બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધુ પ્ર્રોટીન લેવાથી કેવી રીતે કિડની થાય છે ખરાબ? જાણો એક્સપર્ટ પાસેથી
Last Updated: 10:46 PM, 8 April 2026
પ્રોટીન શરીર માટે જરૂરી છે પરંતુ વધુ પડતું પ્રોટીન પણ હાનિકારક હોઈ શકે છે. અત્યારે ખાસ કરીને જીમમાં જનારાઓમાં વધુ પડતું પ્રોટીનયુક્ત ફૂડ ફેમસ થઈ રહ્યો છે, શું તમે જાણો છો કે વધુ પડતું પ્રોટીન તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે? ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ કે વધારાનું પ્રોટીન કિડનીના સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, દરેક વ્યક્તિએ તેમના શરીરના વજનના આધારે દરરોજ એક ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈનું વજન 60 કિલો હોય તો તેને દરરોજ 60 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. પ્રોટીનની આ માત્રા શરીર માટે પૂરતી છે, પરંતુ તેનાથી વધુ માત્રામાં લેવાથી કિડની પર પ્રતિકૂળ અસર થઈ શકે છે ખાસ કરીને જો તમે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા હોવ ત્યારે.

ADVERTISEMENT
એક્સપર્ટ મુજબ, જ્યારે વધુ પડતી માત્રામાં પ્રોટીન શરીરમાં પ્રવેશે છે ત્યારે કિડનીને તેને ફિલ્ટર કરવામાં મુશ્કેલી પડે છે. આ કિડની પર દબાણ લાવે છે. વધુ પડતા પ્રોટીનના સેવનથી યુરિયા અને બીજા વેસ્ટના ઉત્પાદનોનું ઉત્પાદન પણ વધે છે. શરીરમાંથી આ વેસ્ટને દૂર કરવા માટે કિડની જવાબદાર છે. વધુ પડતું પ્રોટીન સતત લેવાથી કિડની વધુ કામ કરે છે, અને આ દબાણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. જો કે, આ અચાનક થતું નથી. જો કોઈ વ્યક્તિ વર્ષોથી ઉચ્ચ પ્રોટીન આહારનું પાલન કરે છે તો તેમની કિડનીને નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
જે લોકો ભારે કસરત કરે છે તેઓ હાઈ પ્રોટીનથી પીડાતા નથી પરંતુ જે લોકો સામાન્ય છે અને વધુ પ્રોટીનનું સેવન કરે છે તેઓ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય હાઈ પ્રોટીન આહાર પહેલાથી જ કિડનીની સમસ્યાઓ કે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે વધુ જોખમી હોઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.