ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : બગદાણા બબાલ વચ્ચે માયાભાઈ આહીરે મૂક્યો નવો વીડિયો, લોકોએ કર્યાં ટ્રોલ

ગુજરાત / VIDEO : બગદાણા બબાલ વચ્ચે માયાભાઈ આહીરે મૂક્યો નવો વીડિયો, લોકોએ કર્યાં ટ્રોલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:52 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mayabhai Ahir Bagdana Controversy: ભાવનગરના બગદાણાના સેવક નવનિતભાઈ પર થયેલ હુમલા બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

Mayabhai Ahir Bagdana Controversy: ભાવનગરના બગદાણાના સેવક નવનિતભાઈ પર થયેલ હુમલા બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજે નવનીત નામના બગદાણા આશ્રમના સેવક પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. બીજી તરફ જયરાજ આહિરે પણ સ્પષ્ટતા કરી હતી કે આ હુમલામાં મારો કોઈ હાથ નથી, પરંતુ સસ્તી પ્રસિદ્ધિ માટે મારું નામ ખોટેખોટું ઉછાળવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં ન્યાય માટે રજૂઆત કરવામાં આવતા સીટની રચના પણ થઇ ગઇ છે.

માયાભાઈના ડાયરાનો બહિષ્કારની ચિંમકી

આ બધા ઘટનાક્રમની વચ્ચે માયાભાઇ આહિરનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. માયાભાઈ આહીરે પોતાની સત્તાવાર યુ-ટ્યુબ ચેનલ પર સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂરા થવા અંગેનો વીડિયો મૂકતા યુઝર્સ રીતસરના તૂટી પડ્યા હતા. બગદાણા વિવાદને લઈને રોષે ભરાયેલા લોકોએ રીતસરનો કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. જેમાં યુઝર્સે માયાભાઈના ડાયરાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

નોધનીય છે કે, નરેન્દ્ર મોદીની હાજરીમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ઉજવાઈ રહ્યો છે, જેમાં આજથી 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિર પર થયેલા આક્રમણથી માંડીને આજના ભવ્ય સોમનાથનો વૈભવ દર્શાવવામાં આવશે.ત્યારે એક વીડિયો મુકી માયાભાઇ આહીર સોમનાથના પર્વ પર બોલતા આ વીડિયો પર બગદાણાની ઘટનાને લઇ તેમના વિરોધીઓ કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો

લોકગાયક માયાભાઈ આહીરનો 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં ભજનનો કાર્યક્રમ હતો, જેનો એક વીડિયો વાયરલ થયા પછી વિવાદ સર્જાયો હતો. એ કાર્યક્રમના વીડિયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે આ વાતચીત બાદ માયાભાઈ આહીરે એક માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો સામે આવ્યા પછી માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો. આ મામલો વધુ ઉગ્ર બન્યો અને કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગર સુધી રજુઆત કરતા તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. બગદાણા વિવાદની રજૂઆત ગાંધીનગરમાં કરાઈ હતી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને કોળી સમાજની બેઠક મળી હતી. કોળી સમાજના ધારાસભ્યો અને મંત્રીઓએ પહોંચી રજૂઆત કરી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ 'PM મોદીને ફરીયાદ કરીશું' MLA વિમલ ચુડાસમાએ ખાણ માફિયાઓ સામે મોરચો માંડ્યો

માફી માંગીને માયાભાઈ આહીરે શું કહ્યું

માયાભાઇ આહીરે કહ્યું, "તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરે જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારાથી એક જાહેરાત કરાઈ, બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચ શ્રીનો ફોન આવ્યો, એમણે મારું ધ્યાન દોર્યું કે હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે, તો મને ખબર નથી કે કોણ શું છે, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાયો, એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબતે, તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે, એવી આપ બધાને પ્રાર્થના કરું છું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bagdana Mayabhai Ahir Bhavnagar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ