બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 09:52 AM, 14 April 2024
બોલિવૂડ સ્ટાર્સનો ચાહકો વચ્ચે આટલો ક્રેઝ છે કે ઘણા લોકો એમના જેવા દેખાવવા માટે ઘણી મહેનત કરતાં હોય છે. આવા ઘણા લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને તમે ઘણા બોલિવૂડ સ્ટાર્સના હમશકલ જોયા જ હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શાહરૂખ ખાન, સલમાન ખાન, કેટરિના કૈફ અને ઐશ્વર્યા રાય અને અન્ય સ્ટાર્સના ઘણા એવા હમશકલ સામે આવી ગયા છે, એવામાં હવે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી એક છોકરીની તસવીર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. એ વાત તો જાણીતી જ છે કે આઈપીએલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન મેચ જોવા આવતા ઘણા લોકોના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. શ્રદ્ધા કપૂર જેવી દેખાતી આ છોકરી પણ IPL મેચ જોવા માટે આવી હતી જ્યાં કેમેરા તેની નજરે પડ્યા અને લોકોએ તેની સરખામણી અભિનેત્રી સાથે કરવા લાગ્યા હતા.
11 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ હતી. આ દરમિયાન યુવતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેણે સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેના ચહેરાના બંધારણથી લઈને તેના હાસ્ય સુધી તે શ્રદ્ધા કપૂર જેવી જ દેખાતી હતી. આ તસવીર વાયરલ થતાં અભિનેત્રીએ પણ આ સમાચાર પોસ્ટ કર્યા હતા.
શ્રદ્ધાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ ફની હોય છે. તેણે એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે IPL મેચ દરમિયાન શ્રદ્ધા કપૂરની હમશકલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમાચારથી શ્રદ્ધા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને તેણે લખ્યું હતું કે, 'અરે, હું જ છું.' આગળ તેણે હસતું ઇમોજી બનાવ્યું હતું.
વધુ વાંચો: સલમાન ખાનની ઘર બહાર ફાયરિંગ થતાં હડકંપ, ગેલેક્સી એપાર્ટમેન્ટમાં મચી અફરાતફરી
'વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધાની પાછલી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' હતી. આમાં તેની જોડી રણબીર કપૂર સાથે હતી. ભિનેત્રીની આગામી હોરર કોમેડી 'સ્ત્રી 2'ની રિલીઝની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીનો સમાવેશ થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.