ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'PM મોદીને ફરીયાદ કરીશું' MLA વિમલ ચુડાસમાએ ખાણ માફિયાઓ સામે મોરચો માંડ્યો
Last Updated: 04:20 PM, 7 January 2026
ADVERTISEMENT
ગુજરાતમાં ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટ અધિકારીના પાપે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ઘણી જગ્યાઓ પર બેફામ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. એવામાં ખાણ માફિયાઓ સામે ગીર સોમનાથના ધોરાસભ્ય વિમલ ચુડાસમાએ મોરચો ખોલ્યો છે. તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે તેમને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી નહીં કરાય તો PM મોદીને રજૂઆત કરવાની પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી.
ADVERTISEMENT

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું - જૂનાગઢમાં માળીયાહાટીના અને માંગરોળ પંથકમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. અધિકારીઓને લોકેશન આપવા છતાં પણ તેઓ ખનીજ માફિયાઓ વિરુદ્ધ એક્શન લઈ રહ્યા નથી, તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે. ત્યારે ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવાની ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગ કરી છે. સાથે જ તેમણે ખનીજ માફિયા ઉપર અધિકારીઓ કાર્યવાહી નહીં કરે તો PM મોદીને રજૂઆત કરવા તૈયારી પણ બતાવી છે.
ADVERTISEMENT

તેમણે માળીયાહાટીના અને માંગરોળ પંથકમાં બેફામ ખનીજચોરીનો આક્ષેપ લગાવતા કહ્યું કે ખાણ-ખનીજના અધિકારીઓ લોકેશન આપવા છતાં કામગીરી કરતા નથી. ખનીજ માફિયાઓ દ્વારા આ લોકેશન પર દિવસ રાત બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. તેમણે કહ્યું - વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે હું તેમને લેખિતમાં ફરિયાદ કરીશ કે અધિકારીઓ દ્વારા ખનીજ માફિયા પર એક્શન લેવામાં આવે. અધિકારીઓ બેફામ થઈ ગયા છે, કોઇથી ડરતા નથી, આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બનાસકાંઠા કલેકટર કચેરીને મળી બોમ્બથી ઉડાવાની ધમકી, આખી કચેરી ખાલી કરાવાઈ
તેમણે કહ્યું કે રૂશ્વત લેવા ટેવાયેલા અધિકારીઓને બધી જ વિગતો આપેલી હોવા છતાં આવા અધિકારીઓ દ્વારા કોઈ એક્શન લેવાતું નથી. ત્યારે આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવે. જે ખનીજ માફિયાઓ ખનીજ અધિકારીઓને હપ્તા આપી રહ્યા છે, તેમના ખાડાઓ માપવામાં આવે, તેમના પર દંડ લાદવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT