ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પહેલા હાથ મિલાવ્યો, અને પછી ખડગેએ એવું શું કહ્યું કે PM મોદી હસી પડ્યાં

Video / પહેલા હાથ મિલાવ્યો, અને પછી ખડગેએ એવું શું કહ્યું કે PM મોદી હસી પડ્યાં

Published By: Priykant Shrimali

Last Updated: 03:22 PM, 14 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Video : પ્રધાનમંત્રી મોદી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે વચ્ચે ટૂંકી વાતચીત થઈ, જેમાં બંનેએ એકબીજાને અભિવાદન આપ્યું અને પછી હસતા જોવા મળ્યા

ADVERTISEMENT

PM Modi Video : ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સંસદ સંકુલના પ્રેરણા સ્થળે આયોજિત કાર્યક્રમ દરમિયાન આજે એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. વાસ્તવમાં નરેન્દ્ર મોદી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સંસદમાં જોવા મળેલી એક હળવી અને સૌહાર્દપૂર્ણ ક્ષણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી અને ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે વચ્ચે ટૂંકી વાતચીત થઈ, જેમાં બંનેએ એકબીજાને અભિવાદન આપ્યું અને પછી હસતા જોવા મળ્યા.

આ કાર્યક્રમમાં ઓમ બિરલા, કિરેન રિજિજુ અને સીપી રાધાકૃષ્ણન સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરેકે પોતાના રીતે આંબેડકરના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પણ પ્રધાનમંત્રી મોદીને રાહુલ ગાંધી સાથે સંસદમાં હળવી ચર્ચા કરતા જોવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે રાજકીય મતભેદ હોવા છતાં વ્યક્તિગત સ્તરે સૌજન્ય જળવાયેલું રહે છે.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંદેશમાં આંબેડકરના યોગદાનને યાદ કરતા કહ્યું કે, તેમના વિચારો અને કાર્ય આજે પણ દેશને પ્રેરણા આપે છે. તેમણે દેશ નિર્માણમાં આંબેડકરના અવિસ્મરણીય યોગદાનને વખાણ્યું.

આ પણ વાંચો : કોરોના કાળની જેમ બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન

બીજી તરફ ખડગેએ આંબેડકરને દ્રષ્ટાવાન નેતા ગણાવ્યા અને જણાવ્યું કે, તેમણે ભારતને બંધારણીય મૂલ્યો આપ્યા છે. તેમણે લોકોને આ મૂલ્યોનું સંરક્ષણ કરવાની અપીલ પણ કરી. સાથે જ રાહુલ ગાંધીએ પણ આંબેડકરના આદર્શોને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Video Modi Kharge Meeting Ambedkar Jayanti Event

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ