ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ATS-SOG પોલીસનું મેગા ઓપરેશન: તપાસમાં ઝડપાયું ઇન્ટરનેશનલ કોલનું મસમોટું કૌભાંડ, જાણો

સુરત / ATS-SOG પોલીસનું મેગા ઓપરેશન: તપાસમાં ઝડપાયું ઇન્ટરનેશનલ કોલનું મસમોટું કૌભાંડ, જાણો

Last Updated: 01:45 PM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસ તેમજ સુરત પોલીસને મળેલ માહિતી મુજબ ગત રોજ સુરતનાં અડાજણ વિસ્તારમાં રેડ કરવામાં આવતા ઈન્ટરનેશલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનાં રેકેટનાં પર્દાફાશ થયો હતો.

ADVERTISEMENT

ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવામાં આવતી હોવાની માહિતી ગુજરાત એટીએસ તેમજ સુરત પોલીસને મળતા પોલીસ દ્વારા સુરતનાં અડાજણ તેમજ વેસુ વિસ્તારમાં આવેલ બે ઓફીસોમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં જીયો કંપની તરફથી આપવામાં આવેલી SIP LINE માં વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરાતા હતા. તેમજ જે ઈન્ટરનેશનલ કોલને કોલક કોલમાં કન્વર્ટ કરી ભારત સરકારને આર્થિક નુકસાન કરાતું હતું. ત્યારે JIO કંપની તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જીઓ કંપનીનાં ઓર્થોરાઈઝડ કર્મચારી દ્વારા હોમસેટ અપ એન્ડ પ્લાનર પ્રાઈવેટ લિમિટેડ કંપનીનાં ઓર્થોરાઈઝ વ્યક્તિ તરીકે હોવાનું બહાર આવવા પામ્યું હતું.

હોમસેટ અપ લેન્ડ પ્લાનર પ્રાઈવેટ લિમિટેડ કંપનીનાં ઓર્થોરાઈઝ વ્યક્તિ તરીકે ભગતસિંહ ઈન્દ્રસિંહ પરમાર હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે સન ઈન્ફ્રા સાઈટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનાં ઓર્થોરાઈઝ વ્યક્તિ તરીકે સોની પાલ અનુભવ શ્રીવાસ્તવનું નામ સામે આવ્યું હતું. બંને વિરૂદ્ધ ફરિયાદ લઈ અડાજણ અને વેસુની એક્ચ્યુઅલટ સોપર્સની ઓફીસ નંબર 316 માં તપાસ કરાઈ હતી. જ્યાંથી સીપીયુ, રાઉટર, ડોંગલ અને મોડેમ કબજે કરાયું હતું.

ઓફિસોમાં SIP LINE ઝડપી પાડવામાં

ત્યારે આ સમગ્ર બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ બંને ઓફીસોમાં એક નાનકડી રૂમ રાખી કોમ્પ્યુટર સીપીયુ સહિત સિસ્ટમ ફીટ કરવામાં આવી હતી. હમણાં સુધી ઈન્ટરનેશનલ કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરવાનાં રેકેટમાં તપાસ કરવામાં આવી હતી.

વધુ વાંચોઃ 'Man Not ATM', હવે પતિઓ મેદાને ચડ્યાં! પોતાને ગણાવ્યા પત્ની પીડિત પુરુષ, ઉઠી અનોખી માંગ

250 લાઈન એક્ટિવેટ કરાવી ખેલ કરાતો

અડાજનનાં જોયોઝ હબમાં જીઓ કંપની 500 લાઈન લેવામાં આવી હતી. જ્યારે વેસુની ઓફીસમાં 250 લાઈન એક્ટિવેટ કરાવી ખેલ કરાયો હતો. જે લાઈનથી ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલ કન્વર્ટ કરવામાં આવતા હતા. ટેલિકોમ સર્વિસ કંપની અને ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે છેતરપીંડી કરવામાં આવતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Call Center ATS Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ