ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:37 AM, 2 June 2026
ADVERTISEMENT
મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં દબાણ નોંધાયું. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ બજારની ગતિને અસર કરી છે. શરૂઆતના મિનિટોમાં જ રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. સમગ્ર બજાર માહોલમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી હતી.
ADVERTISEMENT
સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ 452થી વધુ અંક ઘટીને 73,815ની આસપાસ પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 153 અંક તૂટીને 23,229ની સપાટીએ આવી ગયો હતો. આ ઘટાડાની સીધી અસર રોકાણકારોની સંપત્તિ પર પડી હતી. બજાર ખુલ્યાના માત્ર એક મિનિટમાં જ રોકાણકારોના અંદાજે 3.75 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિફ્ટી 50માં સૌથી વધુ નુકસાન બજાજ ફાઇનાન્સના શેરને થયું, જેમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત
ADVERTISEMENT
જેવા શેરોમાં 1થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
બજારમાં એકંદરે નબળાઈ હોવા છતાં IT સેક્ટરે સારું પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
ના શેરોમાં 1થી 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી IT ઈન્ડેક્સમાં લગભગ 2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
બ્રોડર માર્કેટમાં પણ દબાણ જોવા મળ્યું હતું.
નિફ્ટી સ્મોલકેપ 100માં લગભગ 1% ઘટાડો
નિફ્ટી મિડકેપ 100માં પણ લગભગ 1% ઘટાડો
જ્યારે ઓટો, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. NSE પર 887 શેરોમાં તેજી રહી હતી જ્યારે 1,650 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ 25 નહીં, હવે માત્ર 15 % ટેરિફ, ટ્રમ્પે ઓચિંતો ટેરિફ ઘટાડતા આ સેક્ટર્સની બલ્લે-બલ્લે
તાજેતરમાં દક્ષિણ કોરિયાના KOSPI માર્કેટે માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ભારતને પાછળ છોડી દીધું છે. જેના કારણે ભારત હવે વિશ્વનું 7મું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. થોડા સમય પહેલાં ભારત 5મા ક્રમે હતું, પરંતુ પહેલા તાઈવાન અને હવે દક્ષિણ કોરિયાએ ભારતને પાછળ છોડી દીધું છે.
મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલાઓની ઘટનાઓ તેમજ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લેબનોનની રાજધાની બેરુત પર મોટો હુમલો ન કરવા સમજાવ્યા હતા. જોકે, વિસ્તારમાં તણાવ હજુ યથાવત હોવાથી રોકાણકારો સાવચેત બન્યા છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે કાચા તેલના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.
વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે.
સોમવારે FIIએ આશરે 3,912 કરોડ રૂપિયાના શેર વેચ્યા
29 મેના રોજ એક જ દિવસે 22,102 કરોડ રૂપિયાની વેચવાલી થઈ હતી.વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી અંદાજે 2.47 લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.
અમેરિકાના, દક્ષિણ કોરિયા અને તાઈવાનના બજારો નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, જ્યારે ભારતમાં વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે ઊર્જા સંકટને કારણે ભારતના GDP વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને મોંઘવારી વધવાની શક્યતા છે. ઉપરાંત હવામાન વિભાગ (IMD) દ્વારા સામાન્ય સરેરાશ કરતાં માત્ર 90% વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી કૃષિ, અર્થતંત્ર અને મોંઘવારી પર નકારાત્મક અસર પડી શકે છે.
આ તમામ પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને રોકાણકારો હાલ સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા છે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ