બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / પોલીસ FIR ન લે તો શું કરવાનું? જાણો એક્સપર્ટ પાસેથી

તમારા કામનું / પોલીસ FIR ન લે તો શું કરવાનું? જાણો એક્સપર્ટ પાસેથી

Dhwani Lakhani

Last Updated: 10:00 AM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસની દાદાગીરીના કિસ્સા ઘણા આવતા હોય છે. જો તમારી સાથે કંઈક અઘટિત બને અને પોલીસ પગલાં ન લે, અથવા પોલીસ ખોટી રીતે હેરાન કરે, તો તમે પોલીસ સામે પણ ફરિયાદ દાખલ કરી શકો છો. આ આર્ટિકલમાં જાણો કે પોલીસની દરેક કાર્યવાહીમાં તમારા કયા કયા હક છે?

પોલીસ નાગરિકોની રક્ષા માટે છે, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ ખાખી કપડા પહેર્યા પછી આ વાત ભૂલી જાય છે. કાયદાનું પાલન કરાવવું એ પોલીસની ફરજ છે, પણ આ ફરજ કાયદાની હદમાં રહીને થવી જોઈએ. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અમલમાં આવી ગઈ છે. દરેક નાગરિકે એ જાણવું, સમજવું જરૂરી છે કે પોલીસ ધરપકડથી લઈને પૂછપરછ દરમિયાન તમારી સાથે કેવું વર્તન કરી શકે છે, અને તમને કેવી ફરજ ન પાડી શકે.

પોલીસ કેવા સંજોગોમાં ધરપકડ કરી શકે?

આપણે છાપામાં અવારનવાર વાંચીએ છીએ કે ફલાણાની ધરપકડ કરતી પોલીસ. પણ આ ધરપકડ કેવા સંજોગોમાં થઈ શખે. BNSSની કલમ 35 અનુસાર, જો પોલીસ અધિકારી એવું માને છે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે, અથવા ગુનો કરવાનો ઈરાદો છે, તો પોલીસ તેની ધરપકડ કરી શકે છે. પરંતુ ધરપકડ પહેલા પોલીસે કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખવું ફરજિયાત છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 (BNSS)ની કલમ 35 મુજબ પોલીસ માત્ર ત્યારે જ કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે છે, જ્યારે તે વ્યક્તિએ ગુનો કર્યો છે, તેની યોગ્ય અને પ્રમાણભૂત શંકા હોય. ધરપકડ કરતા પહેલા પોલીસે આરોપીને પોતાનું નામ અને હોદ્દો જણાવવો ફરજિયાત છે, તથા ધરપકડ કેમ કરાઈ રહી છે, તે લેખિતમાં આપવું જરૂરી છે. આ ઉપરાંત જે વ્યક્તિની ધરપકડ થઈ છે, તેમને વકીલ સાથે વાત કરવાની, પરિવાર સાથે વાત કરવાની તક મળવી જરૂરી છે. સાથે જ દર 48 કલાકે તે વ્યક્તિનું મેડિકલ ચેકઅપ કરાવવું પણ પોલીસ માટે ફરજિયાત છે.

આપણા કાયદામાં સ્ત્રીઓ માટે ખાસ જોગવાઈઓ છે. BNSS મુજબ કોઈ પણ સ્ત્રીની ધરપકડ સાંજે 6 વાગ્યા પછી કે સવારે 6 વાગ્યા પહેલા કરી શકાતી નથી. પણ જો કોઈ અરજન્ટ પ્રકારની પરિસ્થિતિ હોય, તો મહિલા પોલીસની હાજરીમાં સાંજે 6થી સવારના છ વચ્ચે પણ સ્ત્રીની ધરપકડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના D.K. Basu v. State of West Bengal (AIR 1997 SC 610) કેસના જજમેન્ટ પ્રમાણે પકડાયેલ વ્યક્તિને હાથકડી પહેરાવવી કે જાહેરમાં પરેડ કરવી એ છેલ્લો વિકલ્પ છે. જો વ્યક્તિનો ગુનો અત્યંત ગંભીર હોય, અથવા તેના નાસી જવાની શક્યતા હોય, તો જ હાથકડી પહેરાવી શકાય છે. બાકી, હાથકડી પહેરાવવી, પરેડ કરાવવી એ માનવ અધિકારનો ભંગ ગણાય છે.

સાથે જ જે વ્યક્તિની ધરપકડ કરાઈ છે, તેને 24 કલાકની અંદર સંબંધિત મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવી ફરજિયાત છે. જો વ્યક્તિની ધરપકડ રજાના દિવસે કે વીકએન્ડમાં થાય છે, તો પણ મેજિસ્ટ્રેટ સામે તેને રજૂ કરવા ફરજિયાત છે. જરૂર પડે ત્યાં પોલીસ હોમ પ્રોડક્શન અથવા વીડિયો કોન્ફરન્સિંગનો સહારો લઈ શકે છે.

વધુ વાંચોઃ ઘરથી 2400 કિલોમીટર દૂર મળી યુવતીની લાશ, કાચના ઝીણા ટુકડાઓથી પોલીસે ખોલ્યું મોતનું રહસ્ય

જો પોલીસ કોઈન ઘરે તપાસ કરવા માટે છે, તો આ સામાન્ય ઘટના નથી. આ તપાસ રાઈટ ટુ પ્રાઈવસી સાથે સંકળાયેલી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 પ્રમાણે પોલીસે જો કોઈના ઘરમાં તપાસ કરવી હોય, તો સર્ચ વોરંટ લેવું ફરજિયાત છે. જો કે, પોલીસને લાગે કે રાહ જોવાથી મહત્વના પુરાવા નાશ પામી શકે છે, તાત્કાલિક સર્ચ કરવું જરૂરી છે, તો પોલીસને વોરંટ વગર પણ તપાસ કરવાની મર્યાદિત છૂટ અપાઈ છે. પરંતુ આવી સ્થિતિમાં તપાસનો સમય, કારણ, ઘરમાં પ્રવેશન હેતુ અને શું મળ્યું તે લેખિતમાં નોંધવું ફરજિયાત છે. ભારતીય કાયદો દરેક નાગરિકને પોતાના ઘરની સુરક્ષા કરવાની પૂરતી તક આપે છે.

vtv app promotion

જો કોઈ વ્યક્તિની ધરપકડ થઈ છે, તો પણ BNSS અને ભારતનું બંધારણ તેને કેટલાક હક આપે છે, જેમ કે કારણ જાણવાનો હક. પકડાયેલ વ્યક્તિને એ ખ્યાલ હોવો જરૂરી છે કે તેની ધરપકડ કેમ થઈ છે. સાતે જ તેના વકીલ સાથે મળવાનો પણ હક આપવામાં આવ્યો છે. ત્રીજો છે મૌન રહેવાનો અધિકાર. પોલીસ પકડાયેલ વ્યક્તિને નિવેદન આપવા માટે ફોર્સ ન કરી શકે. સાથે જ પોલીસ તે વ્યક્તિને શારીરિક ત્રાસ ન આપ શકે એટલે કે મારી ન શકે, થર્ડ ડિગ્રી ન કરી શકે, અબ્યુઝ ન કરી શકે અને માનસિક ટોર્ચર પણ ન કરી શકે. જો આમાંથી કોઈ પણ હકનું ઉલ્લંઘન થાય તો તમે ભારતીય માનવ અધિકાર મંચ, રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને ગૃહ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી શકો છો. સાથે જ BNSS અંતર્ગત ન્યાયિક તપાસની માગ પણ કરી શકો છો. જો પોલીસ બરાબર વર્તન ન કરે, કાયદાનો ભંગ કરે તો હાઈકોર્ટ અને સુપ્રી કોર્ટમાં રીટ પીટિશન એટલે કે બંધ કવરમાં અરજી કરીને મૂળભૂત અધિકાર અંતર્ગત રક્ષણ માગી શકે છે.

વધુ વાંચોઃ લોન વગર કાર કઈ રીતે લેવી? માત્ર બચત કરો અને ઘરે લઈ આવો તમારી ડ્રીમ કાર

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા Joginder Kumar v. State of Uttar Pradesh 1994માં સ્પષ્ટ કરવાાં આવ્યું છે કે કોઈ વ્યક્તિની ધરપકડ શંકાના આધારે ન થઈ શકે. કોર્ટે નોંધ્યું છે કે,"ધરપકડ એ તાકાતનો પ્રયોગ છે અને તેનો ઉપયોગ માત્ર ત્યાાં જ થવો જોઈએ જ્યાં એ હકીકત પર આધારિક આવશ્યકતા જણાતી હોય. અન્યથા એ નાગરિકના મૂળભૂત અધિકાર પર ઘાતરૂપ ગણાય"

આ તો થઈ ધરપકડની વાત, પણ એક સામાન્ય નાગરિક કાયદાની મદદ કેવી રીતે લઈ શકે અને કેવી રીતે ગુનાખોરી અટકાવી શકે, તે પણ સમજવું જરૂરી છે. ભારતીય નાગરિક પોતાને ગુના અંગે જાણ થાય ત્યારે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકે છે. FIR નોંધાવવા માટે વ્યક્તિએ પીડિત હોવું જરૂરી નથી, તે કોઈ પણ નોંધાવી શકે છે. ઘણીવાર એવું થાય કે ગુનો જે - તે પોલીસ સ્ટેશનની હદની બહાર થયો હોય, તો પણ ત્યાં ફરિયાદ નોંધાવી શકાય છે, જેને ઝીરો એફઆઈઆર કહેવાય છે. પ્રારંભિક તપાસ બાદ આવી ફરિયાદ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવી એ પોલીસની ફરજ છે.

વધુ વાંચોઃ IT રિટર્ન ફાઇલ કરતી વખતે આ ભૂલોને ટાળો, નહીંતર ભરવી પડશે પેનલ્ટી, આવશે નોટિસ

હવે તો ડિજિટલ યુગમાં ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકાય છે. તો પોસ્ટ દ્વારા, લેખિત અરજી દ્વારા પણ ફરિયાદ નોંધી શકાય છે. જો ગુનો અત્યંત ગંભીર હોય, પોલીસને જાણ થાય, તો પોલીસ જાતે પણ ફરિયાદ નોંધી શકે છે, જે સ્વપ્રેરિત ફરિયાદ કહેવાય છે. ભારતમાં કેટલાક કિસ્સા એવા બનતા હોય છે કે પોલીસ તમારી ફરિયાદ ન નોંધે, FIR ન નોંધે. આવી સ્થિતિમાં તમે નાગરિક સુરક્ષા સંહિતા 20223ની કલમ 154(3) અંતર્ગત ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શકો છો. આમ છતાંય, પોલીસ પગલાં ન લે તો કલમ 156(3) મુજબ સંબંધિત મેજિસ્ટ્રેટને અરજી કરીને રજૂઆત કરી શકાય છે. અહીં પણ કામ ન થાય તો બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટમાં અરજી કરીને પોલીસને ફરિયાદ નોંધવા માટે માગ કરી શકાય છે.

એકવાર FIR નોંધાઈ જાય પછી જો ગુનો જામીનને પાત્ર હોય તો આરોપી જામીન અરજી કરી શકે છે, પરંતુ જો ગુનો બિનજામીનપાત્ર હોય તો આરોપી કોર્ટમાં રજૂઆત કરીને જામીન માગી શકે છે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેટલવાર કેસ અને અર્નબ ગોસ્વામી કેસમાં ધરપકડને છેલ્લું પગલું અને કારણ વગર ઉતાવળમાં કરેલી ધરપકડ સ્વતંત્રતાના અધિકારનો ભંગ ગણાવી છે.

ટૂંકમાં પોલીસની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, જેના માટે તેમને કેટલાક સવિશેષ અધિકાર અપાયા છે. આ અધિકારોનો ઉપયોગ કાયદાની મર્યાદામાં જ થવો જોઈએ. જો પોલીસ તેનો દુરુપયોગ કરે તો તેની સામે શું કરી શકાય, તેની પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. દરેક ભારતીયનાગરિકને સ્વતંત્રતાનો અધિકાર, વ્યક્તિગત અસ્તિત્વ અને માનવ અધિકાર રક્ષવા કાયદાનું સંરક્ષણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FIR Know your legal rights Police
Dhwani Lakhani

Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ