બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / કોરોના કાળની જેમ બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન

નેશનલ / કોરોના કાળની જેમ બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન

Nirav Kumar

Last Updated: 04:17 AM, 14 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી ભારતમાં MSMEs પર મોટો ફટકો પડ્યો છે. આથી હવે ઇન્ડિયન બેંક્સ એસોસિએશને 'ઓપ્ટ-ઈન' રિપેમેન્ટ મોરેટોરિયમ પ્રસ્તાવ લાવ્યો છે.

મિડલ ઇસ્ટમાં તણાવની સીધી અસર ભારતીય ઇન્ડસ્ટ્રી પર પડી રાઈ લાગી છે. જેમાં સ્મોલ એન્ડ મીડીયમ ઇન્ડસ્ટ્રી (MSMEs) મોટા ઝટકાનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ નાના વેપારીઓને રાહત આપવા માટે 'ઓપ્ટ-ઈન' રિપેમેન્ટ મોરેટોરિયમ (લોનના હપ્તા ભરવામાં કામચલાઉં રાહત) નો પ્રસ્તાવ રજુ કર્યો છે.

  • કેમ પડી રહી છે મોરેટોરિયમની જરૂર?

અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેના લીધે MSMEમાં બનતા માલની ડીમાંડ ઘટી છે. આ સિવાય એક્સપોર્ટમાં મોડું થવાથી વેપારીઓની કમાણી પર અસર થઇ રહી છે અને તેમની લોન ચૂકવવાની ક્ષમતા ઘટવાથી નાના યુનિટ બંધ થવાનું જોખમ વધ્યું છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કોરોના સમયે જ્યારે RBI એ હપ્તા પર રોક લગાવી હતી ત્યારે બેડ લોન (NPA) માં અપેક્ષાથી ઓછો વધારો થયો હતો. આ સફળતાને જોતા અત્યારના યુદ્ધ સંકટ સમયે પણ આવી રાહત આપવી જરુરી બની છે.

vtv app promotion
  • RBIનું વલણ

આ પ્રસ્તાવ પર RBIએ ટૂંક સમયમાં નિર્ણય લેવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે એક્સપોર્ટર્સને રાહત આપવા માટે અગાઉથી જ 30 જૂન સુધી એક્સપોર્ટ લોન પર રીલીફ જાહેર કર્યું હતું.

  • MSME પર દેવાનો બોજો

MSME સેક્ટરમાં કુલ 67.6 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ આંકડા SIDBI ના ડિસેમ્બર 2025 ના રિપોર્ટમાંથી લેવાયા છે. જેમાં ગત વર્ષની તુલનામાં આ લોનમાં 16% નો વધારો થયો છે. આ સિવાય લોન ભરવાની ક્વોલીટીમાં સુધારો થયો છે અને બાકી હપ્તાઓનો દર ઘટીને 1.87% ના લેવલે પહોંચ્યો છે.

વધુ વાંચો : સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં સમયે RBI એ શરૂઆતમાં ત્રણ મહિના માટે લોન મોરેટોરિયમ અને બાદમાં 31 ઓગસ્ટ 2020 સુધી પણ લોન મોરેટોરિયમ આપ્યું હતું. જો ફરીથી આ નિર્ણય લેવામાં આવે તો નાના વેપારીઓને મોટી રાહત મળી શકે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MSMEs IBA Global Supply
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ