ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / VVIP મહેમાનો માટે દિલ્હીમાં બ્લેક લક્ઝરી કારોનો ક્રેઝ: અન્ય રાજ્યોથી ગાડીઓ મંગાવાઈ, ડ્રાઈવરોને ખાસ ટ્રેનિંગ

photo-story

5 ફોટો ગેલેરી

BRICS Summit / VVIP મહેમાનો માટે દિલ્હીમાં બ્લેક લક્ઝરી કારોનો ક્રેઝ: અન્ય રાજ્યોથી ગાડીઓ મંગાવાઈ, ડ્રાઈવરોને ખાસ ટ્રેનિંગ

Last Updated: 12:21 AM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિલ્હીમાં યોજાનારી BRICS સમિટ માટે વિદેશી ડેલિગેટ્સની અવરજવર અર્થે મર્સિડીઝ, બીએમડબલ્યુ અને મેબેક જેવી લક્ઝરી ગાડીઓની ભારે ડિમાન્ડ નીકળી છે.

1/5

photoStories-logo

1. VVIP મહેમાનો માટે દિલ્હીમાં બ્લેક લક્ઝરી કારોનો ક્રેઝ: અન્ય રાજ્યોથી ગાડીઓ મંગાવાઈ, ડ્રાઈવરોને ખાસ ટ્રેનિંગ

આગામી 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી વૈશ્વિક BRICS શિખર પરિષદ (BRICS Summit) ને લઈને રાજધાની દિલ્હીમાં ઉત્સાહ અને સુરક્ષા વ્યવસ્થા ચરમસીમા પર છે. વિદેશી ડેલિગેટ્સ, VVIP મહેમાનો અને દેશ-વિદેશના વરિષ્ઠ અધિકારીઓની આવનજાવન માટે દિલ્હીમાં લક્ઝરી અને પ્રીમિયમ કારોની અભૂતપૂર્વ માંગ જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લક્ઝરી ગાડીઓનું દૈનિક ભાડું લાખો રૂપિયા

આ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટના કારણે દિલ્હીમાં લક્ઝરી ગાડીઓનું દૈનિક ભાડું લાખો રૂપિયા સુધી પહોંચી ગયું છે, જેણે પ્રીમિયમ કાર રેન્ટલ અને ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં મોટો ઉછાળો આણ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કાળા રંગની લક્ઝરી કારોનો ભારે ક્રેઝ

ઈન્ડિયન ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સતીશ શેરાવતના જણાવ્યા અનુસાર, આવા ભવ્ય આયોજનો દરમિયાન મર્સિડીઝ, બીએમડબ્લ્યુ (BMW), મેબેક (Maybach) અને ટોયોટા વેલફાયર (Toyota Vellfire) જેવી મોંઘી કારોની માંગ સૌથી વધુ હોય છે. તેમાં પણ વિદેશી મહેમાનો અને ડેલિગેટ્સ માટે 'બ્લેક કલર' ની લક્ઝરી કારો સૌથી પહેલી પસંદ બની છે. જોકે, સફેદ રંગની ગાડીઓની માંગ પણ યથાવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અન્ય રાજ્યોમાંથી મગાવાઈ રહી છે ગાડીઓ

સ્થાનિક ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા મુજબ, દિલ્હીમાં વધી રહેલી માંગને પહોંચી વળવા માટે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી પણ પ્રીમિયમ કારો દિલ્હી લાવવામાં આવી રહી છે. ઘણી કારોમાં 80 કિમી/કલાકનું સ્પીડ લોક હોવાથી લાંબા રૂટ અને ઝડપી મૂવમેન્ટ માટે ખાસ સુવિધા ધરાવતી ગાડીઓ મગાવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ડ્રાઈવરોને વિશેષ ટ્રેનિંગ અને અંગ્રેજીનું જ્ઞાન

VVIP મહેમાનોની આગતાસ્વાગતામાં કોઈ ખામી ન રહી જાય તે માટે ડ્રાઈવરો (ચોફર) ને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ડ્રાઈવરો સુસજ્જ ડ્રેસકોડમાં રહેવાની સાથે સામાન્ય અંગ્રેજી ભાષામાં વાતચીત કરી શકે તેવી તકેદારી રાખવામાં આવી છે, જેથી વિદેશી ડેલીગેટ્સ સાથે ભાષાકીય મુશ્કેલી ન સર્જાય. આ શિખર પરિષદે હોટેલ અને સિક્યુરિટી ક્ષેત્રની સાથે લક્ઝરી મોબિલિટી ક્ષેત્ર માટે પણ કરોડોનો વ્યાપાર ઊભો કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BRICS2026 LuxuryCars BRICSSummit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ