ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / In the presence of CM Rupani, this corporator of Rajkot Congress wore a saffron scarf
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પહેલા પક્ષ પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કોંગ્રેસના કોર્પોરેટરને કેસરીયો ખેસ ધારણ કરાવ્યો છે. રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત શહેરના 25 જેટલા અગ્રણી નેતાઓને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં ખુદ વિજય રૂપાણીએ કોંગ્રેસના આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. અને ભાજપમાં સ્વાગત કર્યુ હતું.

ADVERTISEMENT
રાજકોટમાંથી પક્ષ પરિવર્તનના શ્રીગણેશ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે એક કાર્યક્રમમાં શહેરના વોર્ડ નં.15ના કોંગી કોર્પોરેટર માસુમાબેન હેરભા સહિત 25 જેટલા કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે. જેમાં કોંગ્રેસ અગ્રણી લાભુભાઈ ખીમાણીયા, હિરેન લાભુભાઈ ખીમાણી, કોંગ્રેસ અગ્રણી રામભાઇ હેરભા સહિત કોંગ્રેસ અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. સાથે વિધાનસભા ક્ષેત્ર 69માં પેજ પ્રમુખ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસના આ કાર્યકરો ભાજપમાં જોડાયા
લાભુભાઇ ખીમાણીયા (શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને આહિર સમાજ દ્વારકાના પ્રમુખ)
માસુમાબેન હેરભા (કોર્પોરેટર વોર્ડ નં.15)
હિરેનભાઇ ખીમાણીયા (પૂર્વ પ્રમુખ રાજકોટ યુથ કોંગ્રેસ)
રામભા હેરભા (અગ્રણી વોર્ડ નં.15)
નિલેશભાઇ રામભાઇ હેરભા, રાવતભાઇ લક્ષ્મણભાઇ હુંબલ (કોંગ્રેસ અગ્રણી ઘંટેશ્વર)
રમેશભાઇ બાલાસરા
અશ્ર્વિનભાઇ ખીમાણીયા (વોર્ડ નં.10, કોંગ્રેસ અગ્રણી)
ઘનશ્યામભાઇ હેરભા (ટ્રસ્ટી પી.ડી.માલવીયા કોલેજ)
દાનાભાઇ કુંગસીયા (પૂર્વ સ્ટે.ચેરમેન)
મુકેશભાઇ દેસાણી (પ્રમુખ, વૈષ્ણવ સાધુ સમાજ ગુજરાત)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો