ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'Man Not ATM', હવે પતિઓ મેદાને ચડ્યાં! પોતાને ગણાવ્યા પત્ની પીડિત પુરુષ, ઉઠી અનોખી માંગ

સુરત / 'Man Not ATM', હવે પતિઓ મેદાને ચડ્યાં! પોતાને ગણાવ્યા પત્ની પીડિત પુરુષ, ઉઠી અનોખી માંગ

Last Updated: 12:05 PM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી લીધી. આ ઘટના સામે આવ્યા બાદ પત્ની-પીડિત પતિઓએ ગુજરાતના સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું.

ADVERTISEMENT

Surat News: બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા મામલે ગુજરાતના સુરતમાં પત્ની-પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓને મળેલા અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો અને આ સાથે જ પુરૂષો માટે કમિશનની રચના કરવાની પણ માંગ કરી. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે ખોટા કેસોમાં પ્રતાડિત પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.

માહિતી મુજબ સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ પર આ પ્રદર્શન કરવામાં આવ્યું. બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા વીડિયો બનાવીને તેમની પત્ની પર હેરાન કરવાના આરોપ લગાવ્યા હતા. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ. આ સંદર્ભે, કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગની ચર્ચા થઈ રહી છે.

અઠવા લાઈન્સ સર્કલ પર પ્રદર્શનકારીઓએ પ્લે કાર્ડ હાથમાં લઈને અતુલ સુભાષની આત્મહત્યા મામલે વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનકારી પતિઓમાંથી કોઈના પ્લે કાર્ડમાં મેન રાઈટ્સ આર હ્યુમન રાઈટ્સ લખેલું હતું, તો કોઈના પ્લે કાર્ડ પર 2014 થી લઈને 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા. કોઈ સરકારને પુરૂષ પંચની નિમણૂક કરવાની વિનંતી કરી રહ્યું હતું તો કોઈએ લખ્યું હતું કે ફેક કેસ ઇઝ અ ક્રાઈમ અગેન્સ્ટ હ્યુમેનિટી. કોઈ વ્યક્તિએ સેવ ફેમિલી સેવ નેશન લાખીને વિરોધ કર્યો. કોઈએ પ્લેકાર્ડ પર લખેલું હતું - 'Man Not ATM.' પ્રદર્શનકારીઓએ પોતાના અંદાજમાં પુરુષોની પીડા વ્યક્ત કરી.

PROMOTIONAL 12

એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે અતુલ સુભાષે ફેક કેસના કારણે આત્મહત્યા કરી. અમે એને લઈને પ્રદર્શન કરી રહ્યા છીએ. અતુલ સુભાષને ન્યાય મળવો જોઈએ અને પુરુષો માટે એક યોગ્ય કાયદો બનવો જોઈએ. આજની તારીખમાં આવું થઈ રહ્યું છે. ઘણી મહિલાઓ પુરૂષો પર ખોટા કેસ દાખલ કરી રહી છે. કોર્ટમાં સાબિત પણ થઈ જાય છે કે એક કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો, તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી. તેમણે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે પુરૂષો માટે એક કમિશન બને અને પુરૂષોને ન્યાય મળે.

આ પણ વાંચો: ભરૂચના દહેજમાં વધુ એક દુર્ઘટના ઘટી: ગેસ લિકેજ થતા 4 કામદારોનાં મોત નિપજ્યાં

તેમણે જણાવ્યું કે અહીં અમે જેટલા પણ પીડિત છીએ, બધાની પત્નીઓએ ખોટા કેસ કરી રાખ્યા છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છીએ. જ્યાં અમારી ભૂલ નથી, ત્યાં પણ અમારે કોર્ટમાં સાબિત કરવું પડી રહ્યું છે. અમારી સાથે ખોટું થયું છે. અમે ભરણપોષણ આપી રહ્યા છીએ, તેમ છતાં પત્ની અમને બાળકોને મળવા દેતી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે. આ ગેરકાયદેસર એક્સટોર્શન છે, જે જેન્ડર ઇક્વાલિટીના નામે પુરુષો પાસેથી વસૂલવામાં આવે છે. અમારા ઘરમાં પણ માતાઓ અને બહેનોને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. માનસિક ત્રાસથી અમારો પરિવાર પસાર થયો છે જે વર્ણવી શકાય તેમ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Atul Subhash Case Surat Male Protest Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ