બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / how to open blocked veins naturally

સ્વાસ્થ્ય / શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે કરો આ ઘરે બનાવેલા ચૂર્ણનો ઉપયોગ

Krupa

Last Updated: 12:35 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરમાં પડેલી વસ્તુઓથી તમે બ્લોક નસોને ખોલી શકો છો.

પહેલા આ સમસ્યા 60-70ની ઉંમરમાં જોવા મળી હતી. પરંતુ હાલ આ સમસ્યા નાન બાળકોથી લઇને દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે. જેના માટે તમે અનેક દવાઓનું સેવન કરો છો. પરંતુ કોઇ ફરક પડતો નથી. જેના માટે અમે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે બ્લોક નસોને ખોલી શકો છો. જે વસ્તુઓ તમને ઘરે સહેલાઇથી મળી શકશે.

Deep vein thrombosis એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં DVT થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિધ્ન આવે તો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય છે. જે વધારે સાથળ અને પગમાં થાય છે. આ શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને બરાબર થવામા થોડોક સમય લાગે છે. પરંતુ તે ઘરેલું ઉપચારથી બરાબર થઇ જાય છે.

તમારી લાઇફસ્ટાઇલમાં અનેક ફેરફારને કારણે DVTનો ખતરો થાય છે. જો કે તેના આ લક્ષણો દૂર કરવા માટે તમે અપનાવશો આ ઉપાય તો તમને જરૂરથી રાહત મળી શકે છે. તો આજે અમે તમારા માટે એક એવો નુસ્ખો લાવ્યા છીએ જે શરીરની નસોને ખોલવામાં મદદ કરશે. આ એક એવું ચૂર્ણ છે, જે કુદરતી વસ્તુઓથી બનાવવામાં આવ્યું છે. આ વસ્તુને નાના-નાના ભાગમાં સેવન કરીને શરીરની બ્લોક નસો ખોલી શકો છો. આ એક કુદરતી ઉપાય છે. જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. આવો જોઇએ કેવી રીતે બનાવાય આ ચૂર્ણ.

સામગ્રી
1 ગ્રામ તજ
10 ગ્રામ કાળા મરી
10 ગ્રામ તમાલપત્ર
10 ગ્રામ મગજ
10 ગ્રામ સાકર(આખી)
10 ગ્રામ અખરોટ
10 ગ્રામ અળસી
કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે

બનાવવાની વિધિ-
ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી
 

સંકળાયેલા મુદ્દાઓ

Health blocked veins lifestyle ઘરેલૂ ઉપાય બ્લોક નસ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ