ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / highcourt lucknow bench gives bail to ashish mishra accused in lakhimpur khiri incident
ADVERTISEMENT
ADVERTISEMENT
લખીમપુર હિંસા મામલે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાઈકોર્ટની લખનૌ બેંચે આશિષ મિશ્રાને જામીન આપી દીધા છે. આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટે હવે ચુકાદો સંભળાવતા જામીન આપ્યા છે. ત્યારે આશા છે કે આવતીકાલ સુધીમાં
આશિષ મિશ્રા જેલમાંથી બહાર આવી શકે છે.
ચાર્જશીટમાં SIT આશિષ મિશ્રાને ગણાવ્યો હતો આરોપી
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ SITએ તાજેતરમાં લખીમપુર હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 5000 પાનાની ચાર્જશીટમાં SITએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું. આટલું જ નહીં, SIT અનુસાર, આશિષ ઘટનાસ્થળે હાજર હતો. SITએ તેની તપાસમાં લખીમપુર હિંસામાં આશિષ મિશ્રાએ હથિયારોથી ફાયરિંગ કર્યું હોવાની પુષ્ટિ કરી હતી. આશિષ મિશ્રાની રિવોલ્વર અને રાઈફલથી પણ ફાયરિંગ થયું હતું. ચાર્જશીટમાં SITએ આશિષ મિશ્રા અને અંકિત દાસના લાયસન્સવાળા હથિયારોથી ફાયરિંગની વાત કરી હતી. જ્યારે આશિષ મિશ્રાએ કહ્યું હતું કે 1 વર્ષથી તેમના હથિયારોમાંથી કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. પોલીસે બેલેસ્ટિક રિપોર્ટના આધારે ફાયરિંગની પુષ્ટિ કરી હતી.
શું બની હતી ઘટના
ADVERTISEMENT
26 સપ્ટેમ્બરે, ખેડૂતોએ લખીમપુરના સંપૂર્ણનગર વિસ્તારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રાને કાળા ધ્વજ બતાવ્યા હતા. મિશ્રા એક જનસભાને સંબોધન કરવા જઈ રહ્યા હતા. જાહેર સભામાં તેમણે પોતાના વિરોધનો હવાલો આપીને ખેડૂતોને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોના નેતાઓ સંયુક્ત કિસાન મોરચા વડા પ્રધાન મોદીનો સામનો કરી શકશે નહીં.
ઘટનાથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ મંત્રીના પુત્રની ગાડી સળગાવી મૂકી હતી. ખેડૂતોના હોબાળાને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી સીએમના મુખ્ય કાર્યક્રમનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં મૌર્ય અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા તેનીને કાળા વાવટા બતાવતા ખેડૂતોની ધમકીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ વ્યવસ્થા કરી હતી.
ADVERTISEMENT
લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધપ્રદર્શનમાં આઠ લોકોના મોત થયા હતા. બે એસયુવીએ દેખાવકારોને અડફેટે લીધા બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બે એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો)ને આગ ચાંપી દીધી હતી. બંને પક્ષના ચાર-ચાર વ્યક્તિઓના મોત થયા હોવાનું કહેવાય છે. ચાર ખેડૂતોને કારે દોડાવ્યા હતા જ્યારે કારમાં રહેલા ચાર લોકોને દેખાવકારોએ માર માર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ