ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અફઘાનિસ્તાનના કાબૂલમાં બોમ્બ બ્લાસ્ટમાં 80 લોકોના મોત થયા છે. જેની જવાબદારી પણ ISIS-K દ્વારા લેવામાં આવી છે. આ સમગ્ર ઘટના વચ્ચે ઈન્ટેલિજન્સના સૂત્રો દ્વારા એક ખાનગી ચેનલે જણાવ્યું કે, ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન (ISIS-K)ની ભારત પર નજર છે. અને પોતાના જેહાદને મધ્ય એશિયા અને પછી ભારતમાં ફેલાવવામાં તજવીજ કરી રહ્યો હોવાની સૂત્રોકિય માહિતી એક ખાનગી ચેનલ દ્વારા જાહેર કરવામાં આવી છે. ઘાતક હુમલા કરવા અને યુવાનોને આતંકી પ્રવૃતિમાં જોડવા માટે તેમનો એજન્ડા રહેલો છે. અને વૈચારિક રીતે ભારતમાં નફરતનું શાસન સ્થાપિત કરવા માગે છે.
તો કેરળ અને મુંબઈના યુવાનો ISISમાં જોડાઈ પણ ગયા છે. તમામ આતંકી સમૂહોમાં ISIS સૌથી પ્રસિદ્ધ અને આકર્ષિત ગ્રૂપ છે. સાથે ઈન્ટેલિજન્સના કેટલાક અધિકારીઓ મોટા પ્રમાણમાં યુવાનોની ભર્તીને લઈને પણ એક ચિંતા દર્શાવે છે. અને જો રિવર્સ ઓસ્મોસિસ શરૂ થાય તો, ભારતમાં અનેક સેલને સક્રિય કરી શકે છે. અફઘાનમાં તાલિબાનના અધિગ્રહણની સાથે આતંકવાદીઓના ગ્રૂપ પણ પેટ્રી ડિશની માફક આગળ વધી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરવા માટે જાણીતા પાકિસ્તાની આતંકી સમૂહ જૈશ-એ-મોહમ્મદના કેટલાક ટોચના આતંકી કંધારની સીમા પાસેના હેલમંદ પ્રાંત પર પહોંચી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ