બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:00 AM, 27 July 2025
What is POCSO Act: આજકાલ ટીવી અને સમાચાર પત્રો તેમજ અન્ય માધ્યમોમાં બાળકોના જાતીય શોષણના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યાં છે. આ આપણા સમાજ માટે ખૂબ જ ગંભીર સમસ્યાનું કારણ છે. POCSO અધિનિયમ કે જેનું પૂરું નામ `ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ' છે. જે 2012માં બનેલો કાયદો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય સતામણી અને શોષણથી બચાવવાનો છે. POCSO કાયદો શું છે? Pocso Actનું સંપૂર્ણ સ્વરૂપ, POCSO કાયદો ક્યારે અમલમાં આવે છે? આ કાયદામાં સજા અને જામીન કેવી રીતે મળે છે? જો તમે આ કાયદા વિશે સરળ ભાષામાં વિગતવાર માહિતી જાણવા માંગતા હો, તો આ લેખ સંપૂર્ણ વાંચો.
ADVERTISEMENT
POCSO એક્ટ શું છે?
ભારતમાં બાળ લૈંગિક દુર્વ્યવહાર કાયદા સંબંધિત બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ (POCSO) અધિનિયમ ભારતની બાળ સુરક્ષા નીતિઓના ભાગ રૂપે ઘડવામાં આવ્યો છે. ભારતની સંસદે 22 મે 2012ના રોજ POCSO બિલ પસાર કર્યું હતું, તેને એક અધિનિયમ બનાવ્યું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત દ્વારા માર્ગદર્શિકા પસાર કરવામાં આવી હતી.
ADVERTISEMENT

આ કાયદા હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું કોઈપણ રીતે જાતીય શોષણ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદો જાતીય સતામણી, જાતીય શોષણ, પોર્નોગ્રાફી અને સગીર બાળકોની છેડતી, ખોટો સ્પર્શ, ખરાબ ટિપ્પણી કે અશ્લીલ મેસેજના કેસોને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદામાં વિવિધ ગુનાઓ માટે અલગ અલગ સજાની જોગવાઈ છે.
ADVERTISEMENT
POCSO એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શું છે?
જો તમે અથવા તમારા પરિચિત કોઈ વ્યક્તિ જાતીય શોષણનો ભોગ બન્યા છો, તો તમે POCSO કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો. POCSO કાયદા હેઠળ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
ADVERTISEMENT
પોલીસનો સંપર્ક કરો
આવા કિસ્સાઓમાં પ્રથમ સ્ટેપ એ છે કે પોલીસનો સંપર્ક કરવો અને ઘટનાની જાણ કરવી. તમે પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા ફરિયાદ નોંધાવવા માટે પોલીસ હેલ્પલાઇન નંબર પર કૉલ કરી શકો છો. અહીં તમારે ઘટનાની તારીખ, સમય અને સ્થળ તેમજ જો શક્ય હોય તો,ગુનેગારની ઓળખ જેવી વિગતો આપવાની રહેશે.
ADVERTISEMENT
તબીબી તપાસ
પોલીસ દુર્વ્યવહારના પુરાવા એકત્રિત કરવા માટે પીડિતાની તબીબી તપાસની વ્યવસ્થા કરી આપશે. જો પોલીસને લાગે કે ફરિયાદ પોક્સો એક્ટના દાયરામાં આવે છે, તો તેઓ પ્રાથમિક માહિતી અહેવાલ નોંધશે અને ત્યારબાદ તપાસ શરૂ કરશે. આ પછી POCSO એક્ટ હેઠળ નિયુક્ત કોર્ટમાં ચલાવવામાં આવશે. પીડિત અને સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપવી પડશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે POCSO એક્ટ પીડિત (Victim) અને સાક્ષીઓની (Witnesses) ઓળખના સુરક્ષાની પણ જોગવાઈ કરે છે.
ADVERTISEMENT
POCSO કાયદામાં સજા અને જામીન
POCSO કાયદાનો આ ગુનો ખૂબ જ ગંભીર ગુનો માનવામાં આવે છે. જેમાં દોષિત વ્યક્તિને સૌથી કઠોર સજા આપવાની જોગવાઈ છે. જે કોઈ આ ગુનો કરે છે અને તેમાં તે દોષિત સાબિત થાય છે. આ કાયદામાં ગુનાની ગંભીરતાના આધારે ઓછામાં ઓછી 3 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.
POCSO કાયદામાં મૃત્યુદંડ
POCSO કાયદામાં મૃત્યુદંડની જોગવાઈ છે, પરંતુ તે દરેક કેસમાં લાગુ પડતી નથી પરંતુ ફક્ત ચોક્કસ પરિસ્થિતિઓમાં જ લાગુ પડે છે. જેમાં, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર દુષ્કર્મના ગંભીર કિસ્સાઓમાં, જ્યાં બાળકનું મૃત્યુ થાય છે, ત્યાં મૃત્યુદંડની સજા થઈ શકે છે.
વધુ વાંચો : પોલીસ FIR ન લે તો શું કરવાનું? જાણો એક્સપર્ટ પાસેથી
POCSO કાયદામાં જામીનની જોગવાઈ
જો કોઈ વ્યક્તિ પર સગીર બાળકી સાથે જાતીય શોષણ જેવા ગુના માટે કેસ દાખલ કરવામાં આવે છે, તો તેને કોઈપણ રીતે જામીન આપી શકાતા નથી. આ કાયદામાં સુધારા પહેલા, આગોતરા જામીનની જોગવાઈ હતી. પરંતુ સુધારા પછી, આરોપીને આગોતરા જામીન પણ આપવામાં આવતા નથી.
ખોટો POCSO કાયદાનો કેસ દાખલ કરવા બદલ શું સજા થઈ શકે છે?
POCSO કાયદા હેઠળ ખોટી ફરિયાદ કરવાથી ફરિયાદી પર કાનૂની પરિણામો આવી શકે છે. આ કાયદાની કલમ 22 ખોટી ફરિયાદો સાથે વ્યવહાર કરે છે અને જણાવે છે કે કોઈપણ વ્યક્તિ જે જાણી જોઈને ખોટી ફરિયાદ કરે છે અથવા POCSO કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિને ખોટી માહિતી પૂરી પાડે છે તેને છ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે.
મહિલાઓ માટે કાર્યસ્થળે સુરક્ષા આપતો મુખ્ય કાયદો
મહિલાઓ માટે કાર્યસ્થળે યૌન હેરાનગતી સામે સંરક્ષણ આપવા માટે ભારત સરકારે વર્ષ 2013માં “કાર્યસ્થળે મહિલાઓ સામે યૌન હેરાનગતીથી રક્ષણ, પ્રતિબંધ અને નિવારણ માટેનો અધિનિયમ” (The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013) અમલમાં મૂક્યો છે. આ કાયદાનું મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક મહિલાને કામકાજના સ્થળે આત્મસન્માનભેર, ભયમુક્ત અને સમાન અધિકારવાળું વાતાવરણ મળી રહે.
વધુ વાંચો : ઓફિસના સાથી કર્મચારી જેવા તેવા મેસેજ કરે, ખરાબ નજરે જુએ તો અહીં કરો ફરિયાદ, કાયદો આપશે સજા
ICCની રચના કરવી જરૂરી
કાર્યસ્થળ પર મહિલાઓના જાતીય સતામણી અધિનિયમ 2013 (The Sexual Harassment of Women at Workplace) હેઠળ, કંપનીઓએ જાતીય સતામણીની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે કોઈપણ સંસ્થા કે ઓફિસ કે જેમાં 10થી વધારે કર્મચારીઓ હોય, ત્યાં આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની રચના કરવી જરૂરી છે. આ સમિતિમાં અધિકારીઓ ઉપરાંત એક Deaf (સાંભળતી ન હોય તેવી) મહિલા સભ્ય હોવી પણ ફરજિયાત છે. જો આવી સમિતિ ન હોય, તો તે પોતે જ કાયદાનો ભંગ ગણાય છે.
મહિલાઓ સામે થતું 'ઇવ ટીઝિંગ' એ શું છે?
ઇવ ટીઝિંગ એટલે જાહેર સ્થળે મહિલા સાથે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવી, ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો, પીછો કરવો, કૂદરતી રીતે ધ્યાને લાવવાનો પ્રયત્ન કરવો કે તેણીને અસુરક્ષા અનુભવે તેવું કોઈ પણ કૃત્ય/ વર્તન કરવું. આવું વર્તન ભારતીય કાયદાની નજરે હેરાનગતી (Sexual Harassment) તરીકે ઓળખાય છે અને હવે, નવા ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ તેને કલમ 62(1) મુજબ દંડનીય ગુનાહિત કૃત્ય તરીકે માનવામાં આવે છે. આ કલમ મુજબ જો કોઇ વ્યક્તિ જાણીને કે તેની ક્રિયા સામેના વ્યક્તિને અવગણના, અપમાન કે ડર લાગે છે, તેમ છતાં પણ એ વર્તન કરે છે. તો તેને એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઇ શકે છે. જો આ પ્રકારની હેરાનગતી અને શારીરિક કે માનસિક ત્રાસ સગીર બાળકી કે કુમળી વયની મહિલાઓ સામે થાય, તો કાયદો તેને વધુ ગંભીર ગુનાની રીતે જોઈને કડક સજા અને કાનૂની કાર્યવાહી માટે ખાસ જોગવાઈ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.