ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા, આ બેઠક પરથી મળી શકે ટિકિટ
Last Updated: 03:57 PM, 6 January 2026
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓએ પહેલા BTP સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા અને હવે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. તેઓ દાહોદ સ્થિત જનઆક્રોશ યાત્રા સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા.
ADVERTISEMENT
ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરી મહેશ વસાવા સભા સ્થળે પહોંચ્યા. દાહોદના કંબોઈ ગામમાં જનઆક્રોશ યાત્રાના સમાપન કાર્યક્રમમાં મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. દાહોદમાં જનઆક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓની હાજરીમાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા.

ADVERTISEMENT
થોડા સમય પહેલા જ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે તેમના કોંગ્રેસમાં જોડાયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્ત્વ ધરાવતા નેતા છે, તેથી તેમના કોંગ્રેસમાં જોડવાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. ત્યારે હવે એવી અટકળો પણ લગાવાઈ રહી છે કે તેઓ કોંગ્રેસમાંથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. તેમને ઝઘડિયા બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
આ પણ વાંચો: જામનગરમાં વાહનનું ટાયર બદલતી વેળાએ 3 યુવાનોના બોલેરોની અડફેટે મોત, એક ગંભીર
ADVERTISEMENT
જણાવી દઈએ કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. તેઓ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર છે. તેમણે થોડા દિવસો પહેલા જ ભાજપ સાથે છેડો ફાડી દીધો હતો. માહિતી પ્રમાણે, તેઓ સ્કૂલ પાસઆઉટ છે અને વ્યવસાયે તેઓ પોતાને ખેડૂત તરીકે ઓળખાવે છે. મહેશ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે છેડો ફાડીને 11 માર્ચ 2024ના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એ વખતે તેમના ભાજપમાં જોડાવાના કારણે ઘણા વિવાદ થયા હતા. તેમના પરિવારમાં જ આ મામલે બે ભાગલા પડી ગયા હતા. તેમના પિતા છોટુ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના સ્થાપક છે અને મહેશ વસાવાના ભાજપમાં જોડવાથી તેમને ઝટકો લાગ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT