બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026ના પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ, CSKના કમબેકથી મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં
Last Updated: 05:42 AM, 15 April 2026
ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 32 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં આઠમું સ્થાન મેળવી લીધું છે. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 192 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કેકેઆરની ટીમ 20 ઓવરમાં માત્ર 160 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ચેન્નઈના હવે 4 પોઈન્ટ્સ થઈ ગયા છે. બીજી તરફ આ મેચના પરિણામ બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવમા સ્થાને ફેંકાઈ ગઈ છે, જ્યારે કેકેઆરની ટીમ હજુ પણ ટેબલમાં છેલ્લા સ્થાને યથાવત છે.
ADVERTISEMENT
The sweet taste of a home victory 🥳
— IndianPremierLeague (@IPL) April 14, 2026
Making it two massive wins in a row ✌️ @ChennaiIPL are 𝘽𝙪𝙞𝙡𝙙𝙞𝙣𝙜 𝙩𝙝𝙚 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙪𝙢 in front of the home fans 💛
Scorecard ▶️ https://t.co/jWkXVCPxj5#TATAIPL | #KhelBindaas | #CSKvKKR pic.twitter.com/JhCmZ7wsD1
મેચની વિગતો મુજબ, ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 192 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. ચેપૉકની પિચ પર સીએસકેના બેટ્સમેનોએ સંભાળીને શરૂઆત કરી હતી અને બાદમાં આક્રમક બેટિંગ કરીને કેકેઆરના બોલરો પર દબાણ બનાવ્યું હતું. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ શરૂઆતથી જ મુશ્કેલીમાં જોવા મળી હતી. સીએસકેના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને કેકેઆરના બેટ્સમેનોને મોટા શોટ્સ રમવાની તક આપી નહોતી. પરિણામે કેકેઆરની ટીમ 20 ઓવરના અંતે 160 રન સુધી જ પહોંચી શકી હતી અને ચેન્નઈએ 32 રને મેચ જીતી લીધી હતી.
ADVERTISEMENT
𝙏𝙪𝙧𝙣𝙞𝙣𝙜 the tide @ChennaiIPL's way 💛
— IndianPremierLeague (@IPL) April 14, 2026
Noor Ahmad is the Player of the Match for his impressive spell of bowling tonight 🕸️
Scorecard ▶️ https://t.co/jWkXVCPxj5#TATAIPL | #KhelBindaas | #CSKvKKR | @noor_ahmad_15 pic.twitter.com/BbGq2HBQJO
આ જીત બાદ આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હવે ટેબલમાં ૮માં સ્થાને પહોંચી ગઈ છે. ચોથા સ્થાને રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને સીએસકે બંનેના સમાન 4-4 પોઈન્ટ્સ છે, પરંતુ નેટ રન રેટ ઓછો હોવાને કારણે ચેન્નઈ અત્યારે નીચેના ક્રમે છે. આ મેચમાં કેકેઆરની હારને કારણે મુંબઈ ઈન્ડિયન્સને મોટું નુકસાન થયું છે. મુંબઈની ટીમ હવે એક સ્થાન નીચે ઉતરીને ૯મા ક્રમે આવી ગઈ છે, જે તેમના પ્લેઓફના સપના માટે મોટો આંચકો ગણી શકાય.
ADVERTISEMENT
પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, રાજસ્થાન રોયલ્સની ટીમ હજુ પણ ટોચના સ્થાને મજબૂતીથી યથાવત છે. પંજાબ કિંગ્સ બીજા ક્રમે છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ત્રીજા સ્થાને પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચુકી છે. દિલ્હી કેપિટલ્સ 5માં અને ગુજરાત ટાઇટન્સ 6ઠ્ઠા સ્થાને છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ અત્યારે 7માં ક્રમે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સીઝન અત્યાર સુધી અત્યંત ખરાબ રહી છે અને તેઓ હજુ પણ 10માં એટલે કે છેલ્લા સ્થાને સંઘર્ષ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ જીત સંજીવની સમાન છે, કારણ કે સીઝનની શરૂઆતમાં સતત ત્રણ હાર બાદ ટીમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો. જોકે, હોમ ગ્રાઉન્ડ પર બેક-ટુ-બેક જીત મેળવીને ઋતુરાજની સેનાએ સાબિત કરી દીધું છે કે તેઓ હજુ પણ રેસમાં છે. આગામી મેચોમાં જો ચેન્નઈ પોતાનો નેટ રન રેટ સુધારે છે, તો તેઓ ટોપ-4માં સ્થાન મેળવવાની નજીક પહોંચી શકે છે. બીજી તરફ મુંબઈ અને કેકેઆર જેવી મોટી ટીમો માટે હવે દરેક મેચ 'કરો અથવા મરો' જેવી સ્થિતિમાં આવી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.