If I come to earth, I will get married, give me money now...: 25 lakh fraud on 65-year-old woman"
ચોંકાવનારો કિસ્સો /
ધરતી પર આવીશ તો લગ્ન કરીશ, અત્યારે પૈસા આપ...: 65 વર્ષની મહિલા સાથે 25 લાખની છેતરપિંડી"
Team VTV11:42 AM, 12 Oct 22
| Updated: 11:45 AM, 12 Oct 22
જાપાનમાં અંતરીક્ષ યાત્રીની ઓળખ આપી વૃદ્ધ મહિલા સાથે રુપિયા 25 લાખની છેતરપિંડી આચરી, મહિલાને કહ્યું કે હું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરુ છું
નકલી અંતરીક્ષ યાત્રી બતાવી આચરી છેતરપિંડી
વૃદ્ધ મહિલા પાસેથી રુ.25 લાખ જેટલા પડાવ્યા
મહિલાને કહ્યું કે હું ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશનમાં કામ કરુ છુ
છેતરપિંડીની ઘટના તો આપણે ઘણી બધી સાંભળી છે અને વાંચી પણ છે પરંતું જાપાનમાં વૃદ્ધ મહિલા સાથે અંતરીક્ષ યાત્રીના નામે અજીબ ઘટના પ્રકાશમાં આવી છે, કિસ્સો એવો છે કે તમે જાણીને ચોંકી ઉઠશો. એક વ્યક્તિએ પોતાને અંતરીક્ષ યાત્રી બતાવી વૃદ્ધ મહિલા પાસેથી 25 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. મહિલાને કહ્યું કે અત્યારે સ્પેસ સ્ટેશનમાં કામ કરુ છું અને પૃથ્વી પર આવવા માટે પૈસાની જરૂર છે તેમજ તે મહિલાને લગ્નની પણ લાલચ આપી હતી
સમગ્ર મામલો શું છે
સમગ્ર ઘટના જાપાનની છે. એક ટીવીના રિપોર્ટ મુજબ શિગા પ્રાંન્તની રહેવાસી મહિલા સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ વર્ષના જૂન મહિનામાં વૃદ્ધ મહિલાને નકલી અંતરિક્ષ યાત્રી સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી. મહિલાના જણાવ્યા અનુસાર તેના ઈન્સ્ટાના પ્રાફાઈલમાં અંતરીક્ષના ફોટા હતા અને તે જોઈ તેને લાગ્યું કે તે સાચુ જ અંતરીક્ષ સ્ટેશનમાં કામ કરે છે
સોશિયલ મીડિયા પર મુલાકાતનો દોર
વૃદ્ધ મહિલાની નકલી અંતરીક્ષ યાત્રી સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત-ચીતનો મુલાકાતી દોર જૂન મહિનામાં ચાલુ થયો હતો. ઈન્સ્ટાગ્રામ બાદ જાપાનની મેસેજિંગ એપના માધ્યમથી વાત કરવા લાગ્યા હતા. કેટલાક સમય બાદ તે વ્યક્તિએ મહિલાને પ્રેમ કરે છે તેવું બતાવ્યું અને ત્યાર બાદ લગ્ન કરવાની પણ લાલચ આપી હતી. તે વ્યક્તિએ મહિલાને કહ્યું કે લગ્ન કરી અને જાપાનમાં જ સ્થાઈ થવા માંગે છે
લગ્નની લાલચ આપી માગ્યા રૂપિયા
મહિલાને લાલચ આપી ઠગ વ્યક્તિએ મહિલા પાસે પૈસાની માંગ કરી. તેણે કહ્યું કે પૃથ્વી પર પાછા આવવા માટે પૈસા નથી તેમજ ત્યાં આવીને લગ્ન પણ કરવા છે માટે પૈસાની ખૂબજ જરૂર છે. મહિલા તેની લાલચમાં આવી અને તેણે પૈસા મોકલ્યા. વૃદ્ધ મહિલાએ તેને ચાર હપ્તામાં 24 લાખ 63 હજાર રૂપિયા મોકલ્યા હતા.
મહિલાને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો
તે વ્યક્તિ વધુ પૈસાની સતત માગણી કરતા ત્યારે મહિલાને શંકા ગઈ ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. બાદમાં તે મહિલાને જાણ થઈ કે તે છેતરપિંડીનો ભોગ બની છે. જાપાન પોલીસ આ ઘટનાને 'Romance Scam'નો કેસ માની વધુ તપાસ હાથ ધરી છે.