બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM મોદીએ એશિયાની સૌથી લાંબી વાઈલ્ડલાઈફ કોરિડોરનું લોકાર્પણ કર્યું, 2.5 કલાકમાં દિલ્હીથી દેહરાદૂન
Last Updated: 03:40 PM, 14 April 2026
Delhi Dehradun Expressway: ઉત્તર ભારતના પરિવહન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે આ સિક્સ લેન એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કરવામાં આવ્યો. અંદાજે 12000 કરોડના ખર્ચે બનેલો આ માર્ગ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચેની દૂરીઓને નોંધપાત્ર રીતે ઘટાડશે. આ પ્રોજેક્ટ દેશના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના દિશામાં એક મજબૂત પગલું માનવામાં આવે છે.
ADVERTISEMENT
કાર્યક્રમ પહેલા વડાપ્રધાને સહારનપુર ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ દેહરાદૂન નજીક આવેલા દાત કાળી મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી. બપોરે દેહરાદૂનમાં આયોજિત સમારંભમાં એક્સપ્રેસ-વેને દેશને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિકાસ સાથે પર્યાવરણ અને સંસ્કૃતિને પણ મહત્વ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
PM મોદીએ એશિયાની સૌથી લાંબી વાઈલ્ડલાઈફ કોરિડોરનું લોકાર્પણ કર્યું, દિલ્હીથી દેહરાદુન 2.5 કલાકમાં પહોંચી જવાશે, #PMModi #IndiaInfrastructure #WildlifeCorridor #DelhiDehradun #BreakingNews #IndiaNews #Development #Infrastructure #Trending #VTVDigital pic.twitter.com/9BehPISRgj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 14, 2026
ADVERTISEMENT
#WATCH | Prime Minister Narendra Modi holds a roadshow in Saharanpur, Uttar Pradesh, as he is en route to Dehradun, where he will shortly inaugurate the Delhi–Dehradun Economic Corridor today.
— ANI (@ANI) April 14, 2026
The corridor will reduce travel time between Delhi and Dehradun from over 6 hours to… pic.twitter.com/vNIkfgH6Nj
આ એક્સપ્રેસ-વેના કારણે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. હાલમાં દિલ્હીથી દેહરાદૂન પહોંચવામાં લગભગ 6 કલાક લાગે છે. જે હવે માત્ર 2.5 કલાકમાં પૂર્ણ થશે. માર્ગ પર 10 ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવરબ્રિજ, 4 મોટા પુલ અને 12 વે-સાઇડ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી મુસાફરોને વધુ સુરક્ષા અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પ્રોજેક્ટ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. રાજાજી નેશલ પાર્ક વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે અલગ માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. દાત કાલી મંદિર નજીક 370 મીટર લાંબી સુરંગ પણ બનાવવામાં આવી છે. આ એક્સપ્રેસ-વેના કારણે હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જેવા પર્યટન સ્થળો સુધી પહોંચવું સરળ બનશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.