ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાલોલમાં નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે રસ્તા પર ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ

VIDEO / કાલોલમાં નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે રસ્તા પર ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ

Published By: Vishal Khamar

Last Updated: 10:13 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના કાલોલમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષે પોલીસ સાથે તકરાર કરતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે ચેકિંગ માટે કાર ઉભી રાખતા બબાલ થઈ હતી. પોલીસે 5 લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

પંચમહાલની કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે તકરાર થવા પામી હતી. કારોબારી અધ્યક્ષ જ્યોત્સના બેલદારની કાર ચેકિંગ માટે ઉભી રખાતા માથાકૂટ કરી હતી. કાર ઉભી રાખવાનું કહેતા કાર ચાલકે ગંદા ઈશારા કર્યા હોવાનો પોલીસે આરોપ લગાવ્યો છે. કારોબારી અધ્યક્ષનો દીકરો કાર ચલાવી રહ્યો હતો.

કારોબારી અધ્યક્ષ અને તેના પરિવારે પોલીસ સાથે માથાકૂટ કરી

કારમાં સવાર જ્યોત્સના બેલદાર અને તેના પરિવારે પોલીસના આરોપ નકારી કાઢ્યા હતા. કારોબારી અધ્યક્ષ અને તેના પરિવારે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. પરિવારે સીસીવીટી ચેક કરવાનું કહેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ આગળ શરૂ કરી હતી.

પંચનામા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો

કાલોલમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે બબાલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સાથે દાદાગીરી કરનાર પ્રતીક જોશીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પર વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીને પોલીસ મથકથી ચલાવીને કોર્ટ સુધી લઈ જવાયો હતો. કોર્ટની બહાર બનાવ સ્થળ પર પોલીસે પંચનામું કર્યું હતું. પંચનામા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો.

આ પણ વાંચોઃ બગદાણા મારામારી : કોળી સમાજના વકીલોની બેઠક મળી, 10 જાન્યુ.એ નવનીત બાલધિયાને મળશે

પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી

જ્યારે પોલીસ સાથે ઘર્ષણ કરનાર જ્યોત્સના બેલદાર, નેહા પાઠક, વર્ષાબેન જોશી, પ્રિયંકા બેલદાર ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કારોબારી અધ્યક્ષની કાર ચેકિંગ માટે ઉભી રખાતા માથાકૂટ થઈ હતી. કાર ઉભી રાખવાનું કહેતા કાર ચાલકે ગંદા ઈસારા કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. કારોબારી અદ્યક્ષનો દીકરો કાર ચલાવી રહ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalol Municipality Panchmahal News Panchmahal

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ