બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:01 AM, 4 February 2026
આજે ભારતીય શેર બજારની શરૂઆત નબળી રહી છે. સવારે BSE સેન્સેક્સ લગભગ 0.5 ટકા ઘટીને 83,300થી નીચે ખુલ્યું. નિફ્ટીમાં પણ લગભગ 52 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે 25,675ના સ્તરથી કારોબાર શરૂ કર્યો છે. મંગળવારે ભારત–અમેરિકા ટ્રેડ ડીલ પછી બજારમાં જબરદસ્ત તેજી આવી હતી પરંતુ આજે બજાર ધીમું અને સુસ્ત દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આજે રોકાણકારોની નજર વૈશ્વિક બજારો પર રહેશે. ખાસ કરીને એશિયાના બજારો કેવી રીતે ચાલે છે અને અમેરિકાના વોલ સ્ટ્રીટમાં ગઈકાલે શું થયું, તે મહત્વનું રહેશે. સાથે જ ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીની કિંમતો પણ બજારની દિશા નક્કી કરી શકે છે. ઉપરાંત, ભારત–અમેરિકા ટ્રેડ ડીલ અને તાજેતરના બજેટની જાહેરાતો પર આવતી પ્રતિક્રિયાઓ પણ બજારને અસર કરી શકે છે.
સવારેના કારોબારમાં મોટા શેરોની સાથે નાના અને મધ્યમ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ લગભગ 0.48 ટકા અને સ્મોલકેપ લગભગ 0.18 ટકા નીચે રહ્યો. સૌથી વધુ નુકસાન IT સેક્ટરને થયું છે. નિફ્ટી IT ઇન્ડેક્સ 5.5 ટકા કરતાં વધુ તૂટ્યો છે. પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ, LTIMindtree, ઇન્ફોસિસ, HCL Tech, Coforge, TCS, Mphasis અને Tech Mahindra જેવા શેરોમાં ભારે વેચવાલી જોવા મળી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકા–ભારત ટ્રેડ ડીલ બાદ આજે કયા શેરોમાં રહેશે હલચલ?, જાણો અહીંયા
ADVERTISEMENT
આજે મોટા ભાગના એશિયાઈ બજારો પણ લાલ નિશાનમાં ખુલ્યા. અમેરિકાના વોલ સ્ટ્રીટમાં ગઈ રાતે ટેક શેરોમાં ભારે વેચવાલી થતાં રોકાણકારો ચિંતિત દેખાયા. જાપાનનો નિક્કેઈ 225 ઇન્ડેક્સ લગભગ 1.2 ટકા સુધી નીચે ગયો. ટોપિક્સ ઇન્ડેક્સ પણ ઘટ્યો. પરંતુ દક્ષિણ કોરિયાનું બજાર અલગ દિશામાં ગયો છે કોસ્પી લગભગ 0.4 ટકા વધ્યો અને કોસડેકમાં 1 ટકા કરતાં વધુ તેજી જોવા મળી.
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.