બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / રૂમ હીટર પર હાથ સેકવાની આદત હોય તો ચેતી જજો, નહીંતર તકલીફમાં મૂકાશો

ટેક્નોલોજી / રૂમ હીટર પર હાથ સેકવાની આદત હોય તો ચેતી જજો, નહીંતર તકલીફમાં મૂકાશો

Last Updated: 01:49 PM, 1 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીથી બચવા માટે લોકો ઘરમાં રૂમ હીટરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ હીટર અનેક રીતે નુકશાનકારક સાબીત થઈ શકે છે. જેથી તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ.

શિયાળામાં ઠંડીથી બચવા ઘણા લોકો રૂમ હીટરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ રૂમ હીટરને લાંબા સમય સુધી ચલાવવાથી રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ભરાઈ શકે છે અને ઓક્સિજનનું લેવલ ઘટી શકે છે. જે સ્થિતિ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. રૂમ હીટર હવામાં ભેજ ઘટાડે છે, જે શુકી ત્વચાનું કારણ બની શકે છે. આ સિવાય તે શ્વાસની સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. રૂમ હીટરની આ સૌથી મોટી આડ અસર છે.

રૂમ હીટર ધૂળના કણો અને અન્ય એલર્જનને હવામાં ઉડવામાં મદદ કરી શકે છે, જે એલર્જી અને અસ્થમાના દર્દીઓ માટે સમસ્યા ઊભી કરી શકે છે. આથી જો ઘરમાં અસ્થમા અને શ્વાસના દર્દીઓ હોય તો હીટરનો ઉપયોગ ઓછો કરવો. રૂમ ગરમ થઈ જાય ત્યાર બાદ રૂમ હીટર બંધ કરી દેવું જોઈએ. રાત્રે ક્યારેય રૂમ હીટર ચાલુ રાખીને સૂવું જોઈએ નહીં. આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે.

વધુ વાંચો : શિયાળામાં વધુ માઈલેજ આપશે તમારી ઈલેક્ટ્રિક કાર! અપનાવો આ 5 સરળ ટિપ્સ

રૂમમાં ઓક્સિજનની ઘટને કારણે તમારો જીવ પણ જઈ શકે છે. હીટરની નજીક પ્લાસ્ટિક, કપડાં કે જ્વલનશીલ સામગ્રી ન રાખવી જોઇએ. કેમ કે, હીટરમાંથી ગરમ હવા બહાર આવે છે આથી જ્વલનશીલ સામગ્રી રાખવાથી આગ લાગવાનું જોખમ વધી જાય છે. આ સિવાય કપડાને સૂકવવા માટે ક્યારેય હીટરનો ઉપયોગ ન કરવો જોઇએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Room Heater Winter Warming
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ