ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / સગીરાના મોત બાદ વડોદરાની હર્ષલ હોસ્પિટલને તાળા, ડોક્ટર પેટમાંથી કોટન કાઢવાનું ભૂલ્યો

દુઃખદ / સગીરાના મોત બાદ વડોદરાની હર્ષલ હોસ્પિટલને તાળા, ડોક્ટર પેટમાંથી કોટન કાઢવાનું ભૂલ્યો

Published By: Vishal Khamar

Last Updated: 03:29 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં દર્દીના ઓપરેશન બાદ ડોક્ટર કોટન કોટન કાઢવાનું ભૂલી ગયા હતા. કોટનનો ટુકડો દર્દીના આંતરડામાં ઘુસી જતા દર્દીને ઈન્ફેક્શન થઈ જતા તેની તબીયત બગડતા સારવાર દરમ્યાન મોત થયું હતુ.

ADVERTISEMENT

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી કિશોરીને પેટમાં ગાંઠ હોવાનું જણાતા યુવતીનું ખાનગી હોસ્પિટલમાં બે મહિના પહેલા જ સર્જરી કરવામાં આવી હતી. જે બાદ પણ યુવતીને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોઈ ફરી અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયું હોવાનું જણાયું હતું. જે બાદ સર્જરી કરી કોટનનું કપડનું બહાર કાઢવામાં આવ્યું હતું. જે બાદ યુવતીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

બાળકીનું દિવાળી પહેલા ઓપરેશન કરાવ્યું હતું

વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ સોસાયટીમાં રહેતા પરિવારની દીકરીનું દિવાળી પહેલા પેટમાં ગાંઠ હોઈ સોમા તળાવ હર્ષલ હોસ્પિટલમાં સર્જરી કરી ગાંઠ બહાર કાઢી હતી.ઓપરેશન દરમ્યાન તબીબની ભૂલથી પેટમાં કોટનનું કપડું રહી જતા એક અઠવાડિયા પછી બાળકીને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો.

પરિવારજનો પર આભ તૂટી પડ્યું

જે બાદ પરિવારે બાળકીને મકરપુરા વિસ્તારમાં ખાનગી હોસ્ટિલમાં બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. જ બાદ તબીબે બાળકીને પેટના ભાગની સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમા માલુમ પડ્યુ કે બાળકીના પેટમાં સર્જરી દરમ્યાન એક કોટનનું કપડું રહી ગયું હતું. ડોક્ટર દ્વારા ભૂલ થયાનું સ્વીકારી રૂ.1.70 લાખ ચૂકવી ફરી સર્જરી કર્યા બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો ન આવતા આજે બાળકીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

બાળકીના મૃતદેહનું પેનલ દ્વારા પીએમ કરાયું

સમગ્ર મામલે બાળકીના પરિવારજનોએ કપુરાઈ પોલીસ મથકમાં હર્ષલ હોસ્પિટલના તબીબ સામે અરજી આપી છે. જેમાં ડો. વિજયસિંહ રાજપૂતની સામે ફરિયાદ દાખલ કરવાની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ ઓપરેશનમાં બેદરકારી દાખવનાર તબીબ હાલ ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

કોટનનો ટુકડો દર્દીના આંતરડામાં ઘુસી ગયો હતોઃ ડૉ.રક્ષિત પટેલ

વડોદરામાં ડોક્ટરની બેદરકારીથી સગીરાના મોત મુદ્દે કોટન કાઢનાર ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે. ડોક્ટર રક્ષિત પટેલે જણાવ્યું હતું કે, પેટમાં ભૂલથી રહી ગયેલું કોટન બહાર કાઢ્યું હતું. કોટનનો ટુકડો દર્દીના આંતરડામાં ઘુસી ગયો હતો. એક મહિના પહેલા જુનું ઓપરેશન થયેલું હોવાથી ઈન્ફેક્સન વધી ગયું હતું. ઓપરેશન કર્યા પછી પણ તબિયત સ્થિર ન થઈ. રિકવરી પીરિયડ દરમ્યાન જ દર્દીનું મોત થયું છે.

આ પણ વાંચોઃ 'સત્તા માટે જે કબીલો બદલી શકે...', શું દીકરાની હરકતથી પિતા છોટુ વસાવા નારાજ?

સગીરાના મોત બાદ વડોદરાની હર્ષલ હોસ્પિટલને તાળા

સગીરાના મોત બાદ વડોદરાની હર્ષલ હોસ્પિટલને તાળા મારી ડોક્ટર ફરાર થઈ ગયા છે. ડોક્ટરની બેદરકારીથી દીકરીનું મોત નિપજ્યું છે. ઘટના પછી ડો. વિજયસિંહ રાજપૂત હોસ્ટિલને તાળા મારી ફરાર થઈ ગયો છે. દર્દીના ઓપરેશન પછી પેટમાંથી કોટન કાઢવાનું ડોક્ટર ભૂલી ગયા હતા. દીકરીને દુઃખાવો થતાં પરિવારે અન્ય ડોક્ટર પાસે રિપોર્ટ કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આંતરડામાં ઈન્ફેક્શનના લીધે દિકરીએ જીવ ગુમાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara patient death Vadodara news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ