ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / કાળા હોંઠ બની જશે પિંક, આ નેચરલ ટિપ્સથી લિપ્સ બનશે સોફ્ટ

બ્યુટી ટિપ્સ / કાળા હોંઠ બની જશે પિંક, આ નેચરલ ટિપ્સથી લિપ્સ બનશે સોફ્ટ

Published By: Bijal Vyas

Last Updated: 03:17 PM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાર્ક- કાળા, શુષ્ક, હોઠ પરની સ્કિન ઉખડવી તમારી સુંદરતાને ઓછી કરી શકે છે. કાળા હોઠ અપૂરતા પાણી અથવા પોષક તત્વો અભાવને કારણે થઈ શકે છે.

ADVERTISEMENT

તમારો ચહેરો સાફ હોય છે, પરંતુ તમારા હોઠ કાળા થઈ જાય છે. ડાર્ક- કાળા, શુષ્ક, હોઠ પરની સ્કિન ઉખડવી તમારી સુંદરતાને ઓછી કરી શકે છે. કાળા હોઠ અપૂરતા પાણી અથવા પોષક તત્વો અભાવને કારણે થઈ શકે છે. પરંતુ તમે ઘરેલું ટિપ્સની મદદથી તમારા હોઠને ફરીથી ગુલાબી બનાવી શકો છો.

ડાર્ક લિપ્સના કારણ

કાળા હોઠ વ્યક્તિની સુંદરતા ઘટાડે છે. લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી પણ હોઠ કાળા થઈ શકે છે. પાણીનો અભાવ ડિહાઇડ્રેશન તરફ દોરી થઇ શકે છે, જેના કારણે હોઠ કાળા પણ થાય છે. કેફીન અને ધૂમ્રપાન પણ હોઠ કાળા કરી શકે છે. આ ઉપરાંત સસ્તા, કેમિકલયુક્ત લિપ બામ અને લિપસ્ટિકનો ઉપયોગ પણ હોઠ કાળા કરી શકે છે.

લિપ્સને કેવી રીતે પિંક બનાવા

ઘરે તમારા હોઠ ગુલાબી બનાવવા માટે, ખાંડ અને મધ લો. એક બાઉલમાં એક ચમચી ખાંડ અને મધ મિક્સ કરો. પછી, આ પેસ્ટને તમારી આંગળીઓથી સર્ક્યુલર મોશનમાં પોતાના હોઠ પર લગાવો. 5 મિનિટ પછી, તમારા હોઠ સાફ કરો. મધ અને ખાંડનું સ્ક્રબ ડેડ સ્કિન સેલ્સને દૂર કરશે.

મધ અને મલાઇ

કાળા હોઠને ચમકાવવા માટે, તમે હળદર અને મલાઇની પેસ્ટ બનાવો. હળદરમાં એન્ટી-ઇફ્લેમેટરી ગુણ હોય છે, જ્યારે મલાઇમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે.હળદર અને મલાઇની પેસ્ટ લગાવવાથી હોઠની કાળાશ દૂર થાય છે. આ પેસ્ટને તમારા હોઠ પર લગાવો. થોડીવાર પછી તમારા હોઠને પાણીથી ધોઈ લો.

DISCLAIMER: હેલ્થને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. તેથી નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા https://www.vtvgujarati.com/ કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

સંકળાયેલા મુદ્દાઓ

Lip Care Beauty Care Tips Pink Lips

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ