બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શિયાળામાં વધુ માઈલેજ આપશે તમારી ઈલેક્ટ્રિક કાર! અપનાવો આ 5 સરળ ટિપ્સ
Last Updated: 11:48 PM, 27 December 2024
પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાન એકદમ ઠંડુ થઈ ગયું છે. આવ્યા વાતાવરણમાં ગાડીઓની દેખરેખ કરવી થોડી વધારે અઘરી થઈ જાય છે. ઠંડી ન માત્ર બેટરીની કાર્યક્ષમતા પર પડે છે, પરંતુ તમારી EV ની રેન્જ ઘટાડી શકે છે. આવું બેટરીનું ટેમ્પરેચર ઘટવાથી અને હીટિંગ સિસ્ટમનો વધારે ઉપયોગના કારણે થાય છે. જો તમારી પાસે એક ઇલેક્ટ્રિક કાર છે, તો નીચે આપેલી 5 ટિપ્સની મદદથી શિયાળામાં પોતાની Electric Carની રેન્જને સુધારી શકો છો.
ADVERTISEMENT

પ્રી-કન્ડિશનિંગનો ઉપયોગ કરવો: શિયાળામાં કાર ચલાવતા પહેલા બેટરી અને કેબિનને ગરમ કરવું સારું રહે છે. જો તમારી EV માં પ્રી-કન્ડિશનિંગ ફીચર છે, તો આનો ચાર્જિંગ દરમિયાન ઉપયોગ કરવો. આ બેટરી અને કેબિનને ગરમ કરવા માટે ચાર્જરની લાઇટનો ઉપયોગ કરે છે, જેથી બેટરીની ઉર્જા બચે છે.
ADVERTISEMENT
સ્પીડ લિમિટનું ધ્યાન રાખવું: Electric Car ને જરૂર કરતાં વધારે સ્પીડથી ચલાવવાથી બેટરી જલ્દી પૂરી થાય છે. શિયાળામાં સારી રેન્જ માટે ધીમી અને સ્થિર ઝડપ મેન્ટેન કરવી. આ સિવાય, ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો તમારી EV માં આ ફીચર છે, તો આનો જરૂરથી ઉપયોગ કરવો.

ADVERTISEMENT
હીટિંગ સિસ્ટમનો યોગ્ય રીતે ઉપયોગ કરવો: બેટરીની ઊર્જાનો મોટો ભાગ હીટર અને ડિફ્રોસ્ટર જેવી હીટિંગ સિસ્ટમ ચલાવવા માટે વપરાય છે. તેના બદલે, સીટ હીટર અથવા સ્ટીયરીંગ વ્હીલ હીટર જેવી સુવિધાઓનો ઉપયોગ કરો, કારણ કે તે ઓછી ઉર્જા વાપરે છે.
ટાયર પ્રેશર મેન્ટેન રાખવું: શિયાળામાં ટાયરનું પ્રેશર ઘણી વાર ઓછું થઈ જાય છે, જેથી ગાડીની એફિશિયન્સી પ્રભાવિત થાય છે. ટાયર પ્રેશરને નિયમિત રૂપે ચેક કરવી અને તેને નિર્માતા દ્વારા જણાવેલા લેવલ પર જાળવી રાખવી. આનાથી મોટર પર ઓછું પ્રેશર પડશે અને રેન્જ પણ સુધરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CNG કાર ચલાવતી વખતે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખજો, નહીંતર! જયપુર બ્લાસ્ટની ઘટનાએ ચેતવી દીધા!
ચાર્જિંગ માટે ગરમ સ્થળ પસંદ કરવું: જો શક્ય હોય તો, કારને ચાર્જ કરવા માટે ગરમ અથવા બંધ સ્થાનનો ઉપયોગ કરો. આ બેટરીને ઠંડું થવાથી બચાવવામાં મદદ કરે છે અને ચાર્જિંગ એફિશિયન્સી વધારે છે.
ADVERTISEMENT
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.