ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠા કલેકટર કચેરીને મળી બોમ્બથી ઉડાવાની ધમકી, આખી કચેરી ખાલી કરાવાઈ

તપાસ / બનાસકાંઠા કલેકટર કચેરીને મળી બોમ્બથી ઉડાવાની ધમકી, આખી કચેરી ખાલી કરાવાઈ

Published By: Vishal Khamar

Last Updated: 03:54 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જીલ્લાના વડું મથક પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ બાબની જાણ પોલીસને થતા પોલીસ કલેક્ટર કચેરી પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ADVERTISEMENT

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અધિકારીઓમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ધમકીભર્યો મેલ મળતા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી તેમજ કોર્ટ સંકુલ પણ ખાલી કરાવાયું હતું. પોલીસે સતત સાયરન વગાડી લોકોને કચેરી બહાર નીકળવા અપીલ કરી હતી. પોલીસે કલેક્ટર કચેરીના સ્ટાફને કચેરીમાંથી બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અચાનક કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જતા અરજદારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. પોલીસે મેલ ક્યાંથી આવ્યો અને કોને કર્યો તેને લઈને તપાસ શરૂ કરી છે.

Surat District Court Bomb Threat : ગુજરાતમાં સતત બોમ્બ ધમકીની ઘટનાઓ સામે આવી રહી છે. ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળ્યાને હજી ગણતરીના કલાકો જ થયા છે ત્યાં સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સુરત જિલ્લા કોર્ટને અજાણ્યા ફોન કોલ દ્વારા બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર દોડતું થયું હતું. આ ફોન કોલ બાદ તાત્કાલિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

ધમકી મળતાની સાથે જ સુરત જિલ્લા કોર્ટના તમામ કોર્ટરૂમ અને આસપાસના સમગ્ર પરિસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ કોર્ટ પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સુરક્ષા કારણોસર આજના દિવસ માટે કોર્ટની તમામ કાર્યવાહી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

ભદ્ર અને હાઇકોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની મળી ધમકી

આ તરફ સુરતની સાથે સાથે હવે સામે આવ્યું છે કે, ભદ્ર અને હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરત બાદ અમદાવાદમાં પણ ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. સ્મોલ કોસ કોર્ટના મેઇલ આઇડી પર ઇમેઇલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે સ્થાનિક પોલીસ, ડોગ સ્કોડ, બીડીડીએસ, SOGની ટીમ તપાસ શરૂ કરી.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ મળી હતી ધમકી

ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઇમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના પગલે કોર્ટની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમોએ કોર્ટ પરિસરમાં તપાસ કરી હતી. આ પહેલા ડિસેમ્બર મહિનામાં અમદાવાદની અનેક સ્કૂલોને પણ બોમ્બ ધમકી ભર્યા ઇમેલ મળ્યા હતા. ઝાયડસ સ્કૂલ સહિતની કેટલીક શાળાઓને ધમકી મળતા સ્કૂલ સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષાને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને સલામત રીતે ઘરે મોકલવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તમામ શાળાઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મળ્યો છે તે 12 સ્કુલોના નામનું લિસ્ટ

  • ઝેબર સ્કૂલ, થલતેજ
  • મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
  • DAV ઈન્ટરનેશલ, મકરબા
  • નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
  • ઝાયડસ સ્કૂલ, વેજલપુર
  • CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
  • આવિષ્કાર સ્કૂલ, કલોલ
  • જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર
  • અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર
  • ઉદગમ સ્કૂલ, થલતેજ
  • DPS, બોપલ
  • તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ

તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા

પોલીસ દ્વારા શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કોર્ડ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી તેમજ વસ્ત્રાપુરની નિર્માણ અને અડાલજની ડિવાઈન સ્કૂલને પણ ધમકી મળી હતી. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા અપાઈ હતી. તેમજ તાત્કાલીક મેસેજ કરી વાલીઓનો પણ બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સગીરાના મોત બાદ વડોદરાની હર્ષલ હોસ્પિટલને તાળા, ડોક્ટર પેટમાંથી કોટન કાઢવાનું ભૂલ્યો

ક્યારે ક્યારે ક્યાં ધમકી મળી

  • અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી
  • 4 ડીસેમ્બર 2025 : ગુજરાત હાઇકોર્ટ ને ઈમેલ દ્વારા કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનો ધમકી ભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો
  • 29 સપ્ટેમ્બર 2025 : અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ
  • 22 જુલાઈ 2025 : અમદાવાદ એરપોર્ટ અને સુરતની 2 શાળાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
  • 6 મે 2024 : અમદાવાદની કુલ 16 શાળાઓને મેલથી મળી હતી ધમકી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Banaskantha Palanpur

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ