ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / બગદાણા મારામારી : કોળી સમાજના વકીલોની બેઠક મળી, 10 જાન્યુ.એ નવનીત બાલધિયાને મળશે

Bagdana News / બગદાણા મારામારી : કોળી સમાજના વકીલોની બેઠક મળી, 10 જાન્યુ.એ નવનીત બાલધિયાને મળશે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:09 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bagdana News: ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર માર્યાના મામલે કોળી સમાજના વકીલોની લીગલ ટીમની મીટીંગ મળી હતી.

ADVERTISEMENT

Bagdana News: ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર માર્યાના મામલે કોળી સમાજના વકીલોની લીગલ ટીમની મીટીંગ મળી હતી. ભાવનગરમાં ધર્મેન્દ્રભાઈ ડાભીની ઓફિસમા મીટીંગ મળી હતી. લીગલ ટીમે મીટીંગમા કેસ પેપર પર અભ્યાસ કરીને ગઠન કર્યુ છે. વકિલોની લીગલ ટીમ આગામી 10 જાન્યુઆરીએ ઘટના સ્થળ પર જઈને તપાસ કરશે તેમજ પીડિત નવનીત બાલધીયાને મળી સમગ્ર ઘટનાની જાણકારી મેળવશે.

નવનીત બાલધીયાના દીકરાને પણ લીગલ ટીમ મળવાની છે. કાવતરાખોર મુખ્ય આરોપીનું નામ આવે તે દિશામાં તપાસ કરશે. તપાસ બાદ લીગલ ટીમ એસઆઇટીને મળીને નવનીતભાઈને ન્યાય મળે તે દિશામાં રજુઆત કરશે.

ભાવનગરના બગદાણાના સેવક નવનિતભાઈ પર થયેલ હુમલા બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજે નવનીત નામના બગદાણા આશ્રમના સેવક પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. બીજી તરફ જયરાજ આહિરે પણ સ્પષ્ટતા કરી હતી કે આ હુમલામાં મારો કોઈ હાથ નથી, પરંતુ સસ્તી પ્રસિદ્ધિ માટે મારું નામ ખોટેખોટું ઉછાળવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં ન્યાય માટે રજૂઆત કરવામાં આવતા સીટની રચના પણ થઇ ગઇ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ VIDEO : બગદાણા બબાલ વચ્ચે માયાભાઈ આહીરે મૂક્યો નવો વીડિયો, લોકોએ કર્યાં ટ્રોલ

શું છે સમગ્ર મામલો

લોકગાયક માયાભાઈ આહીરનો 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં ભજનનો કાર્યક્રમ હતો, જેનો એક વીડિયો વાયરલ થયા પછી વિવાદ સર્જાયો હતો. એ કાર્યક્રમના વીડિયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે આ વાતચીત બાદ માયાભાઈ આહીરે એક માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો સામે આવ્યા પછી માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો. આ મામલો વધુ ઉગ્ર બન્યો અને કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગર સુધી રજુઆત કરતા તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. બગદાણા વિવાદની રજૂઆત ગાંધીનગરમાં કરાઈ હતી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને કોળી સમાજની બેઠક મળી હતી. કોળી સમાજના ધારાસભ્યો અને મંત્રીઓએ પહોંચી રજૂઆત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Koli Samaj Navneet Baldhiya Bagdana News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ