બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / ઓફિસના સાથી કર્મચારી જેવા તેવા મેસેજ કરે, ખરાબ નજરે જુએ તો અહીં કરો ફરિયાદ, કાયદો આપશે સજા

જાણી લો / ઓફિસના સાથી કર્મચારી જેવા તેવા મેસેજ કરે, ખરાબ નજરે જુએ તો અહીં કરો ફરિયાદ, કાયદો આપશે સજા

Dhwani Lakhani

Last Updated: 08:15 AM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સ્ત્રીઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહી છે. ઘરની જવાબદારીની સાથે સાથે, સ્ત્રીઓ હવે બહાર જઈને કામ કરી રહી છે. આવી સ્થિતિમાં, કામ કરતી મહિલાઓએ કાર્યસ્થળ પર તેમને મળતા અધિકારો વિશે જાગૃત રહેવું જોઈએ.

આજના ભારતમાં મહિલાઓ મોખરે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું સ્થાન બનાવી રહી છે. આજે મહિલાઓ પુરુષોની સાથે મળીને તેમના પરિવારોને આર્થિક રીતે મદદ કરી રહી છે. હાલના સમયમાં ભારતે મહિલાઓને સશક્તિકરણ અને લિંગ સમાનતા પ્રદાન કરવામાં ઘણી પ્રગતિ કરી છે. જો કે એ પણ હકીકત છે કે કાર્યસ્થળ પર મહિલાઓ માટે સમાન અધિકારો અને તકો માટેની લડાઈ હજુ પણ ચાલુ છે.

મહિલાઓ કાયદાકીય અધિકારો વિશે જાગૃત નથી

ભારતીય સમાજની મહિલાઓનો એક મોટો વર્ગ હજુ પણ તેમના કાયદાકીય અધિકારો વિશે જાગૃત નથી. એટલા માટે આજે અમે એક એવા અધિકાર વિશે વાત કરીશું, જે કામ કરતી દરેક મહિલાઓને માહિતી હોવી જોઇએ. કામકાજ કરતી દરેક મહિલાને પોતાના કાયદેસરના અધિકારોની સંપૂર્ણ જાણ હોવી જરૂરી છે.

કાર્યસ્થળે સુરક્ષા આપતો મુખ્ય કાયદો

કાર્યસ્થળ પર મહિલાઓના જાતીય સતામણી અધિનિયમ 2013 (The Sexual Harassment of Women at Workplace) હેઠળ, કંપનીઓએ જાતીય સતામણીની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે કોઈપણ સંસ્થા કે ઓફિસ કે જેમાં 10થી વધારે કર્મચારીઓ હોય, ત્યાં આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની રચના કરવી જરૂરી છે. આ સમિતિમાં અધિકારીઓ ઉપરાંત એક Deaf (સાંભળતી ન હોય તેવી) મહિલા સભ્ય હોવી પણ ફરજિયાત છે. જો આવી સમિતિ ન હોય, તો તે પોતે જ કાયદાનો ભંગ ગણાય છે.

લેખિતમાં ફરિયાદ કરવાની રહે છે

આ સમિતિ ગુપ્ત રીતે જાતીય સતામણીની ફરિયાદોનો અસરકારક રીતે ઉકેલ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાયદો માત્ર મોટી કંપનીઓ કે સરકારી કચેરીઓ માટે નહીં, પણ ખાનગી ઓફિસ, હોસ્પિટલ, શાળા કે ઘરમાં કામ કરતી મહિલાઓ માટે પણ લાગુ પડે છે. જો કોઈ મહિલા યૌન શોષણનો ભોગ બને તો તેણે સૌથી પહેલા આ આંતરિક સમિતિ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવાની રહે છે. ફરિયાદ થયા પછી 10 દિવસની અંદર જવાબદારોને જવાબ માટે બોલાવવામાં આવે છે, અને પછી 90 દિવસની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાની ફરજ હોય છે. જો સંસ્થામાં આવું તંત્ર ન હોય, તો જિલ્લા સ્તરે આવેલી ‘સ્થાનિક ફરિયાદ સમિતિ’ સમક્ષ પણ ફરિયાદ કરી શકાય છે.

કાયદાની સુરક્ષા સમાન

એટલું જ નહીં, પણ આ કાયદાની વ્યાખ્યા મુજબ ફિક્સ પગારદાર હોય કે, ફ્રીલાન્સર હોય બંને માટે કાયદાની સુરક્ષા સમાન છે. કાર્યસ્થળ પર મહિલા સાથે કામ કરતા સમયે ખોટી નજરે જોવું, અશ્લીલ ટિપ્પણી કરવી, ફોન પર ખોટાં મેસેજ મોકલવા, અશ્લીલ તસવીરો બતાવવી, શરીરિક સ્પર્શ કરવા પ્રયત્ન કરવો, પ્રમોશન કે જોબના લાલચથી કોઈ સંબંધ બાધવા માટે દબાણ ઉભું કરવું વેગેરે જેવા વલણો આ કાયદાના અંતર્ગત યૌન ઉત્પીડન તરીકે ગણવામાં આવે છે.

આ જગ્યાએ ICC હોવી ફરજિયાત નથી

દેશમાં ઘણી એવી મહિલા છે જે નાની જગ્યાએ કામ કરે છે જેમકે કોઈ ક્લિનિક, દુકાન કે પછી કોઈ ઘરેલું કામ કરે છે. તો આવી જગ્યાએ આંતરિક ફરિયાદ સમિતિ (ICC) હોવી ફરજિયાત નથી. હવે મહિલાઓને સવાલ થશે કે જો સમિતિ ન હોય તો તે ફરિયાદ કોણે કરે. ત્યારે આના માટે પણ કાયદો સુવિધા આપે છે.

vtv app promotion

LCC સમક્ષ ફરિયાદ કરી શકે

જ્યાં ICC ઉપલબ્ધ ન હોય ત્યાં મહિલા જિલ્લા કલેકટર હેઠળ કાર્યરત સ્થાનિક ફરિયાદ સમિતિ" (Local Complaints Committee - LCC) સમક્ષ ફરિયાદ કરી શકે છે. નોંધનીય છે કે, જિલ્લાના કલેક્ટર કે જિલ્લા અધિકારીની હસ્તક એક એવી સમિતિ રચાયેલી હોય છે જે મહિલાઓનું રક્ષણ કરે છે.

જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે

મહિલાઓ પોતાની ફરિયાદ લેખિતમાં કરી શકે છે. મહિલા પોતે જાતે ન લખી શકે તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. જેના આધારે સમિતિ વિગતવાર તપાસ કરીને જવાબદાર પક્ષને નોટિસ ફટકારે છે. જો જવાબદાર દોષિત સાબિત થાય, તો તેની સામે પગાર કાપવાની તેમજ પોસ્ટ પરથી હટાવવું કે પોલીસ ફરિયાદ જેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

વધુ વાંચો : પોલીસ FIR ન લે તો શું કરવાનું? જાણો એક્સપર્ટ પાસેથી

મહિલાઓએ મૌન રહેવું નહીં

મહિલાઓ માટે સૌથી મહત્વની બાબત છે કાર્યસ્થળ પર કોઈ પણ એવી ઘટના બને તો મૌન રહેવું નહીં. હંમેશા મહિલાએ એક વાત યાદ રાખવી જોઈએ કે પહેલી ફરિયાદ અંતિમ ન્યાય હોતી નથી, પણ એ એક બહાદુરીની શરૂઆત છે કે જે આગળ બીજી અનેક મહિલા માટે માર્ગ બતાવશે અને હિમ્મત આપશે. કોઈ મહિલા ઉચ્ચ હોદ્દા ઉપર હોય કે કોઈ નાના પદ પર કામ કરતી મહિલા હોય કાયદો સમાન છે. તમારો એક અવાજ અન્ય મહિલાઓ માટે ન્યાયનો દિપક બની શકે છે.

મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે

અહીં નોંધવા જેવી આ કાયદાની વાત એ છે કે ફરિયાદી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. એટલે કે, કોઈ અન્ય કર્મચારી કે અધિકારી તેને જાહેર નથી કરી શકતો. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને સમયસર ચાલે તે માટે જિલ્લા અધિકારી પાસે પણ દેખરેખ રાખવાની જવાબદારી છે. યાદ રાખો કે મહિલા હોવું ‘સહન કરવાની ફરજ’ નહીં, પણ ‘સન્માન સાથે જીવવાની છૂટ’ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Law women Rights workplace law for women
Dhwani Lakhani

Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ