ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / increase-trouble-of-chidambaram-in-inx-media-case

NULL / INX મીડિયા કેસમાં વધી શકે છે પી. ચિદંબરમની મુશ્કેલી જાણો શું છે કારણ?

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આઇએનએક્સ મીડિયા કેસમાં તેમની સામે કેસ ચલાવવા માટે કાયદા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ કેસમાં પી ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ પહેલેથી આરોપી છે. ત્યારે સીબીઆઈએ કાયદામંત્રાલયને પત્ર લખીને પી. ચિદંબરમ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. જે માગને કાયદા મંત્રાલયે સ્વિકારતા આ કોંગ્રેસની નેતાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.  

INX મીડિયા કેસની વાત કરવામાં આવે તો 15 મે 2017ના રોજ CBIએ આ કેસમાં FIR દાખલ કરી હતી. FIR મુજબ ફોરેન ઇન્વેસ્ટમેંટ પ્રમોશન બોર્ડમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ છે. INX મીડિયામાં વિદેશી રોકાણની મંજૂરી માટે લાંચનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. INX Mediaમાં રૂપિયા 305 કરોડનું વિદેશી રોકાણ થવાનું હતું. 

જેમાં લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. 2007માં જ્યારે આ ઘટના બની ત્યારે UPA સરકારમાં પી. ચિદંબરમ નાણામંત્રી હતા. પી. ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ પર પણ આ કેસમાં લાંચ માગવાનો આક્ષેપ છે. મહત્વનું છે કે એક સમયે INX Mediaનો માલિકીનો હક પીટર અને ઇંદ્રાણી મુખર્જી પાસે હતો. 



આ બન્નેનું નામ મની લોન્ડ્રિંગ કેસમાં જોડાયેલુ છે. ત્યારે CBIના દાવા પ્રમાણે કાર્તિ ચિદંબરમ પર રૂપિયા 10 લાખની લાંચ લેવાનો આક્ષેપ. કાર્તિ ચિદંબર પર INX Media સામે ચાલી રહેલા ટેક્સ કેસમાં રાહત અપાવવા માટે લાંચ માગ્યાનો આક્ષેપ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ