ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / કડકડતી ઠંડીનો કહેર, ઉત્તર પૂર્વના તેજ પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડી વધી

હવામાન અપડેટ / કડકડતી ઠંડીનો કહેર, ઉત્તર પૂર્વના તેજ પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડી વધી

Published By: Priyankka Triveddi

Last Updated: 09:04 AM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather News: ગુજરાત રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરપૂર્વમાંથી ફૂંકાતા ઠંડા પવનોના લીધે ઠંડીમાં વધારો થયો છે. અમરેલી અને નલિયા સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો નીચે ગયો છે.

ADVERTISEMENT

Gujarat Weather News: ગુજરાતમાં ઠંડીની ધારદાર શરૂઆત થઈ ગઈ છે. અને ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. એક તરફ ઉત્તરપૂર્વમાંથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થયો છે. તો અમરેલી, નલિયા ઉપરાંત પાટનગર અને અમદાવાદ શહેરનું તાપમાન પણ નીચું ગયું છે.

ગુજરાત રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન આ મુજબ રહ્યું હતું.

  • નલિયા 9 ડિગ્રી
  • અમદાવાદ 13 ડિગ્રી
  • ગાંધીનગર 12 ડિગ્રી
  • ડીસા 12.3 ડિગ્રી,
  • રાજકોટ 10.1 ડિગ્રી
  • વડોદરા 14.6 ડિગ્રી
  • અમરેલી 9 ડિગ્રી
  • સુરત 16.1 ડિગ્રી
  • ભુજ 11.8 ડિગ્રી
  • મુન્દ્રા 14.8 ડિગ્રી
  • કંડલા 10.7 ડિગ્રી
  • ભાવનગર 14.7 ડિગ્રી
  • દ્વારકા 16.1 ડિગ્રી
  • રાજકોટ 10.1 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 13 ડિગ્રી
  • મહુવા 13.9 ડિગ્રી
  • કેશોદ 11.8 ડિગ્રી

આ વર્ષે ગુજરાતમાં ઠંડીનો ચમકારો ખૂબ મોડા અનુભવાયો છે જેના કારણમાં હવામાન વિભાગના નિષ્ણાત એમ કહે છે કે ગુજરાતમાં ઠંડીની અસર ઉત્તર ભારતથી આવતા સૂકા અને ઠંડા પવનોને લીધે થાય છે. સામાન્ય રીતે આ પવનની શરૂઆત ડિસેમ્બર મહિનાથી થતી હોય છે. પણ આ વર્ષે હિમાલયમાં દર વર્ષની જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું નથી. સામાન્ય રીતે જ્યારે પહાડો પર બરફ વર્ષા થાય છે ત્યારે ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનો મેદાન વિસ્તાર અને ગુજરાત સુધી ઠંડીને ખેંચી લાવે છે. આ વર્ષે હિમાલયમાં બરફ વર્ષા ઓછી થઈ હોવાના કારણે ઠંડીની લહેર સર્જાઇ નથી. આટલું જ નહીં હવામાન એક્સપર્ટના કહેવા મુજબ પ્રશાંત મહાસાગરમાં આ વર્ષે તાપમાન વધવાથી એટલે કે અલ નીનોની અસર હોવાના કારણે પણ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પણ વૈશ્વિક સ્તરે એકંદરે શિયાળો નરમ રહયો છે. બીજી બાજુ અરબ સાગર પરથી આવતા ગરમ અને ભેજવાળા પવનોના કારણે પણ તાપમાન નીચે જતાં અટક્યું છે.

જો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ત્રણેય ઋતુઓમાં મોટો ફેરફાર જોવા મળી રહયો છે. જ્યાં મોટા ભાગે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો મારો શરૂ થઈ જતો હોય છે ત્યાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડીના પ્રમાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં ઠંડી કરતાં ગરમીનું જોર વધારે થયું હતું. જો વાત કરીએ વર્ષ 2024 અને 2025 ના ડિસેમ્બરની તો 2024ના વર્ષે ડિસેમ્બર મહિનાના અંત ભાગમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું કુલ 22 વાર નોંધાયું હતું જે વર્ષ 2025માં માત્ર 4 વાર જ પારો 10 ડિગ્રીથી ગગડ્યો હતો. વર્ષ 2024ના ડિસેમ્બરમાં નલિયામાં તાપમાન 4.2 સુધી ગયું હતું જે આઆ વલહતે હજુ સુધી સૌથી નીચું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. વાત કરીએ અમદાવાદની તો ડિસેમ્બર 2024 માં અમદાવાદમાં 10-15 દિવસોમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતું જ્યારે આ વર્ષે માત્ર 4 જ દિવસ અમદાવાદનું તાપમાન 14 ડિગ્રીથી નીચે ગયું છે. નોંધનીય છે કે આ વર્ષે ડિસેમ્બ મહિનામાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો: કાલોલમાં નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે રસ્તા પર ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ

vtv app promotion

જો કે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં પણ લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને રાત અને વહેલી સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધશે. IMD એ ગુજરાત સહિત અનેક રાજ્યો માટે શીત લહેર અને ધુમ્મસની પણ આગાહી કરી છે. આગામી દિવસોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજધાનીમાં 'Cold Day' ની સ્થિતિ સર્જાઇ શકે છે. જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા રહેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather update Gujarat cold wave Cold wave warning Gujarat

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ