ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ખાવાની ખોટી આદતોથી વધી શકે પીરિયડ્સનો દુખાવો, ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો અને આ ખોરાકથી રહો દૂર!

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ખાવાની ખોટી આદતોથી વધી શકે પીરિયડ્સનો દુખાવો, ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો અને આ ખોરાકથી રહો દૂર!

Last Updated: 04:53 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમને માસિક દરમિયાન અતિશય દુખાવો, થાક કે મૂડમાં વારંવાર બદલાવનો અનુભવ થતો હોય, તો તેનું કારણ આહાર સંબંધી ભૂલો હોઈ શકે છે. આહારને લગતી કઈ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે ડૉક્ટરની સલાહ લો.

1/6

photoStories-logo

1. પીરિયડ્સ દરમિયાન થાય છે દુખાવો

માસિક દરમિયાન અસહ્ય પીડાએ મહિલાઓ માટે એક સામાન્ય સમસ્યા બની રહી છે. આજકાલ, મોટાભાગની મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન તીવ્ર પીડા, થાક અને મૂડમાં થતા ફેરફારો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ વધી રહી હોવા છતાં, મહિલાઓ ઘણીવાર તેમના આહાર પર પૂરતું ધ્યાન આપતી નથી. નિષ્ણાતો માને છે કે, માસિક દરમિયાન થતી પીડા અને તેની તીવ્રતા પર આપણા આહારની સીધી અસર પડે છે. આહાર અને પીરિયડ્સ સાથે જોડાયેલી બાબતો પર ચર્ચા કરતા, ગાયનેકોલોજિસ્ટ અને IVF એક્સપર્ટનું માનવું છે કે શરીરમાં આયર્ન અને મેગ્નેશિયમ જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ માસિક ધર્મના દિવસોને વધુ મુશ્કેલ બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આયર્નની ઉણપ

ખાસ કરીને આયર્નની ઉણપને કારણે પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગમાં વધારો થાય છે. આયર્નના સ્તર અને માસિકના પ્રવાહ વચ્ચે સીધો સંબંધ છે. માસિક દરમિયાન થતા રક્તના વ્યયને લીધે શરીરમાં આયર્નનું સ્તર ઘટે છે. જો આયર્નનું લેવલ નોંધપાત્ર રીતે ઘટી જાય, તો તેના પરિણામે થાક, નબળાઈ અને એકાગ્રતાનો અભાવ અનુભવાય છે, તેમજ તે વ્યક્તિના મૂડ પર પણ અસર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કઇ વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી જરુરી?

વ્યક્તિએ પોતાના આહારમાં પાલક, દાળ અને રાજમાનો સમાવેશ કરવો જોઈએ. માંસાહારી લોકો તેમાં થોડા પ્રમાણમાં 'રેડ મીટ'નો પણ સમાવેશ કરી શકે છે. આ ઉપરાંત, આયર્ન માટે વિટામિન-સી અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી, આહારમાં લીંબુ, ટામેટાં અને નારંગી જેવા ફળોનો સમાવેશ કરવાથી તેના ફાયદામાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મેગ્નેશિયમની ઉણપ ના થવા દો

સ્નાયુઓને આરામ આપવામાં અને ચેતાતંત્રને સંતુલિત કરવામાં મેગ્નેશિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. મેગ્નેશિયમની ઉણપ ધરાવતી મહિલાઓને માસિક દરમિયાન ઘણીવાર વધુ તીવ્ર પીડાનો અનુભવ થાય છે. આ સ્થિતિને 'ડિસ્મેનોરિયા' તરીકે ઓળખવામાં આવે છે. એક્સપર્ટ અનુસાર, મેગ્નેશિયમયુક્ત આહાર લેવાથી અથવા સપ્લિમેન્ટ્સના સેવનથી સમય જતાં પીડાની તીવ્રતા ઘટાડી શકાય છે અને ઘણા કિસ્સાઓમાં પેઈનકિલર્સની જરૂરિયાત પણ ઘટાડી શકાય છે. કોળાના બીજ, બદામ, કેળા અને 70% કે તેથી વધુ કોકો ધરાવતી ડાર્ક ચોકલેટ એ મેગ્નેશિયમના સારો સ્ત્રોત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઓમેગા-3 ફેટી એસિડ

ઓમેગા-3 ફેટી એસિડ પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાનું એક મુખ્ય કારણ 'પ્રોસ્ટાગ્લેન્ડિન્સ' નામના પદાર્થો છે, જે ગર્ભાશયમાં તીવ્ર સંકોચન કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ આ પદાર્થોના ઉત્પાદનને ઘટાડવામાં મદદ કરે છે અને તેનાથી દુખાવામાં રાહત મળે છે. તેમણે સલાહ આપી કે અખરોટ, અળસી અને સૅલ્મોન જેવી ખાદ્ય સામગ્રીનો નિયમિત આહારમાં સમાવેશ કરવાથી માસિક દરમિયાન થતો દુખાવો ઘટાડવામાં અને માનસિક રાહત મેળવવામાં મદદ મળે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, માત્ર દવાઓ દ્વારા જ નહીં, પરંતુ યોગ્ય અને સંતુલિત આહાર દ્વારા પણ માસિકના દુખાવાને નોંધપાત્ર હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health Care tips Eating mistakes periods problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ