બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / In China, the government asked millions of newlyweds - when will the child be born?, the problem increased tension
Last Updated: 01:59 PM, 28 October 2022
ADVERTISEMENT
વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન આ દિવસોમાં ધીમે ધીમે ઘટતી વસ્તીને કારણે ચિંતામાં છે. આ ચિંતા કેટલી છે, તે ત્યારે સમજાયું જ્યારે અહીંની એક નવવિવાહિત મહિલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી. આમાં તેણે જણાવ્યું કે તેને પ્રાદેશિક વહીવટી તંત્ર તરફથ એક ફોન આવ્યો હતો. જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તે ક્યારે ગર્ભવતી થશે. આ પછી મહિલાની આ પોસ્ટના જવાબમાં લગભગ 10 હજાર લોકોએ કોમેન્ટ કરી અને લખ્યું કે તેમને પણ આવો જ કોલ આવ્યો હતો. જો કે બાદમાં વહીવટીતંત્ર દ્વારા તે પોસ્ટ હટાવી દેવામાં આવી હતી.
'જો તમે પરિણીત છો, તો તમે હજુ સુધી તમારા બાળકનું આયોજન કેમ નથી કર્યું?'
અન્ય એ મહિલાએ તેના સાથીદારને આવા કોલ વિશે જણાવ્યું. ફોન પર અધિકારીએ મહિલાને કહ્યું કે સરકાર ઈચ્છે છે કે નવદંપતી એક વર્ષમાં ગર્ભવતી થાય અમે તેમને વારંવાર આવા ફોન કરવા કહ્યું અન્ય એક મહિલાએ કોમેન્ટમાં લખ્યું કે તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં લગ્ન કર્યા હતા અને ત્યારથી તેને પ્રેગનેન્ટ હોવાના બે કોલ આવ્ય હતા. તેણ કહ્યું કે ફોન પર અધિકારી તેને કહે છે કે તમે પરણીત છો તે તમે હજુ સુધી બાળકનું આયોજન કેમ નથી કર્યું? બાળકને જન્મ આપવા માટે સમય કાઢો.
ADVERTISEMENT
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગે ગયા અઠવા઼ડ઼િયે કમ્યુનિસ્ટ પાર્ટીને બેઠકમાં જાહેરાત કરી હતી કે દેશ જન્મ દર વધારવા દેશની વસ્તી વિકાસ વ્યૂહરચના સુધારવા માટે નીતિ બનાવશે. ચીને સ્વીકાર્યુ છે કે તેની વસ્તી ઘટવાના આરે છે.
ચીનની વસ્તી ધટવા લાગી
તમને જણવી લઈએ કે વર્લ્ડ પોપ્યુંલેશન પોસ્પેક્ટ 2019 મુજબ, ચીન હાલમાં 1.44 અબજની વસ્તી સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બીજો ક્રમે ભારતની વસ્તી 1.39 અબજ છે. વિશ્વની વસ્તીનાં ચીનનો હિસ્સો 19 ટકા અને ભારતનો 18 ટકા છે. રિપોર્ટ અનુસાર 2023 સુધીમાં ભારતીને વસ્તી ચીન કરતા વધી જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019 થી 205- દરમિયાન ચીનની વસ્તીનાં 31.4 મિલિયન એટલે કે લગભગ 2.2 ટકાનો ધટાડો થશે.
ADVERTISEMENT
ચીને વસ્તી નિયંત્રણ માટે ઘણી નીતિઓ લાગુ કરી હતી
નોધપાત્ર રીતે ચીને 1970 અને 80 ના દાયકામાં નવી નીતીઓ લાગુ કરી હતી. વિશાળ વસ્તીથી પરેશાન થઈને, આનાથી જન્મના ગુણોત્તર પર ખૂબ જ વિપરીત અસર પડી હતી. જેના કારણે વસ્તીમાં ઝડપી ફેરફારો પણ અનુભવાયા હતા. પરંતું થોડા સમય પછી એવું પણ જોવા મળ્યું કે તેના વિકાસની પ્રક્રિયા પણ ઘણી ઓછી થઈ ગઈ.
વિશ્વની વસ્તી 10 અબજને વટાવી જશે
સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબોતના વિભાગની આગાહી મુજબ, વિશ્વની વસ્તી હાલમાં 1950 પછી સૌથી ધીમી ગતિએ વધી રહી છે. આગાહી મુજબ, જો આપણે સમગ્ર વિશ્વની વાત કરીએ તો વર્ષ 2030 સુધીમાં. વિશ્વની વસ્તી 8.5 અબજ થઈ જશે. એ જ રીતે વર્ષ 2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તી 9.7 અબજ અને 2080 ના દાયકામાં લગભગ 10.4 અબજ સુધી પહોંચી જશે. રિપોર્ટ અનુસાર, આ પછી વિશ્વની વસ્તી 2100 AD સુધી આ સ્તર પર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.