ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં વાહનનું ટાયર બદલતી વેળાએ 3 યુવાનોના બોલેરોની અડફેટે મોત, એક ગંભીર

દુખદ / જામનગરમાં વાહનનું ટાયર બદલતી વેળાએ 3 યુવાનોના બોલેરોની અડફેટે મોત, એક ગંભીર

Published By: Priykant Shrimali

Last Updated: 02:46 PM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar Accident : કેટલાક યુવાનો વાહનનું ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક બોલેરો વાહન પૂરઝડપે આવી અને પછી...

ADVERTISEMENT

Jamnagar Accident : જામનગરથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ફરી એકવાર માર્ગ અકસ્માતે ત્રણ પરિવારોમાં શોક છવાવી દીધો છે. સણોસરી ગામ પાસે બનેલા એક ગંભીર અકસ્માતમાં ત્રણ યુવાનોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

કેટલાક યુવાનો વાહનનું ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક બોલેરો વાહન પૂરઝડપે આવીને ઉભા રહેલા યુવાનોને આડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા.

આ દુર્ઘટનામાં લાલપુર તાલુકાના ખાયડી ગામના વતની પ્રદીપ ગોજીયા અને કમલેશ ગાગિયાનું મૃત્યુ થયું છે. સાથે જ ગોપડી ગામના ભરતભાઈ ડાંગર પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. એક અન્ય યુવકને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : કચ્છના નાના રણમાં પ્રવાસથી પરત ફરતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, મારી પલટી

હળવદમાં પણ સર્જાયો હતો અકસ્માત

કચ્છના નાના રણમાં શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી રહેલી મોરબી જિલ્લાના હળવદ તાલુકાની વિવેકાનંદ સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ રણમલપુર ગામ નજીક અચાનક બસનું ટાયર નીકળી જતા બસ રસ્તા પર પલટી ગઈ હતી. આ ઘટનાથી બસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વિગતો મુજબ ધોરણ 9 અને 11ના કુલ 47 વિદ્યાર્થીઓ સ્કૂલ દ્વારા આયોજિત પ્રવાસ માટે કચ્છના નાના રણમાં ગયા હતા. પ્રવાસ પૂર્ણ કરીને પરત આવતા સમયે આ દુર્ઘટના બની હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાને પગલે બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fatal road accident Lalpur road accident Jamnagar accident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ