બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / આરોગ્ય / Indore man dies after drinking wild milkweed juice to cure hand pain after watching YouTube

સાવધાન / યુટ્યૂબમાં વીડિયો જોઈ ઇલાજ કર્યો તો મોત મળ્યું, ઈંદોરની લાલબત્તી સમાન ઘટના

Dinesh

Last Updated: 11:09 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંદોરમાં એક વ્યક્તિને યુટ્યૂબ જોઈ ઈલાજ કરવાનું ભારે પડી ગયું છે, હાથનો દર્દ દૂર કરવા માટે જંગલી દૂધીનો જ્યૂસ પી લેતા મોત

  • યુટ્યૂબમાં વીડિયો જોઈ ઈલાજ કરતા હોય તો ચેતી જજો
  • ઈંદોરમાં એક વ્યક્તિને યુટ્યૂનો વીડિયો જીવલેણ સાબિત થયો
  • હાથનો દર્દ દૂર કરવા માટે જંગલી દૂધીનો જ્યૂસ પી લેતા મોત


ઈંદોરમાં એક વ્યક્તિને યુટ્યૂબ જોઈ ઈલાજ ભારે પડી ગયું છે. તે વ્યક્તિએ હાથનો દર્દ દૂર કરવા માટે કરવા માટે યૂટ્યૂબમાં વીડિયો જોઈ કરવાનું તેના માટે જીવલેણ સાબિત થયું છે. યુટ્યૂબમાં બતાવ્યા અનુસાર તે વ્યક્તિએ જંગલી દૂધીનો જ્યૂસ પી લીધું હતું જેથી તેની તબિયત લથડી હતી જે બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તે વ્યક્તિનું મોત થયું હતું

પોલીસનું નિવેદન
ઈંદોરના વિજયનગર પોલીસે જણાવ્યા અનુસાર જાન ગામના ધર્મેન્દ્ર નામના વ્યક્તિનું મોત થયું છે જે ડ્રાઈવર છે અને તેની ઉમંર 35 વર્ષની છે. તેનો વતન ખંડવા અને ઈંદોરની સ્વર્ણ સોસાયટીમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર પીએમ રિપોર્ટમાં બાદ મોતનું સાચુ કારણ સામે આવશે પરંતું અત્યારે એવું જાણવા મળી રહ્યું છે જંગલી દૂધીના જ્યૂસ પીવાથી તેનું મોત થયું છે.

યૂટ્યુનો વીડિયો જીવલેણ સાબિત થયો
મૃતકના પરિવારે જણાવ્યું કે થોડા દિવસો પહેલા ધર્મેન્દ્રને હાથ પર ઈજા થઈ હતી જેના કારણે તે ખૂબ જ દર્દ થતું હતું. તેણે ડૉક્ટર પાસેથી સારવાર પણ કરાવી હતી પરંતુ તેને તે દર્દથી રાહત મળી ન હતી. પરિજનોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રએ મોબાઈલમાં યૂટ્યુબ પર સારવાર માટે સર્ચ કર્યું હતું જેમાં તેણે એક વીડિયો મળ્યો હતું કે, જંગલી દુધીનો જ્યુસ પીવાથી શરીરનું દરેક દર્દ દૂર થઈ જાય છે.

ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા
ધર્મેન્દ્રએ પોતેએ જંગલમાંથી દૂધી શોધી લાવી હતી ત્યારબાદ તેનો જ્યૂસ બનાવ્યો અને ત્યાર બાદ તે પીધો હતો.પીતાની સાથે તેને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. ધર્મેન્દ્રને નજીક એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  તબિયત વધુ લથડતા ડોક્ટરોએ તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જે બાદ તેને વધુ સારવાર માટે સરકારી MY હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ધર્મેન્દ્રનો પરિવાર
ધર્મેન્દ્રના પરિવારમાં તેની પત્ની અને બે પુત્ર છે જે તેની સાથે રહે છે તેમજ તેના માતા પિતા અને તેના મોટા ભાઈ ખંડવા પાસેના ગામમાં રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Indore Video YouTube દૂધીનો જ્યૂસ મોત Caution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ