય છે. પણ આ પાટોત્સવમાં આપણે કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા. ત્યારે 24 કલાક રસોડું ચાલું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણું આયોજન પાંચ થી સાત લાખનું છે.  તેમજ 24 કલાક રસોડું ચાલુ રહેશે. પાટોત્સવ સાંજે ચાલુ થશે.  બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી આપણું રસોડું ચાલુ રહેશે. 

વધુ વાંચોઃ રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે ધાનાણી લડશે ચૂંટણી, કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જામશે જંગ

આ વખતે પાટોત્સવમાં વિશેષ આયોજનઃ સ્વયંસેવક
સ્વયંવેસકે જણાવ્યું હતું કે, આ વખતે પાટોત્સવનું જે આયોજન થયું છે. તો જોરદાર રીતે કામ થઈ રહ્યું છે. તે સાત વર્ષથી જે પાટોત્સવ થાય છે. તેનાથી અલગ પાટોત્સવ થશે. જે લોકો અહીંયા આવશે જોવા માટે આ વખતે પાટોત્સવમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ