ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / કચ્છના નાના રણમાં પ્રવાસથી પરત ફરતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, મારી પલટી

દુર્ઘટના / કચ્છના નાના રણમાં પ્રવાસથી પરત ફરતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, મારી પલટી

Published By: Priykant Shrimali

Last Updated: 01:50 PM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Halvad School Bus Accident : ધોરણ 9 અને 11ના કુલ 47 વિદ્યાર્થીઓ સ્કૂલ દ્વારા આયોજિત પ્રવાસ માટે કચ્છના નાના રણમાં ગયા બાદ પરત ફરતા નડ્યો અકસ્માત, જાણો તમામ માહિતી અહીં એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Halvad School Bus Accident : હળવદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં કચ્છના નાના રણમાં શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી રહેલી મોરબી જિલ્લાના હળવદ તાલુકાની વિવેકાનંદ સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ રણમલપુર ગામ નજીક અચાનક બસનું ટાયર નીકળી જતા બસ રસ્તા પર પલટી ગઈ હતી. આ ઘટનાથી બસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ ધોરણ 9 અને 11ના કુલ 47 વિદ્યાર્થીઓ સ્કૂલ દ્વારા આયોજિત પ્રવાસ માટે કચ્છના નાના રણમાં ગયા હતા. પ્રવાસ પૂર્ણ કરીને પરત આવતા સમયે આ દુર્ઘટના બની હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાને પગલે બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : SITની રચના બાદ હવે કૌભાંડી અધિકારીઓ ACBની રડાર પર, તપાસ તેજ

આ તરફ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Little Rann of Kutch trip Halvad school bus accident Morbi school bus news

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ