ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 'સત્તા માટે જે કબીલો બદલી શકે...', શું દીકરાની હરકતથી પિતા છોટુ વસાવા નારાજ?
Last Updated: 02:12 PM, 7 January 2026
ADVERTISEMENT
Mahesh Vasava Vs Chhotu Vasava : ગુજરાતની રાજનીતિને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. તમે બધા જાણતા જ હશો કે, ગઇકાલે જ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જોકે હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ હવે તેમના પિતા સાથે વિવાદ વધી શકે છે. વાસ્તવમાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને રાજ્યના આદિવાસી રાજકારણમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. જો કે, તેમના આ રાજકીય નિર્ણયથી પિતા અને જાણીતા આદિવાસી નેતા છોટુ વસાવા નારાજ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
જાણો એવું તે શું કહ્યું છોટુ વસાવાએ ?
મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ થોડા જ સમયમાં છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર એક કટાક્ષભરી પોસ્ટ કરી હતી. પોસ્ટમાં કોઈનું નામ લીધા વિના તેમણે લખ્યું કે, "સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે,
એ નાસમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું ?” આ શબ્દો સીધા પુત્ર મહેશ વસાવા તરફ સંકેત કરતા હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. છોટુ વસાવાની આ પોસ્ટ બાદ આદિવાસી રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે અને પિતા-પુત્ર વચ્ચે ફરી મોટો વિવાદ ઊભો થવાના સંકેતો મળી રહ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસમાં મહેશ વસાવાની એન્ટ્રી બાદ છોટુ વસાવાનો કટાક્ષ 😮 રાજકારણમાં ખળભળાટ | VTV Digital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 7, 2026
#MaheshVasava #ChhotuVasava #CongressGujarat #GujaratPolitics #PoliticalControversy #TribalPolitics #BreakingNews #VTVNews #vtvdigital #gujarat pic.twitter.com/VAwm0LLGdZ
નોંધનીય છે કે, આ પહેલી વખત નથી જ્યારે મહેશ વસાવાના પક્ષ બદલવાના નિર્ણયથી પિતા નારાજ થયા હોય. અગાઉ મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારે પણ બંને વચ્ચે મતભેદ ખુલ્લા પડ્યા હતા. હવે ફરી કોંગ્રેસમાં જોડાણ બાદ જૂના વિવાદો ફરી સપાટી પર આવ્યા છે. છોટુ વસાવા આદિવાસી સમાજમાં “આદિવાસી સુપ્રીમો” તરીકે ઓળખાય છે, ત્યારે તેમના શબ્દો માત્ર પરિવારિક અસંતોષ નહીં પરંતુ રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આ વિવાદ કયા વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.
ADVERTISEMENT
ગઇકાલે જ કોંગ્રેસમાં જોડાયા છે મહેશ વસાવા
ADVERTISEMENT
ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓએ પહેલા BTP સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા અને હવે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. તેઓ દાહોદ સ્થિત જનઆક્રોશ યાત્રા સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરી મહેશ વસાવા સભા સ્થળે પહોંચ્યા. દાહોદના કંબોઈ ગામમાં જનઆક્રોશ યાત્રાના સમાપન કાર્યક્રમમાં મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. દાહોદમાં જનઆક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓની હાજરીમાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા.

ADVERTISEMENT
થોડા સમય પહેલા જ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે તેમના કોંગ્રેસમાં જોડાયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્ત્વ ધરાવતા નેતા છે, તેથી તેમના કોંગ્રેસમાં જોડવાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. ત્યારે હવે એવી અટકળો પણ લગાવાઈ રહી છે કે તેઓ કોંગ્રેસમાંથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. તેમને ઝઘડિયા બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
આ પણ વાંચો : પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા, આ બેઠક પરથી મળી શકે ટિકિટ
ADVERTISEMENT
કોણ છે મહેશ વસાવા ?
જણાવી દઈએ કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. તેઓ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર છે. તેમણે થોડા દિવસો પહેલા જ ભાજપ સાથે છેડો ફાડી દીધો હતો. માહિતી પ્રમાણે, તેઓ સ્કૂલ પાસઆઉટ છે અને વ્યવસાયે તેઓ પોતાને ખેડૂત તરીકે ઓળખાવે છે. મહેશ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે છેડો ફાડીને 11 માર્ચ 2024ના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એ વખતે તેમના ભાજપમાં જોડાવાના કારણે ઘણા વિવાદ થયા હતા. તેમના પરિવારમાં જ આ મામલે બે ભાગલા પડી ગયા હતા. તેમના પિતા છોટુ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના સ્થાપક છે અને મહેશ વસાવાના ભાજપમાં જોડવાથી તેમને ઝટકો લાગ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT