ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દર વર્ષે માત્ર 1 લાખ વધારાના ભરીએ તો 30 વર્ષની હોમ લોન કેટલા વર્ષમાં થશે પૂરી? સમજો આખું ગણિત

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / દર વર્ષે માત્ર 1 લાખ વધારાના ભરીએ તો 30 વર્ષની હોમ લોન કેટલા વર્ષમાં થશે પૂરી? સમજો આખું ગણિત

Last Updated: 10:59 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, દર વર્ષે માત્ર 1 લાખ વધારાનાં ચૂકવવાથી 20-30 વર્ષના હોમ લોનનો સમયગાળો અડધો કે તેનાથી પણ ઓછો થઈ શકે છે. લાંબા ટેન્યોરવાળા લોનમાં આ અસર સૌથી વધુ જોવા મળે છે અને વ્યાજનો ભાર પણ નોંધપાત્ર રીતે ઘટે છે.

1/7

photoStories-logo

1. હોમ લોન

હોમ લોનની EMI લાંબા સમય સુધી ચાલે છે અને તેમાં વ્યાજનો ભાર પણ ઘણો હોય છે. પણ જો તમે દર વર્ષે EMIની સાથે વધારાના 1 લાખ જમા કરો તો લોનનો સમયગાળો નોંધપાત્ર રીતે ઘટી શકે છે. અહીં 8.5% વાર્ષિક વ્યાજ દરને આધારે ગણતરી કરવામાં આવી છે. વધારાની રકમ દર વર્ષના અંતે જમા કરવામાં આવે છે અને તેનો ફાયદો EMI ઘટાડવાને બદલે લોનનો ટેન્યોર ઘટાડવામાં લેવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 20 લાખની હોમ લોનમાં

જો તમે 15 વર્ષનું લોન લીધી હોય અને દર વર્ષે 1 લાખ વધારાનું ચૂકવો તો તે લગભગ 8 વર્ષ 8 મહિનામાં પૂરું થઈ શકે છે. એટલે કે લગભગ 6 વર્ષ 4 મહિના વહેલા લોનથી મુક્તિ મળી શકે છે. 20 વર્ષના લોનમાં આ સમયગાળો ઘટીને લગભગ 10 વર્ષ થઈ જાય છે, જ્યારે 30 વર્ષના લોનમાં તે માત્ર 11 વર્ષમાં પૂરું થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. 20 લાખની ગણતરી

લોનનો ટેન્યોર 15 વર્ષ રાખવામાં આવે તો સામાન્ય EMI 19,695 રૂપિયા થાય છે અને દર વર્ષે 1 લાખનો વધારાનો હપ્તો ભરવામાં આવે તો લોનનો ટેન્યોર ઘટીને 8 વર્ષ 8 મહિના થઈ જાય છે. 20 વર્ષના ટેન્યોરમાં સામાન્ય EMI 17,356 રહે છે અને દર વર્ષે 1 લાખનો વધારાનો હપ્તો ભરવાથી ટેન્યોર ઘટીને 10 વર્ષ થાય છે. જ્યારે 30 વર્ષના ટેન્યોરમાં સામાન્ય EMI ₹15,378 હોય છે અને દર વર્ષે ₹1 લાખનો વધારાનો હપ્તો ભરવાથી લોનનો ટેન્યોર ઘટીને 11 વર્ષ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 30 લાખની લોનમાં

15 વર્ષનું લોન લગભગ 10 વર્ષમાં પૂરું થઈ શકે છે. 20 વર્ષનું લોન લગભગ 11 વર્ષ 9 મહિનામાં અને 30 વર્ષનું લોન લગભગ 13 વર્ષ 10 મહિનામાં પૂરું થઈ શકે છે. લોનનો ટેન્યોર 15 વર્ષ રાખવામાં આવે તો સામાન્ય EMI 29,542 રૂપિયા થાય છે અને દર વર્ષે ₹1 લાખનો વધારાનો હપ્તો ભરવામાં આવે તો લોનનો ટેન્યોર ઘટીને 10 વર્ષ થઈ જાય છે. તેવી જ રીતે, 20 વર્ષના ટેન્યોરમાં સામાન્ય EMI 26,035 રૂપિયા રહે છે અને દર વર્ષે ₹1 લાખનો વધારાનો હપ્તો ભરવાથી ટેન્યોર ઘટીને 11 વર્ષ 9 મહિના થાય છે. જ્યારે 30 વર્ષના ટેન્યોરમાં સામાન્ય EMI 23,067 રૂપિયા હોય છે અને દર વર્ષે 1 લાખનો વધારાનો હપ્તો ભરવાથી લોનનો ટેન્યોર ઘટીને 13 વર્ષ 10 મહિના થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. 50 લાખની લોનમાં

15 વર્ષનું લોન લગભગ 11 વર્ષ 6 મહિનામાં 20 વર્ષનું લગભગ 14 વર્ષમાં અને 30 વર્ષનું લગભગ 17 વર્ષમાં પૂરું થઈ શકે છે. જેમાં લોનનો ટેન્યોર 15 વર્ષ રાખવામાં આવે તો સામાન્ય EMI 49,237 રૂપિયા થાય છે અને દર વર્ષે 1 લાખનો વધારાનો હપ્તો ભરવામાં આવે તો લોનનો ટેન્યોર ઘટીને 11 વર્ષ 6 મહિના થઈ જાય છે. 20 વર્ષના ટેન્યોરમાં સામાન્ય EMI 43,391 રૂપિયા રહે છે અને દર વર્ષે 1 લાખનો વધારાનો હપ્તો ભરવાથી ટેન્યોર ઘટીને 14 વર્ષ થાય છે. જ્યારે 30 વર્ષના ટેન્યોરમાં સામાન્ય EMI 38,446 રૂપિયા હોય છે અને દર વર્ષે 1 લાખ રૂપિયાનો વધારાનો હપ્તો ભરવાથી લોનનો ટેન્યોર ઘટીને 17 વર્ષ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કેમ આટલો મોટો ફરક પડે ?

હોમ લોનની શરૂઆતના વર્ષોમાં EMIમાં વ્યાજનો હિસ્સો ખૂબ વધારે હોય છે. જ્યારે તમે દર વર્ષે 1 લાખ વધારાનું જમા કરો છો ત્યારે તે સીધી મૂળ રકમ ઘટાડે છે. તે પછી આગળના મહિનાઓમાં વ્યાજ ઓછી મૂળ રકમ પર લાગે છે. આ ચક્ર ચાલુ રહે છે અને નિયમિત EMI ચાલુ રહેવા છતાં લોનનો સમયગાળો ઝડપથી ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સૌથી મોટી અસર

સૌથી મોટી અસર લાંબા ટેન્યોરવાળા લોનમાં જોવા મળે છે. જેમ કે 20 લાખ રૂપિયાના 30 વર્ષના લોનમાં દર વર્ષે 1 લાખ વધારાનું ચૂકવવાથી લગભગ 19 વર્ષ વહેલા લોન પૂરી થઈ શકે છે. તેથી જો તમને દર વર્ષે બોનસ, ઇન્ક્રીમેન્ટ કે અન્ય વધારાની રકમ મળે તો તેનો એક ભાગ હોમ લોનના પ્રીપેમેન્ટમાં વાપરવો ફાયદાકારક રહે છે. આથી વ્યાજનો ભાર અને લોનનો સમયગાળો બંને ઘટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

extra paying loan tenure home loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ